Saturday, December 18, 2021

શ્રી દત્તાત્રેય જયંતીની શુભકામના


શ્રી દત્તાત્રેય જયંતીની સહુ દત્ત ભક્તોને શુભકામના 


માગશર માસની પૂર્ણિમાએ ભગવાન દત્તાત્રેયનો જન્મોત્સવ મનાવવામાં આવે છે શાસ્ત્રો પ્રમાણે આ તિથિએ પ્રદોષકાળમાં ભગવાન દત્તાત્રેયનો જન્મ થયો હતો.

ભગવાન દત્તાત્રેય ગુરુવંશના પ્રથમ ગુરુ સાધના કરનારા યોગી હતા. ત્રિદેવોની શક્તિ તેમનામાં હતી.શૈવ મતવાળા તેમને શિવજીનો અવતાર,વૈષ્ણવ તેમને વિષ્ણુનો અવતાર બતાવે છે.

જુદા જુદા ધર્મગ્રંથોમાં તેમની જુદી જુદી ઓરખ બતાવાઈ છે.તેમને બ્રહ્મા,વિષ્ણુ અને મહેશનો ભેગો અવતારનું રૂપ બતાવાયું છે ક્યાંક તેમને બ્રહ્માજીના માનસપુત્ર ઋષિ અત્રિ અને અનસૂયાના પુત્ર બતાવવામાં આવ્યા છે.તેમના ભાઈ ચંદ્ર દેવતા અને ઋષિ દુર્વાશા છે.ક્યાંક એવું પણ જાણવા મળે છે કે તેઓ વિષ્ણુ ભગવાનના અંશ અવતાર હતા તેમણે જીવનમાં ગુરુના મહત્વને બતાવ્યું છે ગુરુ વગર ન જ્ઞાન મળી શકે છે ન ભગવાન હજારો સાલો સુધી ઘોર તપસ્યા કરીને તેમણે પરમ જ્ઞાનની પ્રાપ્તિ કરી અને તેજ જ્ઞાન પોતાના શિષ્યોમાં વહેંચી એ પરંપરાને આગળ વધારી.

ગુરુ દત્તાત્રેયે દરેક નાની મોટી વસ્તુમાં જ્ઞાન પ્રાપ્ત કર્યું.તેમણે પોતાના જીવનમાં મુખ્યત્વે ૨૪ ગુરુ બનાવ્યા જે કીટાણુ,પતંગિયા,જાનવર,માણસ વગેરે હતા.

તેમના ૨૪ ગુરુ કોણ કોણ હતા અને તેઓથી આપણે શું શીખી શકીયે.

પૃથ્વી : સહનશીલતા અને પરોપકારની ભાવના પૃથ્વીથી શીખી શકીયે છીએ.પૃથ્વી પાર લોકો કેટલાય પ્રકારના આઘાત કરે છે,કેટલાય પ્રકારના ઉત્પાત થાય છે,કેટલાય પ્રકારના ખનન કાર્ય થાય છે પરંતુ પૃથ્વી દરેક આઘાતને પરોપકારની ભાવનાથી સહન કરે છે.

પિંગલા વેશ્યા : પિંગલા નામની વેશ્યાથી ભગવાન દત્તાત્રેયે સબક લીધો કે ફક્ત પૈસા માટે જીવવું ન જોઈએ.પિંગલા પૈસા મેળવવા માટે કોઈ પણ પુરુષ સામે એવી નજરથી જોતી હતી કે તે ધનવાન છે અને તેની પાસેથી ધન મળશે.ધનની કામનાથી તે સુઈ શકતી ન હતી.જયારે એક દિવસ પિંગલા વેશ્યાના મનમાં વૈરાગ્ય જાગ્યો ત્યારે તેને સમજાયું કે પૈસામાં નહિ પણ પરમાત્માના ધ્યાનમાં સાચું સુખ છે ત્યારે તેને સુખની ઊંઘ આવી.

કબૂતર : કબૂતરોનું જોડું બચ્ચાને જાળમાં ફસાયેલા જોઈને જાતે પણ જાળમાં ફસાઈ જાય છે.તેનાથી તે બોધ મળે છે કે કોઈથી વધારે પડતો મોહ દુઃખનું કારણ બને છે.

સૂર્ય : સૂર્યથી દત્તાત્રેય શીખ્યા કે જેવી રીતે એકજ હોવા છતાં સૂર્ય જુદા જુદા માધ્યમોથી જુદો જુદો દેખાય છે.આત્મા પણ એક જ છે પણ કેટલાય રૂપોમાં દેખાય છે.

વાયુ : જેવી રીતે સારી અથવા ખરાબ જગ્યાએ જવા છતાં પણ વાયુનું  મૂળ રૂપ સ્વચ્છતા જ છે.તેવી રીતે સારા અથવા ખરાબ લોકો સાથે રહેવા છતાં પણ આપણે આપણું સારાપણું છોડવું ન જોઈએ.

હરણું: હરણ કૂદાકૂદ,મજા મસ્તીમાં એવું ખોવાઈ જાય છે કે તેને પોતાની આજુબાજુ વાઘ કે બીજા હિંસક પ્રાણી હોવાની ખબર પડતી નથી અને તે માર્યું જાય છે.તેનાથી એ શીખવા મળે છે કે આપણે ક્યારેય મોજ મસ્તીમાં બેપરવા રહેવું ન જોઈએ.

સમુદ્ર : જીવનની ભરતી ઓટ માં પણ ખુશ અને ગતિશીલ રહેવું જોઈએ.

પતંગિયું : જેમ પતંગિયું આગ કે દીવાની જ્યોત તરફ આકર્ષાય સળગી જાય છે.એવી રીતે રૂપ રંગના આકર્ષણમાં અને જુઠા મોહમાં બહેકી જવું ન જોઈએ.

હાથી : હાથી હાથીણીના સંપર્કમાં આવતા જ તેના તરફ આસક્ત થઇ જાય છે.હાથીથી શીખવા મળે છે કે સન્યાસી અને તપસ્વી પુરુષે સ્ત્રીથી ખુબ દૂર રહેવું જોઈએ.

આકાશ : દત્તત્રેયે આકાશથી શીખ્યું કે દરેક દેશ,કાળ,પરિસ્થિતિમાં લગાવથી દૂર રહેવું જોઈએ.

પાણી : દત્તાત્રેયે પાણીથી શીખ્યું કે આપણે કાયમ પવિત્ર રહેવું જોઈએ.

છાપરામાંથી મધ કાઢનારા : મધ માખીઓ મધ ભેગું કરે છે અને એક દિવસ મધ કાઢનારો છાપરામાંથી બધુજ મધ લઇ જાય છે.એ વાતથી શીખવા મળે છે કે જરૂરતથી વધારે વસ્તુઓ ભેગી કરીને રાખવી ન જોઈએ.

માછલી : આપણે સ્વાદથી લોભી ન થવું જોઈએ.માછલી કોઈ કાંટામાં ફસાવેલા માસને ખાવા જાય છે અને અંતે પ્રાણ ગુમાવે છે.આપણે સ્વાદને બહુ મહત્વ ન આપવું જોઈએ,એટલુંજ ખાવું જેટલું આપણી તબિયત માટે અનુકૂળ હોય.

કુરર પક્ષી : કુરર પક્ષીથી શીખવું જોઈએ કે ચીજોને પાસે રાખવાનો વિચાર છોડી દેવો જોઈએ.કુરર પક્ષી માસના ટુકડાને ચાંચમાં દબાવ્યા કરે છે પણ તેને ખાતું નથી.જયારે બીજા બળવાન પક્ષી તે માસના ટુકડાને જુએ છે તો તે કુરર પાસેથી ઝૂંટવી લે છે માસનો ટુકડો છોડ્યા પછી જ કુરરને શાંતિ મળે છે.

બાળક : નાના બાળકથી શીખ્યા કે હંમેશા ચિંતામુક્ત અને પ્રસન્ન રહેવું જોઈએ.

આગ: આગ પાસેથી દત્તાત્રેયે શીખ્યું કે કોઈ પણ હાલત હોય અમારે તે હાલતમાં ઢળી જવું ન જોઈએ.આગ જુદા જુદા લાકડાઓની વચ્ચે રહેવા છતાં પણ એક જેવીજ દેખાય છે.અમારે પણ દરેક હાલતમાં એક જેવું  જ રહેવું જોઈએ.

ચંદ્રમા : આત્મા લાભ હાનિથી દૂર છે તેમ જ જેમ ઘટવા કે વધવા થી પણ ચંદ્રમાની ચમક અને ઠંડક બદલાતી નથી હંમેશા એક જેવી જ રહે છે.આત્મા પણ કોઈ પણ પ્રકારના લાભ કે હાનિથી બદલાતી નથી.

કુમારી કન્યા : કુમારી કન્યાથી શીખવું જોઈએ કે એકલા રહેવા છતાં કામ કરતા રહેવું જોઈએ અને આગળ વધતા રહેવું જોઈએ.દત્તાત્રેયે એક કુમારી કન્યા જોઈ જે અનાજ ખાંડી રહી હતી.અનાજ ખાંડતી વખતે તેની બંગડી અવાજ કરી રહી હતી.બહાર મહેમાન બેઠા હતા તેને બંગડીના અવાજથી પરેશાની થતી હતી.ત્યારે તે કન્યાએ  બંગડીનો અવાજ બંધ કરવા બંગડી જ તોડી નાખી,બંને હાથોમાં બસ એક એક બંગડી રહેવા દીધી.તેના પછી તે કન્યાએ અવાજ કર્યા વગર અનાજ ખાંડી લીધું.અમારે પણ બીજાને પરેશાન કર્યા વગર અને શાંત રહીને કામ કરતા રહેવું જોઈએ.

શરકૃત અથવા તીર બનાવનાર : અભ્યાસ અને વૈરાગ્યથી મનને વશમાં રાખવું જોઈએ.દત્તાત્રેયે એક તીર બનાવનારને જોયો જે તીર બનાવવામાં એટલો મશગુલ હતો કે તેની પાસેથી રાજાની સવારી નીકળી ગઈ પણ તેનું ધ્યાન ભંગ ન થયું.

સાપ : દત્તાત્રેયે સાપથી શીખ્યા કે કોઈ પણ સન્યાસીએ એકલા જ જીવન પસાર કરવું જોઈએ.સાથે જ ક્યારે પણ એક સ્થાને રોકાઈને ન રહેવું જોઈએ.બધી જગ્યાથી જ્ઞાન ભેગું કરવું જોઈએ અને જ્ઞાન વહેંચતા રહેવું જોઈએ.

કરોળિયો: કરોળિયાથી દત્તાત્રેય  શીખ્યા કે ભગવાન માયાજાળ રચે છે અને તેને મિટાવી દે છે.જેવી રીતે કરોળિયો જાળ બનાવે છે તેમાં ફરે છે અને છેલ્લે જાતેજ ગળી જાય છે.બસ તેમ જ ભગવાન પણ માયાથી સૃષ્ટિની રચના કરે છે અને છેલ્લે તેને સમેટી લે છે.

ભૃંગી જંતુ : આ જંતુથી દત્તાત્રેય શીખ્યા કે સારી હોય કે ખરાબ,જ્યાં જેવા વિચારમાં મન લગાવશું,મન તેવુંજ થઇ જાય છે.

ભમરો અથવા મધમાંખી : ભમરાથી દત્તાત્રેય શીખ્યા કે જ્યાં સાર્થક વાત શીખવા મળે તેને ગ્રહણ કરી લેવી જોઈએ.જેમ ભમરા અને મધમાંખી જુદા જુદા ફૂલો પરથી પરાગ લઇ લે છે.

અજગર : અજગરથી શીખ્યા કે અમારે જીવનમાં સંતોષી થવું જોઈએ.જે મળી જાય તેને ખુશીથી સ્વીકારી લેવું જોઈએ.

 શ્રી ગુરુ દત્તાત્રેયની કથા 

હિન્દૂ ધર્મમાં ભગવાન દત્તાત્રેયને ત્રિદેવ બ્રહ્મા,વિષ્ણુ અને મહેશનું એક રૂપ માનવામાં આવ્યું છે.ધર્મગ્રંથો પ્રમાણે શ્રી દત્તાત્રેય ભગવાન વિષ્ણુના છઠ્ઠા અવતાર છે.તે આજન્મ બ્રહ્મચારી અને અવધૂત રહ્યા એટલે તેઓ સર્વવ્યાપી કહેવાયા.એજ કારણ છે કે ત્રણેય ઈશ્વરી શક્તિઓથી સમાહિત ભગવાન દત્તાત્રેયની આરાધના ખુબ જ સફળ,સુખદાયી અને તરત ફળ આપનારી માનવામાં આવે છે.મન,કર્મ અને વાણીથી કરેલી ઉપાસના ભક્તને દરેક મુશ્કેલીઓથી મુક્તિ અપાવે છે.

કહેવામાં આવે છે કે ભગવાન ભોલેનું સાક્ષાત રૂપ દત્તાત્રેયમાં મળતું હતું.જયારે વૈદિક કર્મોનો,ધર્મોનો તથા વર્ણવ્યવસ્થાનો લોપ થયો ત્યારે ભગવાન દત્તાત્રેયે તે બધાનો પુનરુદ્ધાર કર્યો હતો.હૈહયરાજ અર્જુને પોતાની સેવાઓથી તેમણે પ્રસન્ન કરીને ચાર વર મેળવ્યા હતા.

પહેલું બળવાન,સત્યવાદી,મનસ્વી,આદોષદર્શી તથા સહભૂજાવાળા બનવાનું,બીજું જરાયુજ તથા અંડજ જીવોની સાથે સાથે આખુંય જગતનું શાસન કરવાના સામર્થ્યનું ,ત્રીજું દેવતા, ઋષિયો,બ્રાહ્મણો વગેરેનું યજન કરવું,તથા શત્રુઑનો સંહાર કરી શકવાનું અને ચોથું ઇહલોક,સ્વર્ગલોક અને પરલોક વિખ્યાત અનુપમ પુરુષને હાથે માર્યા જવાનું.

એકવાર માતા લક્ષ્મી,પાર્વતી તથા સરસ્વતીને પોતાના પતિવ્રતનું ખુબ જ અભિમાન થઇ ગયું.ભગવાને તેમના અહંકારને દૂર કરવાને માટે લીલા રચી.તે પ્રમાણે એક દિવસ નારદજી ફરતા ફરતા દેવલોક પહોંચ્યા અને ત્રણેય દેવીઓને વારંવાર જઈને કહ્યું કે ઋષિ અત્રિની પત્ની અનસૂયાની સામે આપનું સતીત્વ કૈજ નથી.

ત્રણેય દેવિયોએ એ વાત પોતાના પતીયોને બતાવી અને તેમને કહ્યું કે અનસૂયાના પતિવ્રતની પરીક્ષા કરે.ત્યારે ભગવાન શંકર,વિષ્ણુ અને બ્રહ્મા સાધુ વેશમાં અત્રિ ઋષિના આશ્રમે આવ્યા. મહર્ષિ અત્રિતે વખતે આશ્રમમાં ન હતા.ત્રણેયે દેવી અનસૂયા પાસે ભિક્ષા માંગી અને તે પણ કહ્યું કે આપે નિર્વસ્ત્ર થઈને અમોને ભિક્ષા આપવી પડશે.

 અનસૂયા પહેલા તો એ સાંભળીને ચોકી ગયા,પણ પછી સાધુઓનું અપમાન ન થાય તે ડરથી તેમણે પોતાના પતિનું સ્મરણ કર્યું અને કહ્યું કે જો મારો પતિવ્રત ધર્મ સત્ય છે તો આ ત્રણેય સાધુ છ છ માસના બાળક બની જાય.

એવું બોલતાંજ ત્રિદેવ બાળક બનીને રડવા લાગ્યા,ત્યારે અનસૂયાએ માતા બનીને તેમને ખોળામાં લઇ સ્તનપાન કરાવ્યું અને પારણામાં ઝુલાવવા લાગ્યા.જયારે ત્રણેય દેવો પોતાના સ્થાન પર ન પહોંચ્યા તો દેવિયો પરેશાન થઇ ગઈ.ત્યારે નારદે ત્યાં આવી બધી વાત બતાવી.ત્રણેય દેવીઓ અનસૂયા પડે આવ્યા અને ક્ષમા માંગી.ત્યારે દેવી અનસૂયાએ ત્રિદેવને તેમના પૂર્વ રૂપમાં ફેરવી દીધા.

પ્રસન્ન થઇ ત્રિદેવે તેમને વરદાન આપ્યું કે અમે ત્રણેય પોતાના અંશથી આપના ગર્ભથી પુત્ર રૂપથી જન્મ લઈશું.ત્યારે બ્રહ્માના અંશથી ચંદ્રમા,શંકરના અંશથી દુર્વાશા અને વિષ્ણુના અંશથી દત્તાત્રેયનો જન્મ થયો.કાર્તવીર્ય અર્જુન 

(કૃતિવર્યનો મોટો પુત્ર ) ના દ્વારા શ્રી દત્તાત્રેયે લખો વર્ષો સુધી લોક કલ્યાણ કરાવ્યું હતું.કૃતિવર્ય હૈહયરાજ નું મૃત્યુ ના ઉપરાંત તેનો પુત્ર અર્જુનનો રાજ્યાભિષેક થવાથી ગર્ગ મુનિએ તેને કહ્યું હતું કે તારે દત્તાત્રેયનો આશ્રય લેવો  જોઈએ કેમકે તેમના રૂપમાં વિષ્ણુએ અવતાર લીધો છે.

એવી માન્યતા છે કે ભગવાન દત્તાત્રેય ગંગાસ્નાન માટે આવે છે માટે ગંગા મૈયાના કિનારે દત્ત પાદુકાની પુંજા કરવામાં  આવે છે.ભગવાન દત્તાત્રેયની પુંજા મહારાષ્ટ્રમાં ધૂમધામથી કરવામાં આવે છે.તેમને ગુરુના રૂપમાં પૂજવામાં આવે છે.

ગુજરાતમાં નર્મદામાં ભગવાન દત્તાત્રેયનું મંદિર છે જ્યાં સતત ૭ હપ્તા સુધી ગોળ,મગફળીનો પ્રસાદ આપવાથી બેરોજગાર લોકોને રોજગાર પ્રાપ્ત થાય છે.

દત્તાત્રેયનો મંત્ર છે 

ૐ દ્રામ દત્તાત્રેયાય નામ : !!


ગુરુદેવ દત્ત 


(એક પબ્લિશ  લેખ પરથી ટૂંકમાં દત્ત જયંતિ નિમિત્તે )

 




 





No comments:

Post a Comment