શુભકામનાઓ
વાચક મિત્રો, મોગરાના ફૂલ બ્લોગમાં આપણું હાર્દિક સ્વાગત છે.વિધ વિધ ગુજરાતી સામગ્રી આ બ્લોગમાં રજુ કરવાનો સતત પ્રયત્ન કરવામાં આવે છે.આ બાબતને ધ્યાનમાં લઇ આપની કૉમેન્ટ્સ જરૂર આપશો જેથી આપની પસંદગીનું લખાણ પણ મૂકી શકાય,ભૂલ ચૂકને માફી આપી સતત પ્રેમથી સ્વીકારી આપના ગમા અણગમાથી અમને વાકેફ કરશો,આભાર સાથે મહેન્દ્ર ભટ્ટના જય શ્રી કૃષ્ણ. If you like paintings please visit my http://www.ompaintingblog.com/ Thanks.
Monday, July 28, 2025
શુભકામનાઓ
Saturday, July 26, 2025
કવિ કલાપી
કવિ કલાપી
જન્મ : તા: ૨૬ -૧ -૧૮૭૪
શિક્ષણ- રાજકુમારકોલેજ- રાજકોટ
રાજ્યાભિષેક તા:૨૧-૧-૧૮૯૫ (૨૧ વર્ષની વયે)
*દેહાવસાન : તા: ૯ - ૬ - ૧૯૦૦*
જીવનકાળ : ફક્ત ૨૬, વર્ષ ૫, મહિના અને ૧૧ દિવસ.
તે પંખીની ઉપર પથરો ફેકતાં ફેકી દીધો,
છૂટયો તે ને અરરર! પડી ફાળ હૈયા મહીં તો!
રે રે! લાગ્યો દિશલ પર અને શ્વાસ રૂંધાઇ જાતાં
નીચે આવ્યું તરુ ઉપરથી પાંખ ઢીલી થતાંમાં.
મેં પાળ્યું તે તરફડી મરે હસ્ત મ્હારા જ-થી આ,
પાણી છાંટયું દિલ ધડકતે ત્હોય ઊઠી શક્યું ના;
ક્યાંથી ઊઠે? જ્ખમ દિલનો ક્રૂર હસ્તે કરેલો!
ક્યાંથી ઊઠે! હ્રદય કુમળું છેક તેનું અહોહો!
આહા! કિન્તુ કળ ઊતરી ને આંખ તો ઊધડી એ,
મૃત્યુ થાશે? જીવ ઊગરશે? કોણ જાણી શકે એ?
જીવ્યું, આહા! મધુર ગમતાં ગીત ગાવા ફરીને,
આ વાડીનાં મધુર ફલને ચાખવાને ફરીને.
રે રે! કિન્તુ ફરી કદી હવે પાસ મ્હારી ન આવે,
આવે ત્હોયે ડરી ડરી અને ઇચ્છતું ઊડવાને;
રે રે! શ્રદ્ધા ગત થઇ પછી કોઇ કાળે ન આવે,
લાગ્યા ઘાને વીસરી શકવા કાંઇ સામર્થ્ય ના છે
–સુરસિંહજી તખ્તસિંહજી ગોહીલ (કલાપી)
જ્યાં જ્યાં નજર મ્હારી ઠરે યાદી ભરી ત્યાં આપની,
આંસુ મહીં એ આંખથી યાદી ઝરે છે આપની!
માશૂકોના ગાલની લાલી મહીં લાલી, અને
જ્યાં જ્યાં ચમન જ્યાં જ્યાં ગુલો ત્યાં ત્યાં નિશાની આપની!
જોઉં અહીં ત્યાં આવતી દરિયાવની મીઠી લહર,
તેની ઉપર ચાલી રહી નાજુક સવારી આપની!
તારા ઉપર તારા તણાં ઝૂમી રહ્યાં જે ઝૂમખાં,
તે યાદ આપે આંખને ગેબી કચેરી આપની!
આ ખૂનને ચરખે અને રાતે હમારી ગોદમાં,
આ દમબદમ બોલી રહી ઝીણી સિતારી આપની!
આકાશથી વર્ષાવતા છો ખંજરો દુશ્મન બધા,
યાદી બનીને ઢાલ ખેંચાઇ રહી છે આપની!
દેખી બૂરાઇ ના ડરું હું, શી ફિકર છે પાપની?
ધોવા બૂરાઇને બધે ગંગા વહે છે આપની!
થાકું સિતમથી હોય જ્યાં ના કોઇ ક્યાં એ આશના,
તાજી બની ત્યાં ત્યાં ચડે પેલી શરાબી આપની!
જ્યાં જ્યાં મિલાવે હાથ યારો ત્યાં મિલાવી હાથને,
અહેસાનમાં દિલ ઝૂકતું, રહેમત ખડી ત્યાં આપની!
પ્યારું તજીને પ્યાર કોઇ આદરે છેલ્લી સફર,
ધોવાઇ યાદી ત્યાં રડાવે છે જુદાઇ આપની!
રોઉં ન કાં એ રાહમાં બાકી રહીને એકલો?
આશકોના રાહની જે રાહદારી આપની!
જૂનું નવું જાણું અને રોઉં હસું તે તે બધું,
જૂની નવી ના કાંઇ તાજી એક યાદી આપની!
ભૂલી જવાતી છો બધી લાખો કિતાબો સામટી,
જોયું ન જોયું છો બને જો એક યાદી આપની!
કિસ્મત કરાવે ભૂલ તે ભૂલો કરી નાખું બધી,
છે આખરે તો એકલી ને એ જ યાદી આપની!
- #કલાપી
Wednesday, July 23, 2025
શ્યામા આન બસો વૃન્દાવનમેં
શ્યામા આન બસો વૃન્દાવનમેં
શ્યામા આન બસો વૃન્દાવનમેં,મેરી ઉંમર બીત ગયી ગોકુલમે
શ્યામા રાસ્તેમેં બાગ લગા જાના,ફૂલ બિનુંગી તેરી માલાકે લિયે,
તેરી બાત નિહારું કુંજનમે,મેરી ઉંમર બીત ગયી ગોકુલમે.
શ્યામા રાસ્તેમેં કુઆ ખુદવા જાના,મૈં તો નીર ભરૂંગિ તેરે લિયે,
મૈં તુજે નહલાઉન્ગી મલમલકે,મેરી ઉંમર બીત ગયી ગોકુલમે.
શ્યામા મુરલી મધુર સૂના જાના,મોહે આકે દરશ દિખા જાના,
તેરી સુરત બસી હૈ અખિયનમેં,મેરી ઉંમર બીત ગયી ગોકુલમે.
શ્યામા વૃંદાવનમેં આ જાના, આ કરકે રાસ રચા જાના,
સૂની ગોકુલકી ગાલિયોંમે,મેરી ઉંમર બીત ગયી ગોકુલમે.
શ્યામા માખન ચુરાને આ જાના,આકરકે દહીં બિખરા જાના,
બસ આપ રહો મેરે મનમેં,મેરી ઉંમર બીત ગયી ગોકુલમે.
જય શ્રી કૃષ્ણ
Thursday, July 17, 2025
નામ હૈ તેરા તારણહારા
નામ હૈ તેરા તારણહારા
નામ હૈ તેરા તારણહારા, કબ તેરા દર્શન હોગા,
જિનકી પ્રતિમા ઇતની સુંદર, વો કિતના સુંદર હોગા (૨)
તુમને તારે લાખો પ્રાણી, યે સંતોકી વાણી હૈ,
તેરી છબી પર વો મેરે ભગવન,યે દુનિયા દીવાની હૈ,
ભાવસે તેરી પુંજા રચાઉં,જીવનમેં મંગલ હોગા,
જિનકી પ્રતિમા……..
સુરવર મુનિવર જિનકે ચરણે, નિશદિન શીશ ઝુકાતે હૈ,
જો ગાતે હૈ પ્રભુકી મહિમા, વો સબકુછ પા જાતે હૈ
અપને કષ્ટ મિતાનેકો તેરે, ચરણોંકા વંદન હોગા
જિનકી પ્રતિમા……..;.
મનકી મુરાદે લેકર સ્વામી, તેરે શરણમે આયે હૈ,
હેમ હૈ બાલક તેરે ચરણમે તેરે હી ગુણ ગાતે હૈ,
ભવસે પાર ઉતરનેકો તેરે ગિતોકા સંગમ હોગા
જિનકી પ્રતિમા…….
નામ હૈ તેરા તારણહારા,કબ તેરા દર્શન હોગા,
જિનકી પ્રતિમા ઇતની સુંદર, વો કિતના સુંદર હોગા !!
જય શ્રી કૃષ્ણ.
Thursday, July 10, 2025
ગુરુ મહિમા
ગુરુ મહિમા
મનુષ્યને જન્મ અને સંસ્કાર આપનાર માતા પછી એને શિક્ષિત કરનાર શિક્ષક-ગુરુનું સ્થાન વિશિષ્ઠ છે. આપણી સંસ્કૃતિ નો પાયો જ્ઞાન છે. જ્ઞાન આપનાર છે ગુરુ. સદ્ગુરુ જ પોતાના શિષ્યોને નવજીવન માટે તૈયાર કરે છે.
ગુરુ શબ્દમાં જ ગુરુનો મહિમા સમાયેલ છે. ‘ગુ‘ એટલે અંધકાર અને ‘રૂ‘ એટલે પ્રકાશ.શિષ્યના મન ના અજ્ઞાન રુપ અંધકારને દૂર કરી જ્ઞાન રુપ દિપક પ્રગટાવનાર ગુરુ એક જીવન શિલ્પી છે.
ગુરુ ગોવિંદ દોનો ખડે
કિસકો લાગુ પાય,
બલિહારી ગુરુ આપકી
ગોવિંદ દિયો બતાય
ગુરુની મહત્તા ગોવિંદ કરતાં વધારે છે કેમ કે ગુરુએ આપેલ જ્ઞાન મારફતે યોગ્યતા પ્રાપ્ત કરીને જ શિષ્ય પ્રકાશમાન દીપક સમાન પરમાત્મા સુધી પહોંચીને એની ઝાંખી કરી શકે છે.
ગુરુ દત્તાત્રેયે ૨૪ ગુરુ બનાવ્યા હતા.શ્વાન પાસેથી એમને વફાદારીનો ગુણ શીખવા મળ્યો એટલે એમણે શ્વાનને પણ ગુરુ માન્યો હતો.મતલબ કે, ગુરુ એ છે જે આપણને જીવન વિકાસનું માર્ગદર્શન આપે છે.
ધ્યાન મૂલમ ગુરુ મૂર્તિ,
પૂજા મૂલમ ગુરુ પદમ,
મંત્ર મૂલમ ગુરુ વાક્યમ,
મોક્ષ મૂલમ ગુરુ કૃપા...
ધ્યાન ધરવા માટેનું મૂળ ગુરુનું સ્વરૂપ છે, પૂજા કરવા માટે ગુરુના ચરણ કમલ છે, ગુરુનાં વચનો અને ઉપદેશ એ એક મંત્ર જેટલાં જ પવિત્ર અને પ્રેરક છે અને મોક્ષ પ્રાપ્તિ માટે ગુરુ ની કૃપા જ એકમાત્ર ઉપાય બની રહે છે.
*આ ગુરુ પૂર્ણિમાના દિને આપણા સૌના જીવનના ઉત્કર્ષમાં પ્રત્યક્ષ યા પરોક્ષ રીતે અગત્યનો ભાગ ભજવનાર સૌ ગુરુજનો ને કોટી કોટી વંદન.*
Sunday, July 6, 2025
દેવશયની એકાદશીની શુભકામનાઓ
દેવશયની એકાદશીની શુભકામનાઓ
દેવશયની એકાદશીની આપ સહુ ભાવિક મિત્રોને કુટુંબ સહીત ખુબ ખુબ શુભકામનાઓ - જય માં જગદંબે
Tuesday, July 1, 2025
સુખ દુઃખ આની જાની હૈ ( રામ ભજન )
સુખ દુઃખ આની જાની હૈ ( રામ ભજન )
દુઃખમેં કભી ન ગભરાઓ સુખમે કભી ના ભરમાઓ
સુખ દુઃખ આની જાની હૈ તુમ રામ નામ જપતે જાઓ…
શ્રી રામજીને ભી જીવનમેં બડે દુઃખ પાયે હૈ
ખુદ ઈશ્વર હો કે ભી દુઃખકો ટાલ ન પાયે હૈ
કાળ નિયમમેં સભી બંધે હૈ
તુમ સમયકે સંગ ચલતે જાઓ ….સુખ દુઃખ આની….
રામ સિયાકો વનવાસ હુઆ તો લખન સિયાને સાથ ન છોડા..
રામકે સંગ વનવાસમેં રામકે દુખશે ખુદકો જોડા
સુખ દુઃખ જીવનકા છાયા હૈ.. તુમ સત્ય કરમ કરતે જાઓ ….સુખ દુઃખ આની ….
ચાર પુત્ર થે દશરથજીકે અંત સમય નહિ મિલ પાયે …
ચાર ભાઈ જબ સાથ હુંયે તો પિતૃ દર્શન નહી કર પાયે
રામકથા જીવન દર્શન હૈ ..તુમ રામકે સંગ ચલતે જાઓ …સુખ દુઃખ આની…
જય શ્રી રામ





