એક રાજાની વાત
એક પિતાએ એક વખત એક વેપારી પાસે ૧૦૦૦ રૂપિયા જમા કરાવી, વ્યાજ સાથે સારી રકમ લાંબા સમય પછી મળે જેથી તે પોતાની દીકરીના લગ્ન સારી રીતે કરી શકે વેપારીએ રકમ જમા કરી અને ભરોષો આપ્યો કે તેમને તે પ્રમાણે રકમ મળશે ગામડામાં ભરોષો મોટી વાત હતી વેપારીનું સારું નામ હતું પિતા પણ ખુશ થયા તે ગામડું એક રજવાડામાં આવતું હતું જયારે રાજાની સવારી નીકળે ત્યારે સહુ રાજાને ખુશીથી સલામ આપતા.પ્રજા ખુશ રાજા ખુશ
સમય જતા પિતાની દીકરી મોટી થઇ અને પિતાએ પોતાની ફરજ નિભાવવા તેના લગ્ન કરવાનું નક્કી કર્યું પણ પહેલા વેપારી પાસે મુકેલી રકમ વ્યાજ સાથે ઘણી મોટી થઇ ગઈ હશે જે મેળવવા તેણે વેપારી પાસે જવાનું નક્કી કર્યું જયારે પિતાએ વેપારી પાસે જઈ પોતાની રકમ અંગે રજુઆત કરી તો વેપારીએ તેમને નારાજ કરી કહ્યું,
‘તમારા કોઈ પૈસા અહીં નથી કોઈ લખાણ હોઈ તો બતાઓ ‘ અને પિતાના દિલે ધ્રાસ્કો પડ્યો તેણે વિનંતી કરી શેઠજીને હાથ જોડી કહ્યું,
‘ શેઠજી આપણા ગામમાં ક્યાં કોઈ લખાણ કરે છે જો પૈસા ન મળે તો મારી દીકરીના લગ્ન કેવી રીતે કરીશ એટલા સમય પછી મારી રકમ વધીને ૧૫૦૦ થઇ હોવી જોઈએ શેઠ મહેરબાની કરો, તમારી પણ દીકરી છે,’
પણ શેઠીયાએ કોઈ દાદ ન આપી નિરાશ બાપે ઘરે આવી પોતાની પત્નીને વાત કરી બંને ને ખબર ન પડી શું કરવુંપણ બીજે દિવસે પત્નીએ પતિને કહ્યું શા માટે આ વાત આપણા રાજાજીને ન કરવી
તે જરૂર કોઈ રસ્તો કાઢશે અને પત્નીનો વિચાર સારો લાગતા પતિએ રાજા પાસે જવાનું નક્કી કર્યું બીજે દિવસે રાજાનો દરબાર ભરાયો ત્યાં રૈયતની બધી વાતો રાજા સાંભળતા અને યોગ્ય ન્યાય આપતા જયારે પિતાએ પોતાની વાત દરબારમાં કહી તો એવું પહેલા ક્યારેય થયું ન હતું પણ પિતાની વાત માં સચ્ચાઈ દેખાતા જયારે રાજાની સવારી આવે ત્યારે વેપારીના ઘરની સામે પિતાને ઉભા રહેવાની સલાહ આપવામાં આવી
બીજે દિવસે પિતાએ તે પ્રમાણે કર્યું રાજાની સવારી આવી , બધા લોકોએ સલામી આપી તેમાં વેપારી પણ સામેલ હતો જયારે રાજા પિતા પાસે આવ્યા ત્યારે તેમણે પિતાને પોતાની સાથે બેસવા કહ્યું પેહલા તો પિતાને સંકોચ થયો પણ રાજાના આગ્રહ થી તે બેસી ગયો અને સવારી આગળ નીકળી વેપારીએ આ જોયુંને તેની આંખો ચાર થઇ થોડા આગળ જઈને રાજા બોલ્યા,
‘ હવે તમે ઘેર જઈને નિરાંતે બેસો તમારું કામ થઇ ગયું ‘ પિતા સમજ્યા નહિ પણ રાજાની વાત માથે ચઢાવી ઘેર ગયો ત્યાં તેની પત્નીએ પૂછ્યું એટલે રાજાની વાત તેણે કહી પત્નીને પણ કોઈ સમજ ન પડી પણ રાજા ઉપર ભરોષો રાખી બંને બેઠા થોડીવાર થઇ ત્યાં વેપારી આવ્યો અને હસતા મોઢે બોલ્યો,
‘ મારા ગુમાસ્તા પાસેથી ખબર પડી તમારા ૧૫૦૦ રૂપિયા છે પણ હું તમને બીજા પાંચસો આપું છું જે મારા તરફથી બક્ષીશ હવે દીકરીના લગ્ન ખુશીથી કરો બીજા પૈસાની જરૂર હોય તો કહેજો, રાજાજી ને મારા સલામ કહેજો’અને પૈસા મળતા ખુશ થયેલા કુટુંબને રાજાજીની ખુબ મદદ મળી
આવી રાજાજીની વાતથી એક પિતાનું કામ થઇ ગયું તો પરમ પિતા પરમેશ્વર પણ એક મોટા રાજા જ છે સાચા હશો તો મદદ મળતા વાર નહિ લાગે.
એક બીજા રાજાની વાત,જે રાજા પ્રજાના કોઈ પણ વ્યક્તિ સામે મળે એટલે કોઈને કોઈ કિંમતી ભેટ સામાન વગેરે આપી દે, રાજાની આવી હરકતથી પ્રધાન ખુબ પરેશાન હતા કેમકે રાજા આમ ને આમ કિંમતી વસ્તુઓ લૂંટાવે તો એક દિવસ ખજાનો ખાલી થઇ જાય અને મુશ્કેલીના સમયમાં શું થાય એટલે પોતાની આગવી બુદ્ધિનો ઉપીયોગ કરી તેણે એક વખત રાજાને હિમ્મત કરી કહ્યું, જોકે રાજાને સાચી વસ્તુ યાદ કરાવવાની તેની જવાબદારી હતી,પણ રાજા વાજા ને વાંદરા એટલે સતત તકેદારી રાખવી સારી એ પ્રમાણે તેણે કહ્યું
'મહારાજ,આ પ્રજા આપણી સાથે જોડાયેલી છે અને આપને અપાર પ્રેમ છે પરંતુ જ્યાં ગોળ હોય ત્યાં માખી આવેજ,એટલે આમ ને આમ તો ખજાનો ખાલી થઇ જાય.'રાજાનો મૂડ સારો હતો એટલે પ્રધાનની વાત સાંભળી અને તેના પર વિચારવા લાગ્યા,કઈ બોલ્યા નહિ એટલે પ્રધાનને લાગ્યું કે પોતાની વાત સાચી લાગી.કેટલાક દિવસો પસાર થયા અને અડધી રાતે એક દિવસ રાજા જાગ્યા અને સેવકો પાસે ગોળ મંગાવી પોતાની બેઠકની સામે એક ટેબલ પર મુકાવ્યો,અને પહેરેદારને કહ્યું અત્યારે પ્રધાનજીના આવાસમાં જાઓ અને તેમને બોલાવી લાવો.રાજાના હુકમનું પાલન થયું અને પ્રધાને અનુચરની વાત સાંભળી નવાઈ અનુભવી વિચાર્યું શું થયું હશે કોઈ યુદ્ધની વાત હોય અથવા કોઈ તાત્કાલિક તકલીફની વાત હોય તો જ રાજાજી આવી રીતે બોલાવે એટલે તરત તૈયાર થઇ પ્રધાનજી ત્યાં આવ્યા
રાજા સિંહાસન બેઠા હતા સામે એક ટેબલ ઉપર ગોળ પડ્યો હતો જ્યાં તેમની નજર રાજા સાથે મળી ત્યાં રાજા બોલ્યા,
'પ્રધાનજી જુઓ આ ગોળ ટેબલ પર પડ્યો છે અને એક પણ માખી અહીં નથી.જે તમે કહેલી વાતને ખોટી પડે છે.એ બાબતમાં શું અભિપ્રાય છે.'પ્રધાને મોઢા ઉપર સ્મિત લાવતા કહ્યું,
'પ્રભુ ,ભૂલ ચૂક ક્ષમા,પણ અત્યારે રાત્રી છે રાત્રીના સમયમાં માંખી ક્યાંથી હોય/'
રાજા વિના વિલંબ હસતા બોલ્યા ,
'પ્રધાનજી સાવ સાચી વાત છે,પરંતુ વિચારો કે મારી પણ રાત આવી જશે પછી અંધારા સિવાય બીજો કોઈ અનુભવ થવાનો નથી,ખજાનો અહીં નો અહીં રહી જશે.તમે પ્રજાના ચહેરા તો જુઓ કેટલા આનંદિત છે પછી કોણ આવશે.'રાજાની વાતનો પ્રધાન પાસે કોઈ જવાબ ન હતો.
રજુઆત મહેન્દ્ર ભટ્ટ( એક હિન્દી લેખના આધારે)
No comments:
Post a Comment