Saturday, June 28, 2014

મારા ઘટમાં બિરાજતા........(ભજન)


મારા ઘટમાં બિરાજતા........(ભજન)


 

મારા ઘટમાં બિરાજતા શ્રી નાથજી,યમુનાજી, શ્રી મહાપ્રભુજી,

મારું મનડું છે ગોકુલ વુંન્દ્રાવન,મારા તનનાં આંગણીયામાં

તુલસીના વન, મારા પ્રાણજીવન- મારા ઘટમાં।...........

મારા આતમને આંગણે શ્રી મહાકૃષ્ણજી,

મારી આંખો વિષે ગિરિધારી રે ધારી,

મારું તન મન ગયું.....,મારું તન મન ગયું જેને વારી રે વારી

મારા શ્યામ મોરારી,-મારા ઘટમાં.......

મારા પ્રાણ થકી મને વૈષ્ણવ વાલા,

નિત્ય કરતા શ્રીનાથજીને કાલા રે વાલા

મેં તો વલ્લભ પ્રભુજીના કીધા છે દર્શન

મારું મોહી લીધું મન -મારા ઘટમાં.......

હું તો નિત્ય વિઠ્ઠલ વરની સેવા રે કરું,

હું તો આઠે શમા કેરી ઝાંખી રે કરું,(2)

મેં તો ચિતડું.... મેં તો ચિતડું,શ્રીનાથજીને ચરણે ધર્યું,

જીવન સફળ કર્યું -મારા ઘટમાં.....

મેં તો ભક્તિ માર્ગ કેરો સંગ રે સાંધ્યો,

એ.. મેતો પુષ્ટિ માર્ગ કેરો સંગ રે સાંધ્યો,

મને ઘોર કીર્તન કેરો રંગ રે લાગ્યો,

મેં તો લાલાની લાલી કેરો નંગ રે માંગ્યો,

હીરલો હાથ લાગ્યો-મારા ઘટમાં.....

હે આવો જીવનમાં લાવો ફરી કદી ન મળે,

વારે વારે માનવ દેહ કદી ન મળે,

ફરો લાખ રે ... ફેરો લખ રે ચોર્યાસીનો મારો રે ફળે,

મને મોહન મળે-મારા ઘટમાં........

મારી અંત સમય કેરી સુણો રે અરજી,(2)

લે જો શ્રીજી બાવા શરણોમાં દયા રે કરી,

મને તેડાં..... મને તેડાં રે યમ કેરા કદી નાં આવે,

મારો નાથ તેડાવે- મારા ઘટમાં.......

મારું મનડું છે ગોકુલ વુંદ્રાવન,

મારા તનનાં આંગણીયામાં તુલસીના વન,

મારા પ્રાણજીવન-મારા ઘટમાં.....

શ્રી નાથજી બોલો।...,શ્રી યમુનાજી બોલો....(2)

 
,

જય શ્રી કૃષ્ણ.,


No comments:

Post a Comment