કનકાઈ બાવની
ધ્યાન
દીપશિખા મુંડ લસે કરનીચલામા,
ત્રિશુલઘંટા વચલા કરમાં વિરાજે.
ઊંચા દ્વિહસ્તે કમલે શુભ પાશાકુશ,
એવા નમુશ્રી કનકાઈમાં ત્રિશક્તિ સ્વરૂપ.
જય કનકાઈમાં અતીકૃપાલ,ગીરમાં તું એકજ પ્રતિપાળ,
કનકસેનને કરી નિમિત્ત,પ્રગટી ગીર મધ્યે નિશ્ચિત -2
જંગલ મધ્યે તારો વાસ, પશુપંખી કરે તારા ગાન,
ગાંધીગુર્જર મહેતાને આહીર,ઉનેવાળોની કુળદેવી સાક્ષાત-4
ગીર સોરઠના ઈકોતેર કુળ, માતુ સૌનું આધારમૂળ
અંતર્યામી સતચિત સુખ,બહાર પતભુજા સન્મુખ-6
ક્યાય ચર્તભૂજ અષ્ટભુજસાર,અનંત બાહુ તું નિર્ધાર,
સકલ બ્રહ્માંડની સર્જન હાર,ભક્તોની તું તારણહાર-8
સહસ્ત્ર નામે નામી એક,માં અંબા કનકાઈ એક
વંદુ તુજને વારંવાર,દેવ દાનવ પણ તારા બાળ-10
શૈલપુત્રી શક્તિ અપાર,ગૌરી શિવા જગદાધાર,
લક્ષ્મી કાળી વિદ્યાનો અવતાર,શરણાગતની તારણહાર-12
સમરું તુજને વારંવાર,માતુ સારા જગનો આધાર,
ચરિત તારા દિવ્ય અનંત,વર્ણવે કો તે સર્વે અંત-14
પૂર્વે સૂણી બ્રહ્માકેરો સાદ,પ્રગતિ માયારૂપે સાક્ષાત,
વિસ્તારી માયા દિતિ સુત,વિષ્ણુ કરે હણાવ્યો તૂર્ત-16
મહીસાસુરથી ત્રાસ્યા દેવ,કીધી મહેર ત્યાં તત્ખેવ,
સિંહ પર થયા સવાર,કરવા દેવોનો ઉધ્ધાર-18
હસ્તે ધર્યું શુળ પ્રચંડ,હણવા મહિસાસુર પ્રચંડ,
કીધો એનો ઘાત,મહિસાસુર મર્દિની જગવિખ્યાત-20
પુરણ કરવા દેવનકાજ,દોડી આવે તું સાક્ષાત
ધરીને બહુ રૂપ અરૂપ,સંહારે દાનવ કુલ કુરૂપ-22
અવની પર લીલા કરી અનેક,વર્ણવે કો તે સર્વે છેક,
વર્ણન કરતા થાકે વ્યાસ,હું તારો નાનો બાળક રાંક-24
વણિક સ્ત્રીનો માંદો ભરથાર,જીવન દીધું તે નિર્ધાર,
અંગપીડા કીધી દુર ચરણના મટાડયા શુળ-26
ચારણ રૂપ ધારી એક,આશા એની પુરણ કરી છેક
પહોચાડી શ્રી મંદિર ધામ,કીધા એના પુરણ કામ-28
બ્રાહ્મણ બાળે કર્યો પોકાર,આવો માં મારે ગામ
મુખડું જોવા તલસે મન,ચંદ્ર વિણ જેમ ચકોર-30
દોડી આવું હું તારી પાસ,મારી તારી એકજ આશ
સુણી બાળક કેરો સાદ,કૃપા કીધી તે અગાધ-32
દીધી રિદ્ધિ સિદ્ધિ અપાર,અંતે લક્ષ્મીનો વરસાદ
જોઈ દ્વિજ કેરો સ્નેહ,ફૂલથી ફોરી થઈ તું નિસંદેહ-34
ધામ ધૂમ ને શોભા અપાર,જોઈ રહ્યો સકળ સંસાર
સ્વયં આસન લીધું તે,પરચાના શું વર્ણન થાય-36
જેની વારે ચડે માં સાક્ષાત ,મનુજ ગણની તે શી વિસાત
ભક્તની તું ટાળે ભીડ,જાતપાતની તને ન ચીડ-38
લગાડ તારી ભક્તિનો રંગ,છૂટેના તારો સંગ
ગુણ ગાતા થાકુના લેશ,બાળક તારો બહુકૃતવેષ-40
એવી કરજો કૃપા અગાધ,બાળકની ભૂલો કરજો માફ
અંતરથી ઉઠે એવો નાદ,સાંભળજે માં મારો સાદ-42
જે જન આવે તારે ધામ,થાજો એનો અંતરે વ્રીશ્રામ
પ્રેમ થકી દર્શન જે નિત કરે,નિશ્ચે તેના ભાગ્ય ફરે-44
રિદ્ધિ સિદ્ધિ યશ અપાર મળે,તન મનની પીડા સાવ ટળે
સંતતિહીનની ભક્તિ ફળે,ખોળાનો ખુંદનાર મળે-46
કોડીલી કન્યાના કોડ ફળે,મનગમતો ભરથાર મળે
અધમ ઉધારણ તારું નામ,સ્મરણ કરતા સુધરે કામ-48
ભાવથકી જે ભક્તિ કરે,કુળ કુટુંબમાં સૌનો નેહ વધે,
ભણે બાવની આ સવાર સાંજ,ધૂપ કે દીપ કરી નિર્ધાર-50
રાગ દ્વેષ સૌ એના જાય,મનોકામના પુરણ થાય
અંતરથી અવાજ કરી બોલો શ્રી જયમાં કનકાઈ-52
કનકેશ્વરી માતાકી જય
No comments:
Post a Comment