કૃષ્ણ ભગત રસ ખાનની વાત
કૃષ્ણ ભક્ત રસખાન નો જન્મ ૧૫૪૮ માં અમરોહા માં થયેલો માનવામાં આવે છે,કૃષ્ણ ભક્તિમાં આકર્ષિત થઇ તેઓ આખું જીવન વૃંદાવન માં રહ્યા અને કૃષ્ણ ભગવાનની જુદી જુદી લીલાઓથી પ્રભાવિત થઇ રસપ્રદ કાવ્યોની રચના કરી,પ્રભુના ગુણ ગાન ગાયા અને ૧૬૨૮માં પ્રભુના ગુણ ગાન ગાતા ગાતા તેઓ સ્વર્ગસ્થ થયા હતા, જન્મ અને મરણ અંગે ચોકસાઈ નથી પણ અકબરના શાસનકાળ દરમ્યાન તેઓ હતા એટલે અકબરના સમકાલીન છે.મૂળ નામ સૈયદ ઇબ્રાહિમ,પઠાણ સરદાર કુટુંબમાં તેમનું લાલન પાલન ,કેટલાક લોકોના મત પ્રમાણે તેઓ ઉત્તર પ્રદેશના હરદોઈ જિલ્લામાં પિહાનીમાં જન્મ્યા હતા,તો કેટલાક મત એવા છે કે અફગાનિસ્તાનના કાબુલમાં તેમનો જન્મ થયો હતો,કુટુંબ પહેલેથીજ ધર્મ પ્રેમી અને સુખી હતું એટલે કૃષ્ણ ભક્તિ તરફ તેમનું આકર્ષણ થયું.તેમણે ભાગવતનો ફારસી ભાષામાં અનુવાદ કર્યો હતો.કૃષ્ણ ભક્તિ તરફ ખેંચાણ અંગે પણ જુદી જુદી વાર્તાઓ છે,પણ ભક્તિમાં તેમણે ફક્ત પ્રેમનો મહિમા ગયો છે,અને તેમના પદોમાં જન્મ જન્માંતર વ્રજમાં કોઈ પણ રૂપમાં જન્મ મળે અને કૃષ્ણ ભક્તિ મળે તેવી માંગણી નો નિર્દેશ જોવા મળે છે.
એક વાત એવી છે કે એક વખત મક્કાની યાત્રાએ નીકળેલું તેમના ગ્રુપના ઉસ્તાદે એવું કહ્યું કે હવે રસ્તામાં વૃંદાવન આવવાનું છે ત્યાં યમુના નદીમાં કાળો નાગ રહે છે તે લોકોને ડંસ આપી મારી નાખે છે માટે આગળ પાછળ જોયા વગર મારી પાછળ પાછળ આવજે,ઉસ્તાદની વાતથી ડર જરૂર લાગ્યો પણ નવાઈ પણ થઇ એટલે જયારે વ્રજ નજીક આવતું ગયું તેમ તેમના શરીરમાં કોઈ પ્રકારનું આકર્ષણ વધવા માંડ્યું અને ઉસ્તાદની અવજ્ઞા કરી તેઓ આગળ પાછળ જોતા રહ્યા અને યમુના નદીના કિનારે થી મોરલીનો સુમુધુર અવાજ સંભળાવા લાગ્યો અને જોત જોતામાં રાધાજીના પાયલની નૂપુરનો ઝંકાર પણ આવવા લાગ્યો અને નવાઈ વચ્ચે રાધારાણી અને શ્રી કૃષ્ણની સુંદર યુગલ જોડીના દર્શન થયા અને રસખાન પ્રભાવિત થઇ ભક્તિમય બન્યા પણ ત્યાં દર્શન આપી પ્રભુ અદ્રશ્ય થઇ ગયાં અને રસખાન પ્રભુને શોધતા બધાને પૂછવા લાગ્ય અને તેમના ગૃપથી અલગ થઇ ગયાં રૂપના પ્રભાવથી આકર્ષિત થઇ તેઓ બેભાન થઇ ગયાં ,ત્યાંજ પડી રહ્યા ગ્રુપને રસખાનની ગેરહાજરી ની ખબર પડી તો તેઓ તેમને શોધવા પાછા આવ્યા જ્યાં તેમને પડેલા જોઈ કાલી નાગે ડંસ ના ભોગી સમજી મૃત્યુ પામેલ માની હજ માટે ત્યાંથી આગળ વળી ગયાં અને પછી રસખાનને ભાન આવતા કોઈએ તેમને જે કૃષ્ણ રાધારાણી ને જોયા તેમનું વૃંદાવનના મંદિરમાં સ્થાન બતાવ્યું એટલે તે દોડીને મંદિર પહોંચ્યા જ્યા અંદર પ્રવેશતા પુજારીજીએ પહેરવેશ જુદો જોઈ રોક્યા અને તેમણે વિનંતી કરી પણ જવા ન દીધા એટલે રડતા રડતા તેઓ મંદિરના પગથિયાં ઉપર બેસી પડ્યા ભૂખ્યા તરસ્યા રસખાનને પ્રેમે વશ થઇ જાતી પાતીના ભેદ વગર ત્રીજા દિવસે ભગવાને દર્શન આપ્યા અને ખાવાને પોતાના ભોગ માટે આવેલી ચાંદીની વાટકીના દૂધ અને ભાત આપ્યા અને પુજારીજીને દર્શનની ખાતરી થતા તેમણે પણ ક્ષમા માંગી અને ભક્તિમાં ભગવાન અને ભક્ત વચ્ચે ફક્ત અને ફક્ત પ્રેમનું સ્થાન છે તે સાબિત કર્યું.
બીજી વાત એવી છે કે રસખાન ને કામ પર જતા પહેલા પાન ખાવાની આદત હતી,એટલે તે પાનના ગલ્લા ઉપર કામ પર જતા પહેલા પાન લેવા જતા.એક વખત પાનના ગલ્લાના માલિકે લડ્ડુ ગોપાલની સુંદર છબી સાફ કર્યા પછી મૂકી,ખૂબ જ સુંદર ફોટો જોતા જ ગમી જાય તેવો હતો ત્યાં રસખાન પાન લેવા આવ્યા અને તેમની નજર આ સુંદર ફોટા ઉપર પડી,અને અજાયબ થઇ તેમણે પાનના ગલ્લાના માલિકને પૂછ્યું ,
"મહારાજ આ છબી કોની છે ને તે ક્યાં રહે છે ?."
માલિક ને થયું આ ખાન નું ચસ્કી ગયું છે તે ભગવાન ક્યાં રહે છે એમ પૂછે છે,તેને મજાક કરવાની ઈચ્છા થઇ.તેને કહ્યું
"આ લડ્ડૂ ગોપાલ છે " અને તરત ખાન બોલ્યા,
"અરે ભાઈ તેના પગમાં જૂતા પણ નથી ,કાંટા કાંકરા વાગી જાય તો,કોમળ નાજુક બાળક છે "અને પેલાએ કહ્યું
"તો તમે જ લઇ આવો ને "અને તેના કહેવું સાંભળી ખાન તો ઉપડ્યા અને તેના માટે નાની નાની સુંદર જુતી ખરીદી લાવ્યા.અને કહ્યું,
" હવે બતાવો ભાઈ તે ક્યાં રહે છે.હું તેને જુતી પહેરાવી દઉં.એટલે તેના નાજુક પગો સુરક્ષિત રહે."અને પાનવાળો હસ્યો અને બોલ્યો
"તમે જાઓ, જાતેજ શોધી કાઢો મને તો સમય નથી, ઘણું કામ છે." ખાને વિનંતી કરી પણ ખાનના જુતી લાવવાના પાગલપણા માટે તેણે કોઈ જવાબ ના આપ્યો આખરે ખાને ત્યાંથી બીજા બધાને પૂછવાનું ચાલુ કર્યું બધા ખાનને હસતા રહ્યા. એક જણાએ ટીખળ કરતા કહ્યું તમે વ્રજમાં જાઓ એ ત્યાં રહે છે.અને ખાન તો તેના કહેવા ઉપર વિશ્વાસ રાખી બધું જ છોડી વ્રજ તરફ ઉપડ્યા.વ્રજ માં મંદિરનું સ્થાન શોધી તેઓ સીધા અંદર જવા લાગ્યા ત્યાં પુજારીજીએ તેમને રોક્યા પણ ખાને કહ્યું,
" ભાઈ મને જવા દો હું લડ્ડુ ગોપાલને જુતી પહેરાવી તરત પાછો આવી જઈશ," પણ તેમનો જુદો પહેરવેશ જોઈ પૂજારીએ ધક્કા મારી બહાર કાઢી મૂક્યા ,ખાન ખૂબ જ આજીજી કરતા રહ્યા,પણ તેમની આજીજી ઉપર પૂજારી હસતા રહ્યા અને બોલ્યા
"આટલા વર્ષોથી સેવા કરીયે છીએ ,ને જુતી પહેરાવવા આવી પડ્યા."તિરસ્કારથી ખાન ખુબજ રડતા પગથિયાં બેસી રહ્યા,ખાધા પીધા વગર જુતી તરફ જોતા રડતા રહ્યા,બે દિવસ પસાર થઇ ગયા. પણ તે ત્યાંથી ન હઠ્યા ,લોકો પાગલ માની તેમની તરફ જોતા પણ નહિ પણ ત્રીજા દિવસની સવાર થઇ અને જ્યા તેમણે થાક અને ભૂખથી ઘેરી થયેલી તેમની આંખો ખોલી તો તેમના પગ પાસે લડું ગોપાલ ,શામળા સલોના બાળક બેઠેલો જોયો અને તેમના આનંદનો પાર ન રહ્યો,આજુબાજુ જોઈને ખાતરી કરી કોઈ હતું નહિ ફક્ત ફોટામાં જોયેલું સુંદર બાળક આબેહૂબ તેમની સામે હતું.રસખાન બોલ્યા,
"આ જુતી પહેરી લે,કાંટા વાગી જાય" અને ગોપાલે તેનો પગ ઉઠાવ્યો તો તળિયે કાંટા કાંકરાથી ઘાયલ થયેલા જોયા ,
ખાન બોલ્યા,"મેં નહોતું કહ્યું ખુલ્લા પગે કાંકરા વાગી જાય,મને કહ્યું હોત તો હું જૂતા આપી ન જાત "
અને ભગવાન બોલ્યા ,
"તમે જે સ્વરૂપમાં મને યાદ કર્યો તે સ્વરૂપમાં હું હાજર થયો છું,મારુ બચપણ ગોકુલમાં વીત્યું તો ત્યાંથી અહીં આવતા કાંકરા ,કાંટા વાગવાના જ હતા.એટલે જે છબીમાં તમે મને જોયો હું આપની સમક્ષ છું "અને ભગવાનના ભક્ત રસખાન ગદ ગદ થઇ ગયા,આખો અશ્રુ થી ઉભરાઈ ગઈ.ભગવાનના દર્શનનો આ ભાવ તેમના એક પદમાં તેમણે રજુ કરેલો છે જે નીચે મુજબ છે.
બતાઓ કહા મિલેગા શ્યામ.
ચરણપાદુકા લેકર સબસે પૂછ રહે રસ ખાન ..બતાઓ.....
વો નન્હાસા બાલક હૈ,સાવલીસી સુરત હૈ,
બાલ ઘુઘરાલે હૈ ઉનકે,પહેનતા મોર મુકુટ હૈ,
નૈંન ઉસકે કજરાલે,હાથ નન્હેસે પ્યારે,
બાંધે પૈજનિયાં પગમેં, બડે દિલકશ હૈ નજારે,
ઘાયલ કર દેતી હૈ દિલકો ઉસકી એક મુસ્કાન ...બતાઓ.....
સમજમેં આયા જિસકા પતા તું પુછ રહા હૈ,
વો હૈ બાંકે બિહારી જિસે તું ધૂંધ રહાં હૈ,.
કહી વો શ્યામ કહાતા,કહી વો કૃષ્ણ મુરારી,
કોઈ શામળિયા કહેતા,કોઈ ગોવર્ધન ધારી.
નામ હજારો હી હૈ ઉસકે (૨) કઈ જગહ મેં ધામ....બતાઓ....
મુઝે ન રોકો ભાઈ મેરી સમજો મજબૂરી,
શ્યામસે મિલને ભી દો,બહુત હૈ કામ જરૂરી,
સીડીયોપે મંદિરકી ડાલ કર અપના ડેરા,
કભી તો ઘરકે બાહર શ્યામ આયેગા મેરા,
ઇંતેજાર કરતે કરતે હી,(૨)સુબહસે હો ગયી શામ ....બતાઓ....
જાગ કર રાત બિતાઈ,ભોર હોનેકો આઈ,
તભી ઉસકે કાનોમેં કોઈ આહટ સી આઈ,
વો આગે પીછે દેખે ,વો દેખે ડાયે બાયે,
વો ચારોકૉર હી દેખે,નજર કોઈ ના આયે,
ઝૂકી નજર તો કદમોંમેં હૈ હી (૨),બૈઠા નન્હા શ્યામ...બતાઓ....
ખુશીસે ગદ ગદ હોકર ,ગોદમેં ઉસે ઉઠાયા,
લગાકર કે સીનેસે બહુત હી પ્યાર લૂંટાયા,
પાદુકા પહેનાનેકો પાવ જૈસે હી ઉઠાયા,
નજારા ઐસા દેખા કલેજા મુહ કો આયા,
કાટે ચુભ ચુભ કરકે ઘાયલ(૨) હુએ થે નન્હે શામ....બતાઓ...
ખબર દેદે તો તુમ્હારે પાસમેં આતા,
ન પગમેં છાલે પડતે ,ન ચુભતા કોઈ કાંટા,
છબી જૈસી તું મેરી બસાકે દિલમેં લાયા,
ઉસી હી રૂપમેં તુમસે,યહાઁ મૈં મિલને આયા.
ગોકુલસે મૈં પૈદલ આયા,(૨) તેરે લિયે વ્રજધામ,ભાવકે ભૂખે હૈ ભગવાન...ભાવકે ...
શ્યામકી બાતે સુનકાર તભી વો બના દીવાના,
કહા મુજકો ભી દેદો,અપને ચારનોમે ઠિકાનાં,
તું માલિક હૈ દુનિયાકા યે મૈને માંન લિયા હૈ,
લિખૂંગા પદ તેરે હી,આજ સે થામ લિયા હૈ,
શ્યામ પ્રેમરસ બરશા દોનો(૨),ખાન બને રસખાન...ભાવકે....
કાટો પે ચલકે કર રખતે,(૨) અપને ભગતકા માંન...ભાવકે....
વૈષ્ણવ મિત્રો,આ ભક્ત અને ભગવાનની મસ્તી છે,ઝાકી જૈસી ભક્તિ,બસ શ્યામ રંગમાં રંગાઈ જાઓ,શ્યામ તમારી ને મારી ઝોળી ભરવા સદા તત્પર છે.બસ રંગાવાનું કામ આપણું છે.
No comments:
Post a Comment