સંત શ્રી સુધાંશુ મહારાજ ની અમૃત વાણી:
સમર્પણ
ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને સમજાવે છે કે ક્ષેત્ર છે શરીર છે ક્ષેત્રજ્ઞ છે જીવાત્મા, પાંચ જ્ઞાનેન્દ્રિય અને પાચ કર્મેન્દ્રિય ,મન,અહંકાર,બુદ્ધિ તન માત્રાએ આ શરીરમાં અવ્યય છે,અવ્યય અંગ -પ્રત્યંગ,
ઉપકરણ અને કરણ, આ બધાના માધ્યમથી આ જીવાત્મા પોતાના ક્ષેત્રમાં સંસારનાં ભોગ ભોગવે છે,
જીવાત્માની કોઈને કોઈ આકાંક્ષા,ઈચ્છાઓ,ભોગની ઈચ્છા,જાણવાની ઈચ્છા,અતૃપ્ત ભાવનાઓ,જે રહી જાય છે તેને પૂરી કરવા,ભોગવવા શરીર આપ્યું છે,પણ આ યંત્રોના જિવ પોતાના શરીરને માધ્યમ બનાવીને જુદા જુદા કર્મ કરે છે,જુદા જુદા ભોગો ભોગવે છે,જેમ જેમ નવા કર્મ નવા ભોગ ભોગવતો જાય છે તે તેમ તેમ બંધનોમાં બંધાતો જાય છે,આવા ગમન નું ચક્ર તેનો પીછો છોડતું નથી,એક કર્મ કર્યું અને બંધનમાં આવી જાય છે,જ્યાં સુધી ન કર્યું ત્યાં સુધી મુક્ત હતા,આનંદની વાત એ છે કે,કર્મની આઝાદી બધાને હોય છે પણ ફળની આઝાદી કોઈને હોતી નથી,દુખ આવે તો ભોગવવું પડે,જે કોઈ ચાહતું નથી,માંન ની સાથે અપમાન અને લાભની સાથે હાની અવશ્ય આવે છે,કર્મ ભોગના ચક્રમાં બધાજ બંધાયેલા છે,બાળક,જુવાન કે ઉમરવાન,શરીર સાથે સુ:ખ દુ:ખ જોડાયેલા છે,ફક્ત જ્ઞાની હસીને અને મુર્ખ રડીને ભોગવે છે,દુનિયામાં બે જ માણસો સુખી છે,એક તો પહેલા નંબર નો મુર્ખ અને બીજો આદર્શ જ્ઞાની, કેમકે તે મગજને વિચારોથી દુર હોય છે,એટલે તો ચાણક્યે કહ્યું હતું કે,માણસ સતત વિચાર્યા કરે તો દુ:ખી થઇ જાય છે, પણ મગજમાં વિચારો હટાવીદો તો પછી સુ:ખ સદા સાથે છે,એટલે તો દુખી માણસ દુ:ખ થી દુર થવા નશો કરે છે,
જ્યાં સુધી નશાની અસર રહે છે,ત્યાં સુધી દુ:ખ ભૂલી શકે છે,નશો છુટતા ફરીથી એની એજ સ્થિતિ, બધાજ વિચારો પરેશાનીના,સંત જ્ઞાની થઇ જવાય તો મુસીબતોનો ખ્યાલ આવે છે,જો ગુંચ ક્યા પડી તેનો ખ્યાલ આવી જાય તો ગુંચ ખોલવામાં વાર લાગતી નથી,જ્ઞાની બહાર આવી શકે છે અજ્ઞાની વધારે ને વધારે ફસાય છે,ભગવાને શરીર આપ્યું છે જે જીવાત્માનું કાર્યક્ષેત્ર છે,જેનાથી જ્ઞાન થવું ,પાંચ જ્ઞાનેન્દ્રિયો અને પાંચ કર્મેન્દ્રિયો,આંખ જોશે તો હાથ કર્મ કરશે,ચાર ઉપકરણ મન,બુદ્ધિ ,ચિત્ત અને અહંકાર,મનનું કાર્ય
મનન,નિશ્ચય,સ્મૃત્ય,નિર્ણય વગેરે,હું શું છું,અને મારી શક્તિઓ શું છે,પાંચ મહાભૂત,અને પાંચ તેની ઇન્દ્રિયો,તન માત્રાએ જેની માંગ કરે છે,તેની પાછળ ભાગે છે,સંખ્ય લઈયે,જીવાત્માનું લક્ષણ,પ્રાણ-અપાન,નિમેષ-અનિમેષ, જીવન-ગતિ,ઈચ્છાના આધાર ઉપર મનુષ્ય કર્મ કરે છે,
ઈચ્છા કરવી,ઈર્ષ્યા કરવી,પ્રયત્ન કરવો,કોઈ વસ્તુને મેળવવા ઈચ્છા કરવી, આ બધું શરીરમાં જીવ આવ્યા પછી થાય છે,દિશા બદલાતા,દશા બદલાઈ જાય છે,સાચું જ્ઞાન દુ:ખનું નિવારણ છે,ભગવાન કૃષ્ણે,જ્ઞાનના સબંધમાં એક વાત કહી છે,જ્ઞાનના લક્ષણ બતાવ્યા છે,એક,જ્ઞાન છે જ્યારે માનની ઈચ્છા ન હોય,બે, કામના છે ત્યાં સુધી અજ્ઞાન છે,હસીને માન અપમાનમાં આગળ વધી જવું,દર્દીને દવા આપી,અસર ન થાય તો દવા બેકાર ગઈ,કોઈને ગાળ આપો અને અસર ન થાય તો,દુનિયા ગમે તે રીતે તમને રમકડું બનાવશે,પણ તમે ન બનો તો જ્ઞાની થઇ જશો,ભગવાનને અર્જુને પૂછ્યું હતું,બહુ મોટું જ્ઞાન શું છે અને જ્ઞેય શું છે,આ
નિવારણ ગીતા કરે છે,ગીતા એ એકજ છે,બીજી થઇ જ ન શકે,કેમકે માનવીના દરેક પ્રશ્નોનું તે નિવારણ કરે છે,જ્ઞાન છે,માન અપમાનથી ઉપર થઇ જવું,દંભ ન હોવો,છલ,કપટ,કુટિલતા ન હોવી,પૂર્ણ પ્રમાણિક થઇ જવાય તો સમજવું જ્ઞાન આવી ગયું,ખુબ વિચારવા જેવી વાત છે જો તમે પ્રમાણિક થઈ જશો તો બીજાને ભરોષો,આવી જશે અને તમે કામ કરવાનું શરુ કરશો ,
અપ્રમાણિકતામાં આંખોથી ઈર્ષ્યા દેખાઈ જાય છે,બીજાનો ઉપકાર હશે તો પણ અપ્રમાણિકતા
તેને માન નહિ આપે,પરમાત્મા માટે સાચી ભાવના જગાવો,તો બધું મંગલમય થશે,અંત:કરણ પાપી છે તો બધું બહાર દેખાવા માંડશે,દંભથી દુર થશો તો જ્ઞાની થઇ જશો અને જ્ઞાની ભગવાનને ખુબજ પ્યારા છે,ભક્તો પણ કેટલા પ્રકાર નાં હોય,એક દુ:ખ પડતા,ભગવાનને યાદ કરે,મનની ઇચ્છાઓની પુરતી માટે ભગવાનને યાદ કરે,જીજ્ઞાસા માટે પણ કેટલાક યાદ કરે,મૂળ તો શાંત થઇ જવું,શાંત થવાથી તત્વજ્ઞાની થઈ જવાય છે,જીવનની ગતિ જ્ઞાનની બાજુ ફેરવી લેવી,દીવો સળગાવશો તો અંધારું નહિ રહે,અજ્ઞાન જાતેજ દુર થવા માંડશે,ભગવાનની પાસે જઈને સૂર્યએ સ્તુતિ ગઈ,મારામાં જે છે તે તારો પ્રકાશ છે,તારી અનુભૂતિ,તારી કૃપાઓ,મારા કાર્યથી સંતુષ્ટ છે કે કોઈ ફરિયાદ છે,ત્યારે ભગવાને કહ્યું એક અંધારાએ તારા માટે ફરિયાદ કરી છે,તે કહે છે કે હું જ્યાં રહું ત્યાં સુરજ મને મારવા આવે છે,અને સુરજે કહ્યું એને મારી સામે લઇ આવો હું પૂછી લઉં ફરિયાદ કરે છે તો.....
ઊંચા સ્વપ્ના જુઓ,મોટા સ્વપ્ના જુઓ,
સ્વપ્ના તે નથી હોતા જે રાતે સુઈ જવાથી આવે છે,સ્વપ્ના તે હોય છે જે તમને સુવા નથી દેતા,
આપણા તે નથી હોતા જે રડવા ઉપર આવે છે,આપણા તે હોય છે જે તમને રડવા નથી દેતા.
જગ રોક ન પાયેગા,મીરાં નાચેગી જબ પલ નચાયેગા,
યેહિ મેરી મરજી હૈ,મૈ વો હો જાઉં જો તેરી મરજી હૈ,
બાહર લાચારી હૈ,નામ પે યારેકા ભીતલ તો ઝાંખી હૈ,
આહત હૈ સાવનકી,રબા ખબર સુના માહીકે આનેકી,
હૈ ઈસ્ક બડી બોઝી,રાજી કર દુનિયા,યા ઉસકો કર રાજી.
સમર્પણ નો અર્થ છે,જેવી કુંભારની માટી,જેવી રીતે મોડો તેમ મોડાઈ,ગુરુના વચન એક એક કરી પિતા જાવ,એમાં ખોવાઈ જાવ,સમર્પણ કરી દો, બિલાડી તેના બચ્ચાને મોઢામાં પકડીને ક્યારેક જંપ કરતી હોય પણ બચ્ચું આંખો બંધ કરીને માતા ને સમર્પિત થઇ જાય છે,અને કોઈ પણ જાતના નુકશાન વગર તેને જ્યાં જવું હોય ત્યાં જઈ શકે છે,જંગલમાં વાંદરાના બચ્ચા માં જ્યારે જંપ કરતી હોય ત્યારે પકડ બરાબર મજબુત રાખે છે,તમે પણ પરમાત્માની પકડ મજબુત રાખો,જરૂર પાર થઇ જશો,પરમાત્માને તમારી જાત સમર્પિત કરી દો,બાળકને પ્રેમ કરો ,પણ તેના ઉપર મોહ ન કરો,ક્યારેક તે વિપરીત બોલી દે તો પછી તકલીફ કે દુ:ખ થાય છે,દુનિયાની પાછળ ભાગવાથી દુનિયા તમારી બનવાની નથી,પોતાની કાળજી રાખો,અને જે વધારેમાં વધારે કૃપા જે ભગવાન અથવા સદગુરુ કરે છે તેને તમારી જાત સમર્પણ કરો.
No comments:
Post a Comment