સમય મારો....(શ્રીનાથજી ભજન)
સમય મારો સાધજે વાલા ,કરું હું તો કાલાવાલા (2)
અંત સમય મારો આવશે જ્યારે નહિ રહે દેહનું ભાન,ભાન નહિ રહે દેહનું ભાન,
એવે સમય મુખે તુલસી દેજો,દેજો યમુના પાન,પાન દેજો યમુના પાન,-સમય...(2)
જીભલડી મારી પરવશ બનશે જો હારી બેસું હું હામ,હામ હારી બેસું હું હામ,
એવે સમય મારી વારે ચઢીને રાખજે તારું નામ,નામ રાખજે તારું નામ,સમય.....(2)
કંઠ રૂંધાસેને નાડીયો તૂટશે,તૂટશે જીવન દોર,દોર તૂટશે જીવન દોર,
એવે સમય મારા અલબેલાજી કરજો બંસરી શોર, શોર કરજો બંસરી શોર,સમય.....(2)
આંખલડી મારી પાવન કરજો દેજો એકજ નામ,નામ દેજો એકજ નામ, આંખલડી.....(2)
શ્યામ સુંદર તારી ઝાંખી કરીને ભક્તો છોડે પ્રાણ,પ્રાણ ભક્તો છોડે પ્રાણ,સમય.....(2)
અંત સમય મારો આવશે જયારે ,...................
જય શ્રી કૃષ્ણ.
નમસ્કાર!
ReplyDeleteઆપનો બ્લોગ ”Mogarana phool” વાંચ્યો અને આપે જે રચના અને કૃતિઓ આપના બ્લોગ ઉપર મૂકેલ છે તે ખૂબ જ ઉપયોગી અને સુંદર છે.
આશા છે આપનો બ્લોગ દિનપ્રતિદિન સફળતાના ઉન્નત શિખરો પ્રાપ્ત કરે તેવી શુભકામનાઓ.
આપ આપના બ્લોગ થકી ગુજરાતી ભાષાનો જે પ્રસાર – પ્રચાર કરી રહ્યા છો તે સંદર્ભે ગુજરાતીલેક્સિકોન ટીમ વતી અમો આપ સમક્ષ એક રજૂઆત કરવાની મહેચ્છા દાખવીએ છીએ.
ગુજરાતીલેક્સિકોન એ સતત છ વર્ષથી ભાષાના પ્રચાર -પ્રસાર માટે કાર્ય કરે છે. ગુજરાતીલેક્સિકોનની વેબસાઇટ ઉપર 45 લાખથી પણ વધુ શબ્દો અને અંગ્રેજી – ગુજરાતી શબ્દકોશ, ગુજરાતી – અંગ્રેજી શબ્દકોશ, ગુજરાતી – ગુજરાતી શબ્દકોશ જેમાં સાર્થ-બૃહદ અને ભગવદ્ગોમંડલોન સમાવેશ થાય છે, હિન્દી – ગુજરાતી શબ્દકોશ, વિરુદ્ધાથી શબ્દો, કહેવતો, રૂઢિપ્રયોગ, પર્યાયવાચી શબ્દો, શબ્દ સમૂહ માટે એક શબ્દ, વિવિધ રમતો, ગુજરાતી જોડણી ચકાસક (સ્પેલચેકર) વગેરે જેવા વિવિધ વિભાગો આવેલા છે.
આ ઉપરાંત, આ સમગ્ર સ્રોત વિના મૂલ્યે ડાઉનલોડ કરવાની સુવિધા પણ આપવામાં આવી છે.
માતૃભાષાના સંવર્ધન અને પ્રચારના અમારા આ પ્રયાસમાં આપ પણ સહભાગી થાવ એવી અમારી ઇચ્છા છે. આ સંદર્ભે આપે ફકત આપના બ્લોગ ઉપર યથાયોગ્ય સ્થાને ગુજરાતીલેક્સિકોન (http://www.gujaratilexicon.com) અને ભગવદ્ગોમંડલ (http://www.bhagwadgomandal.com)વેબસાઇટની લિંક મૂકવાની છે. જેથી વિશ્વભરમાં સ્થાયી થયેલ કોઈ પણ વ્યક્તિ એ લિંક ઉપર ક્લિક કરી પોતાની માતૃભાષા સાથેનો સંબંધ જાળવી રાખી શકે. અમને આશા છે આપ આ કાર્યમાં અમારી સાથે જોડાશો. તો ચાલો સાથે મળી આપણી ગરવી ગુજરાતી ભાષાના પ્રચાર અને પ્રસાર માટે એક સહિયારો પ્રયાસ કરીએ. આપને આ સંદર્ભમાં કોઈ પણ પ્રશ્ન કે મૂંઝવણ હોય તો વિના વિલંબ આપ અમને ઈમેલ કરી શકો છો અથવા ફોન ઉપર પણ સંપર્ક કરી શકો છો. અમારો ફોન નંબર આ મુજબ છે – ૦૭૯ – ૪૦૦ ૪૯ ૩૨૫