Friday, February 9, 2018

રાણી પદ્મિની (પદ્માવતી )

રાણી પદ્મિની (પદ્માવતી)



રાણી પદ્મિની એ ચિતૌડગઢના રાજા રતનસેનની રાણી  હતી,તે ખુબજ સુંદર હતી,જેની તુલના ચંદ્રના તેજની સાથે થતી હતી,રાજાએ એક પોપટની પાસેથી તેની વાત સાંભળી જેનું નામ હીરમાંન  હતું,અને તેની સાથે તે સાત સમુદ્રો પાર કરી  જે ટાપુ પર પહોંચ્યો તે સિલોનમાં હતો,  એવું કહેવાય છે કે તે  ટાપુમાં રાજા ગંધર્વ સેનનું રાજ હતું ,રાણી ચંપાવતી તેની પત્ની હતી,અને તેમની રાજકુમારી પદ્માવતી હતી, રાજકુમારીનો સ્વયંવર રચાતા, તેમાં ભારતમાંથી પણ ઘણા રાજાઓ ભાગ લેવા આવ્યા હતા તેમાં રાજા રતન સેન પણ હતા જ્યા મુલાકાત પછી રતનસેન  તેનો હાથ ગ્રહણ કરવામાં  સફળ થયો હતો,અને ચિતોડ લઇ આવ્યો હતો, ત્યાં રાણીનું પદ પામેલી ખુબજ સુંદર રાણી તેની સુંદરતાને લીધે થોડાજ સમયમાં ખુબ ખ્યાતિ પામી હતી,આમ તો રાજસ્થાનમાં રાજપૂતો તેમની આન બાન અને શાન માટે પ્રાણ ત્યાગ કરતા પણ બિલકુલ ખચકાતા નહિ રાજા રતનસેન એક કુશળ અને બહાદુર રાજા હતો,રાજાના દરબાર માં  રાઘવ ચેતન નામનો સંગીતકાર બ્રાહ્મણ  તે એક જાદુગર પણ હતો એટલે રાજાને ખુબ પ્રિય હતો રાજા લડાઈના સમયમાં ધર્મ તથા સલાહસૂચનોમાં તેનો ઉપીયોગ કરતો પરંતુ  તે એક વખત કાળો જાદુ કરતા પકડાઈ ગયો અને  તેની  બેવફાઈ માટે રાજાએ તેનો દેશનિકાલ કર્યો,અને તેનાથી અપમાનિત થયેલો તે દિલ્હી ગયો તે વખતે મોગલોનું રાજ હતું,દિલ્હીની ગાદી પર અલાઉદ્દીન ખીલજી બિરાજમાન હતો, રાઘવ ચેતન સીધો રાજા પાસે જઈ ન શકે એટલે  ઘણો સમય ત્યાંના જંગલમાં છુપાતો રહ્યો એક વખત સુલતાન શિકાર રમવા આવ્યો ત્યારે તેણે તેની વાંસળીનો જાદુ ઉપીયોગ કરી સુલતાનનો  સંપર્ક કરવામાં સફળ થયો આ પછી સુલતાનને રાણી પદ્મિની ની સુંદરતા થી એવો પ્રભાવિત કર્યો કે સુલતાન રાણીને પામવા આતુર થયો, તેણે થોડા સમયમાંજ ચિતોડ પર મોટા સૈન્ય સાથે ચઢાઈ કરી દીધી,પણ બહાદુર રાજા અને રાજપૂતો તથા મજબૂત કિલ્લામાં જવા તે ત્રણ માસ લડતો રહ્યો પણ કામિયાબ ન થયો તે દરમ્યાન દિલ્હીને સૈન્યની જરૂર પડી અને ખબરદારોએ તે માટે ખુબજ ગંભીરતા બતાવી આથી શું કરવું તેની સલાહકારો સાથે ચર્ચા કરી,તેને ગમે તે રીતે રાણી પદ્માવતીને પામવી હતી એટલે સલાહકારોએ સલાહ આપી રાજા રતનસેન સાથે ભાઇબંધીની  એટલે રાજાને પ્રસ્તાવ મોકલી જવાબની રાહ જોઈ,તેમાં પણ સુલતાનની ચાલ હતી,પણ બહાદુર રાજાએ પોતાના સલાહકારોની સલાહ વચ્ચે તેનો સ્વીકાર કર્યો,સુલતાનનો સતકાર કરી,મહેફિલનું આયોજન કર્યું,વિશ્વાસ થતા સુલતાને રાજાને વિનંતી કરી કે જેને  પામવામાં હું નિષ્ફળ ગયો પણ જતા જતા તેની એક ઝલક પામું કે સુંદરતાની રાણી કેટલી સુંદર છે,તેની વિનંતી રાજપૂતોની શાન બાનથી બિલકુલ શક્ય ન હતી,રાજપૂતોની સ્ત્રી કોઈ પરાયાની સામે ન આવી શકે,છતાં રાજાએ તેની દોસ્તીના માંન માટે  રાણી ને પૂછ્યું પણ રાણીએ તેના આગ્રહ  માટે અરીસામાં પોતાનું પ્રતિબિંબ બતાવવા સંમત થઇ,
પ્રતિબિંબ જોઈને સુલતાન ખૂબ જ પ્રભાવિત થયો,છેલ્લે જતા રાજા સાથે ચર્ચા કરતા કરતા તે કિલ્લાના પગથિયાં ઉતરવા લાગ્યો રાજા ને તેનામાં ખુબ દોસ્તી દેખાઈ અને છેલ્લે તેને કિલ્લા બહાર વિદાઈ આપી જ્યા પહેલેથીજ જંગલમાં છુપાયેલા સુલતાનના સિપાહીઓએ છાપો મારી રાજાને વિશ્વાસઘાટ કરી કેદ કરી લીધો,સુલતાન તેને કેદ કરી દિલ્હી લઇ ગયો,જોત જોતામાં રાણીને ખબર પડી સુલતાનનો સંદેશ આવ્યો કે રાજાને મળવું હોય તો રાણીને તુરંત મોકલી આપવામાં આવે અને રાણીએ પોતાના પતિને છોડાવવાની કસમ ખાધી,રાજપૂતોએ સુલતાને કાવતરું કર્યું તો તેનો જવાબ કાવતરાંથી આપવાનું નક્કી કર્યું,પ્રસ્તાવમાં સોનલગઢના ચંદલ ગોરા અને બાદલની મદદથી રાણીએ ૧૫૦ પાલખી સાથે રાણી સુલતાનને મળવા આવશે પણ પહેલા રાજાને મળશે,સુલતાને મંજૂરી આપતા ૧૫૦ પાલખી સાથે કાફલો સુલતાનના કેમ્પમાં ગયો જ્યા પાલખીમાં રાણીને બદલે રાજપૂતોએ સ્થાન લીધું અને રાજાને જ્યા કેદ રાખ્યો હતો ત્યાં જતાજ રાજપૂતોએ હલ્લો કરી ત્યાંના સૈનિકોને પરાજય કરી મારી નાખ્યા અને રાજાને મુક્ત કરી લઇ આવ્યા,જ્યાં સુલતાનને આ વાતની ખબર પડી એટલે તેણે
તરત મોટા સૈન્ય સાથે ચિતોડ પર હુમલો કર્યો,રાજા તથા તેના વફાદાર સૈનિકોએ કેસરિયા કરી કિલ્લાના દરવાજા ખોલી ખુબ યુદ્ધ કર્યું,પણ  સહુ  લડતા લડતા વીર થઇ ગયા,અને સુલતાન કિલ્લામાં દાખલ થયો પણ રાણી પદ્માવતી તથા રાજપૂત સ્ત્રીઓએ,ચિતા જલાવી પોતાના શૂરવીર પતિઓ પાછળ જોહર કર્યું,અને સુલતાન પદ્માવતીને મેળવવાના પોતાના ખરાબ ઈરાદામાં કામયાબ ન થયો,ઇતિહાસમાં સોળમી સદીની આ ઘટના કોતરાઈ ગઈ.

(એક  ઐતિહાસિક  ઘટના )

રજૂઆત -મહેન્દ્ર ભટ્ટ 

No comments:

Post a Comment