Thursday, September 19, 2013

મુશ્કેલી જ્યારે પડે.......

મુશ્કેલી જ્યારે પડે ત્યારે તને યાદ કરું,
સુખમાં હું વિસરું તને,દુઃખમાં હું યાદ કરું,
મુંડી હોય જ્યારે બે પૈસાની,બની જાઉં ત્યારે બહુ અભિમાની,
જ્યારે ખાવાના સાંસા પડે ત્યારે તને યાદ કરું,મુશ્કેલી........
યૌવન જ્યારે અંગમાં છલકે,ગજ ગજ ફૂલે મારી છાતી,
જ્યારે કાયામાં કીડા પડે ત્યારે તને યાદ કરું,મુશ્કેલી......
સાથે હોય જ્યારે બે સંગાથી,ગજ ગજ ફૂલે મારી છાતી,
જ્યારે એકલડું મરવું પડે,ત્યારે તને યાદ કરું,મુશ્કેલી.......
 
 

જય શ્રી કૃષ્ણ.  

No comments:

Post a Comment