Sunday, March 18, 2018

કુબેર ભંડારી

કુબેર ભંડારી

SAMA Kubera 1.jpg
લોકમાન્યતા પ્રમાણે કુબેરને ધનના દેવતા માનવામાં આવે છે હજારો વર્ષો પહેલા યજ્ઞદત્ત નામનો સદાચારી બ્રાહ્મણ હતો તે  ખુબજ પવિત્ર હતો તેને ત્યાં તેનો પુત્ર ગુણનિધિ  તેના નામ પ્રમાણે તેના  ગુણ ન હતા તે બહુ જ ખરાબ હતો તે ચોરીઓ કરતો અને લોકોમાં નહિ કરવાના ધંધા કરતો  તેનાથી ત્રાસીને લોકો યજ્ઞદત્તને ફરિયાદ કરતા ,યજ્ઞ દત્ત તેને સમજાવતો અને પુત્ર હોવાથી આજ નહિ ને કાલે સુધરી જશે એમ મન મનાવતો પણ જયારે તેનો ત્રાસ ખુબ વધી ગયો ત્યારે કંટાળીને તેને ઘરમાંથી બહાર કાઢી મુક્યો પછી ગુણનિધિ રખડતો ભીખ માંગીને કે ચોરી કરીને પેટ ભરતો .એક વખત તેને ખાવા કઈ જ ન મળ્યું તો તેણે કેટલાક માણસો મંદિરના પ્રસાદની સામગ્રી લઈને શિવ મંદિર તરફ જતા  જોયા તે ચુપકીદીથી તેમની પાછળ જઈ
શિવ મંદિરમાં પાછળના ભાગે છુપાઈ ગયો રાત પડી એટલે પૂજારી તેમજ બીજા બધા મંદિરમાં જ સુઈ ગયા
તે  મોકો મળતા મંદિરમાં ગયો. મંદિરમાં અંધારું હતું એટલે કઈ જ દેખાતું ન હતું તો તેણે તેના શરીરં પરનું કપડું સળગાવ્યું અને ખાવાનું શોધવા લાગ્યો પણ જેવું કપડું સળગાવ્યું તો દેવાધિદેવ ભોળાનાથને લાગ્યું મારા માટે મારા ભક્તે દીપમાળા પ્રગટાવી તો તે ખુબ પ્રસન્ન થયા અને પરિણામે મંદિરમાં તેજ છવાઈ ગયું પણ ગુણનિધિ  તો ખાવાનું શોધતો હતો તેને કોઈ અસર ન થઇ તે તો ચોરી છુપીથી જે મળ્યું તે ખાઈને નીકળી ગયો પણ ત્યાર પછી તે એક વખત ચોરી કરતા પકડાઈ ગયો તો ત્યાંના રાજાએ તેને દેહદંડની સજા ફટકારી, તે સમયમાં બ્રાહ્મણ કે જેનું કામ શિક્ષા આપવાનું હોય ને ચોરી કરી ખોટું કામ કરે તો મોટી સજા થતી આમ તેને  ફાંસી આપવામાં આવી જયારે તે મરી ગયો તો યમદૂતો તેને લઈને યમલોકમાં લઇ  જવા મંડ્યા તો શિવજીને પોતાના ભક્તની ચિંતા થઇ તરત શિવદૂતોને મોકલી તેને યમદૂતો પાસેથી છોડાવ્યો અને શિવદૂતો તેને શિવલોકમાં લઇ ગયા.
ત્યાં શિવ ગણોના સંગથી તેનો આત્મા પવિત્ર થઇ ગયો અને  દિવ્ય ભોગો ભોગવી ઉમા મહેશ્વરનું સેવન કર્યું,પછી નસીબજોગે તેનો જન્મ કલિંગ દેશના રાજાને ત્યાં થયો ત્યાં નામ પડ્યું દમ,પણ પૂર્વ જન્મના પ્રભાવે તે બાળપણથી શિવ સેવામાં લાગ્યો,યુવાવસ્થામાં પિતાજીના મૃત્યુ પછી તે રાજા બન્યો,અને સતત શિવજીનો પ્રચાર કરતો રહ્યો,રાજા દમ બધા લોકોને શિવ મંદિરમાં દીપમાળા પ્રગટાવવાનું વિશેષ મહત્વ આપ્યું,અને આમ શિવાલયો બનાવવા તેમજ ધર્મનો ખુબજ પ્રચાર થયો આથી ભગવાન શંકર ખુબજ પ્રસન્ન થયા.

પછી બ્રહ્માના જે દસ માનષ પુત્રો થયા તેમાં તેમના એક માનષ પુત્ર પુલશ્યથી વિશ્ર્વા થયા અને તેનો પુત્ર વૈશ્રવણ અથવા કુબેર તેણે મહાદેવની ખુબજ તપષ્યા કરી ભગવાન શિવ ઉમા સાથે પ્રસન્ન થઇ વર માંગવા કહ્યું પણ પાર્વતીજીનું   ગૌર રૂપ જોઈ તે પ્રભાવિત થયો અને એકીટસે પાર્વતીને જોવા મંડ્યો,ઘુર  ઘૂરથી  જોતા પાર્વતીજી ગુસ્સે  થયા અને તેથી તેની ડાભી આંખ ફૂટી ગઈ,આથી શંકર ભગવાને પાર્વતીજીને શાંત કરતા કહ્યું દેવી તે તમારો પુત્ર છે,તેની દ્રષ્ટિમાં કોઈ દોષ નથી તેને પ્રેમ કરો,ક્રુરતાથી ન જુઓ તે તેની રીતે આપના વખાણ જ કરે છે.આથી તેઓ બ્રાહ્મણ કુમાર ઉપર શાંત થયા શિવજીએ પ્રસન્ન થઇ તેને વરદાન આપ્યું તું યક્ષ,કિન્નર તથા રાજાઓનો રાજા થઈશ,તે મારી એવી તપષ્યા કરી છે કે હું તારી સાથે રહીશ.તારી અલ્કાપુરીની પાસે હું કૈલાશમાં   નિવાસ કરીશ.તેની
જમણી આંખ પીળી હતી એટલે તે પિંગલ નેત્ર વાળો કહેવાયો,માં પાર્વતી પણ પ્રસન્ન થયા અને કહ્યું ઈર્ષ્યા કરવાથી તું કુબેર નામથી પ્રસિદ્ધ થઈશ  વરદાન આપી મહેશ પાર્વતી કૈલાશમાં વસવા ગયા.


કુબેર મંત્ર (કેટલીક વેબ સાઈડના આધારે.)
ૐ શ્રીમ ૐ હ્રિમ શ્રીમ હ્રિમ ક્લીન શ્રીમ કલીં વિત્તેશ્વરાય નમઃ

કુબેર યંત્ર (કેટલીક વેબ સાઈડના આધારે.)
|૨૭|૨૦|૨૫|
|૨૨|૨૪|૨૬|
|૨૩|૨૮|૨૧|

કુબેર ભંડારી નું મંત્ર જાપ અને ધૂપ દીવો કરી એક ચિત્તથી ધ્યાન કરવાથી તેમની અસીમ કૃપા જરૂર ઉતરે છે.

શ્રી કુબેર ભંડારી દેવની જય.


જય શ્રી કૃષ્ણ.
રજુઆત :મહેન્દ્ર ભટ્ટ.

No comments:

Post a Comment