મૈત્રીભાવનું પવિત્ર ઝરણું..............
મૈત્રીભાવનું પવિત્ર ઝરણું મુઝ હૈયામાં વહ્યા કરે,(2)
શુભ થાઓ આ સકલ વિશ્વનું એવી ભાવના નિત્ય રહે(2)
ગુણથી ભરેલા ગુણીજન દેખી,હૈયું મારું નૃત્ય કરે(2)
એ સંતોના ચરણ કમળમાં મુઝ જીવનનું અર્ઘ્ય રહે(2)
દીન,ક્રૂર ને ધરમ વિહોણા દેખી દિલમાં દર્દ રહે(2)
કરુણા ભીની આંખોમાંથી અશ્રુનો શુભ શ્રોત વહે -મૈત્રીભાવ.....
માર્ગ ભૂલેલા જીવન પથિકને માર્ગ ચીંધવા ઉભો રહું,(2)
કરે ઉપેક્ષા એ માર્ગની તોયે ક્ષમતા ચિત્ત ધરું,(2)
ચિત્ર ભાનુની ધર્મભાવના હૈયે સહુ માનવ રાખે,(2)
વેરઝેરના પાપ ત્યજીને મંગલ ગીતો એ ગાવે,
મૈત્રીભાવનું પવિત્ર ઝરણું મુઝ હૈયામાં વહ્યા કરે,(2)
શુભ થાઓ આ સકલ વિશ્વનું એવી ભાવના નિત્ય રહે
જય શ્રી કૃષ્ણ
સરસ! :)
ReplyDeleteશ્રી પાઠક સાહેબ,
Deleteજય શ્રી કૃષ્ણ,'મોગરાના ફૂલમાં'પધારી 'મૈત્રી ભાવનું પવિત્ર....'ઉપર સારું મંતવ્ય આપવા બદલ આપનો ખુબ ખુબ આભાર.-મહેન્દ્ર ભટ્ટ