ગુરુ મહિમા
મનુષ્યને જન્મ અને સંસ્કાર આપનાર માતા પછી એને શિક્ષિત કરનાર શિક્ષક-ગુરુનું સ્થાન વિશિષ્ઠ છે. આપણી સંસ્કૃતિ નો પાયો જ્ઞાન છે. જ્ઞાન આપનાર છે ગુરુ. સદ્ગુરુ જ પોતાના શિષ્યોને નવજીવન માટે તૈયાર કરે છે.
ગુરુ શબ્દમાં જ ગુરુનો મહિમા સમાયેલ છે. ‘ગુ‘ એટલે અંધકાર અને ‘રૂ‘ એટલે પ્રકાશ.શિષ્યના મન ના અજ્ઞાન રુપ અંધકારને દૂર કરી જ્ઞાન રુપ દિપક પ્રગટાવનાર ગુરુ એક જીવન શિલ્પી છે.
ગુરુ ગોવિંદ દોનો ખડે
કિસકો લાગુ પાય,
બલિહારી ગુરુ આપકી
ગોવિંદ દિયો બતાય
ગુરુની મહત્તા ગોવિંદ કરતાં વધારે છે કેમ કે ગુરુએ આપેલ જ્ઞાન મારફતે યોગ્યતા પ્રાપ્ત કરીને જ શિષ્ય પ્રકાશમાન દીપક સમાન પરમાત્મા સુધી પહોંચીને એની ઝાંખી કરી શકે છે.
ગુરુ દત્તાત્રેયે ૨૪ ગુરુ બનાવ્યા હતા.શ્વાન પાસેથી એમને વફાદારીનો ગુણ શીખવા મળ્યો એટલે એમણે શ્વાનને પણ ગુરુ માન્યો હતો.મતલબ કે, ગુરુ એ છે જે આપણને જીવન વિકાસનું માર્ગદર્શન આપે છે.
ધ્યાન મૂલમ ગુરુ મૂર્તિ,
પૂજા મૂલમ ગુરુ પદમ,
મંત્ર મૂલમ ગુરુ વાક્યમ,
મોક્ષ મૂલમ ગુરુ કૃપા...
ધ્યાન ધરવા માટેનું મૂળ ગુરુનું સ્વરૂપ છે, પૂજા કરવા માટે ગુરુના ચરણ કમલ છે, ગુરુનાં વચનો અને ઉપદેશ એ એક મંત્ર જેટલાં જ પવિત્ર અને પ્રેરક છે અને મોક્ષ પ્રાપ્તિ માટે ગુરુ ની કૃપા જ એકમાત્ર ઉપાય બની રહે છે.
*આ ગુરુ પૂર્ણિમાના દિને આપણા સૌના જીવનના ઉત્કર્ષમાં પ્રત્યક્ષ યા પરોક્ષ રીતે અગત્યનો ભાગ ભજવનાર સૌ ગુરુજનો ને કોટી કોટી વંદન.*
No comments:
Post a Comment