શ્રીમદ ભાગવત ગીતા ૧ થી ૧૮ અધ્યાયોનું ગુજરાતીમાં વાંચન
શ્રી ગીતા માહાત્મ્ય
પૃથ્વી બોલ્યા : હે ભગવાન ! હે પ્રભુ ! હે પરમેશ્વર ! પ્રારબ્ધને ભોગવનારા માણસને પરમેશ્વર ઉપર અનન્ય ભક્તિ કેવી રીતે થાય તે કહો.
શ્રી વિષ્ણુ બોલ્યા : હે પૃથ્વી ! મનુષ્ય પ્રારબ્ધને ભોગવતો હોય તો પણ તે હંમેશા ગીતાનો પાઠ કરવામાં તત્પર રહેતો હોય તો તેને આ લોકમાં મુક્ત તથા સુખી જાણવો અને તે જગતમાં કર્મ કર્યા છતાં કર્મથી લેપાતો નથી.
જે માણસ ગીતાનું ધ્યાન ધરે છે તેને કમળનું પાન જેમ પાણીને સ્પર્શ કરતુ નથી તેમ મહાન પાપો પણ કોઈ દિવસ સ્પર્શ કરતા નથી.
જ્યા આગળ શ્રીમદ ભગવત ગીતાનું પુસ્તક હોય અને જ્યાં ગીતાનો પાઠ થતો હોય ત્યાં આગળ પ્રયાગ વગેરે તીર્થો વસે છે.
જ્યા ગીતાનો પાઠ કરવામાં આવે ત્યાં સર્વ દેવો,ઋષિયો,નાગો,ગોપાળો,ગોપિકાઓ,નારદ ,ઉદ્ધવ તથા પાર્ષદો તરત સહાય કરે છે.
હે પૃથ્વી ! જ્યાં ગીતા સંબંધી વિચારો ચાલે છે જ્યા ગીતાનું પઠનપાઠન ચાલે છે ત્યાં આગળ હું નિરંતર વાસ કરું છું.
શ્રી ગીતા એ જ મારી ઉત્તમ વિદ્યા છે,બ્રહ્મરૂપ પરમ વિદ્યા છે,અવિનાશી છે,અવિકારી છે તથા અર્ધ માત્રા તથા અક્ષરોરૂપ હોવાથી મોઢે કરીને પણ બોલી શકાય નહિ તેવી અનિર્વાચ્ય પદ વાળી છે.
ચિદાનંદ ભગવાન શ્રી કૃષ્ણ પોતાના મુખેથી અર્જુનને કહેલી આ ગીતા ત્રણ વેદ સમાન પરમ આનંદરૂપ તથા તત્વના અર્થ જ્ઞાનથી ભરેલી છે.
જે માણસ નિત્ય મનને સ્થિર રાખી ગીતાના અઢાર અધ્યાયના પાઠ કરે છે તે માણસ જ્ઞાન મેળવે છે અને પરમપદને પામે છે.
જે શ્રીમદ ભગવત ગીતાનો સંપૂર્ણ પાઠ કરવા સમય ન હોય તો અર્ધો પાઠ કરે તેથી તેને ગાયના દાનનું ફળ મળે છે.
ત્રીજા ભાગનો પાઠ કરનારને ગંગા સ્નાનનું ફળ મળે છે અને છઠ્ઠા ભાગનો પાઠ કરનારને સોમયાગનું ફળ મળે છે.
જે ભક્તિવાળો થઈને ગીતાના માત્ર એક અધ્યાયનો પાઠ કરે છે તે શિવનો અથવા વિષ્ણુનો ગણ થઇ શિવલોકમાં કે વિષ્ણુ લોકમાં લાંબા કાળ સુધી રહે છે.
હે વસુંધરા ! જે પુરુષ ગીતાના એક અધ્યાયનો અથવા તો એક શ્લોક કે એક ચરણનો હંમેશા પાઠ કરે છે તે મન્વંતર થતા સુધી શ્રેષ્ઠ મનુષ્ય કોટિમાં જન્મ્યા કરે છે.
જે ગીતાના દશ શ્લોકનો,સાત શ્લોકનો,પાંચ શ્લોકનો ,ચાર શ્લોકનો, ત્રણ શ્લોકનો ,બે શ્લોકનો,એક શ્લોકનો કે અર્ધા શ્લોકનો પાઠ કરે છે તે દસ હજાર વર્ષો સુધી ચંદ્રલોકમાં વસે છે,તેમજ જે માણસ ગીતાનો પાઠ કરતો હોય તે મરી ગયા પછી પાછો મનુષ્ય જન્મને પામે છે.
મૃત્યુ વખતે પણ જો માણસ ‘ગીતા’ એટલોજ શબ્દ ઉચ્ચારે તો પણ તે મોક્ષને પામે છે તો જે ગીતાનો પાઠ કરે તે ઉત્તમ મોક્ષને પામે તેમાં સંદેહ શું ?
મહાપાપી મનુષ્ય પણ જો ગીતાનો અર્થ સાંભળવામાં તત્પર રહેતો હોય તો તે વૈકુંઠમાં જઈને વિષ્ણુ સાથે આનંદ કરે છે.
ઘણા કર્મો કર્યા પછી વિશ્રાંતિ લઈને જે હંમેશા ગીતાના અર્થનું ધ્યાન કરે છે તે જીવન્મુક્ત થાય છે અને દેહ પડ્યા પછી તે પરમપદને પામે છે.
જનક વગેરે ઘણા રાજાઓ શ્રી ગીતાનું જ્ઞાન મેળવીને પાપ રહિત થયા હતા અને દુનિયામાં યશ મેળવીને પરમપદને પામ્યા હતા.
જે ગીતાનો પાઠ કરીને તેના મહાત્મ્યનો પાઠ કરતો નથી તેનો ગીતાનો પાઠ નિષ્ફળ જાય છે અને તે પાઠને વ્યર્થ શ્રમ જ કહ્યો છે.
જે આ શ્રી ગીતાના માહાત્મ્યની સાથે ગીતાનો પાઠ કરે છે તે ગીતાના પાઠના પુરા ફળને મેળવી દુર્લભ ગતિને પામે છે.
સૂત બોલ્યા - જે મનુષ્ય ગીતાનો પાઠ કરીને અંતે ગીતાના આ સનાતન મહાત્મ્યનો પાઠ કરે છે અથવા મેં કહ્યું તેમ આરંભમાં તેનો પાઠ કરે છે તે મારા કહેલા ફળને પ્રાપ્ત કરે છે
ઇતિ શ્રી વારાહપુરાણે શ્રીમદ્દગીતામાહાત્મયમ સંપૂર્ણ.
અધ્યાય પહેલો
અર્જુન વિષાદ યોગ
(પાંડવ કૌરવોના સમયમાં ભારતવર્ષનો ભાગ્યોદય કલ હતો,મહાભારતના યુદ્ધની શરૂઆતમાં શ્રી કૃષ્ણે અર્જુનને ગીતા ઉપદેશેલી છે. વ્યાસજી ધૃતરાષ્ટ્ર પાસે ગયા અને બોલ્યા “ યુદ્ધ જોવાની ઈચ્છા હોય તો હું તમને દ્રિષ્ટિ આપું.”પોતાના જ કુળનો નાશ થતો જોવાની ઈચ્છા થઇ નહિ,એમ જણાવ્યું. સંજયને યુદ્ધના કેવા વ્યૂહ ગોઠવાઈ અને શું બને છે તે બેઠા બેઠા પ્રત્યક્ષ જોઈ શકાય એવી દ્રષ્ટિ આપી વ્યાસજી ચાલ્યા ગયા.યુદ્ધમાં ભીષ્મ પિતામહ પડ્યા તેના સમાચાર આપવા સંજય ધૃતરાષ્ટ્ર પાસે ગયા ત્યારે સમાચાર જાણી ભીષ્મપિતા માટે ખુબ જ દુઃખી થતા સર્વે વૃતાન્ત કહેવાની આજ્ઞા સંજયને કરી.)
ધૃતરાષ્ટ્ર બોલ્યા : હે સંજય ! ધર્મક્ષેત્ર એવા કુરુક્ષેત્રમાં સંગ્રામ ખેલવાની ઈચ્છાથી એકઠા મળેલા મારા તથા પાંડુના પાત્રોએ શું કર્યું તે કહો .
સંજય બોલ્યા : યુદ્ધના આરંભકાળમાં પાંડવોની સેનાને વ્યુહબઘ્ધ થયેલી જોઈને રાજા દુર્યોધને દ્રોણાચાર્ય પાસે જઈને આ પ્રમાણે કહ્યું.હે આચાર્ય ! દ્રુપદના પુત્ર અને આપના પુત્ર ધૂષ્ટદ્યુમ્ને વ્યૂહરચનામાં ગોઠવેલ પાંડુના પુત્રની મોટી સેના જુઓ.
અહીં સંગ્રામમાં ભીમ અને અર્જુન સરખા મોટા ધનુર્ધારી સાત્યકિ ,વિરાટરાજા અને મહારથી દ્રુપદ રાજા જેવા ક્ષત્રિય ધર્મી યોદ્ધાઓ છે.ધૃષ્ટકેતુ ચેકિતાન ,પરાક્રમી કાશીરાજ પુરુજિત તથા કુંતીભોજ અને પુરુષશ્રેષ્ઠ એવો શૈલ્યરાજા .વળી પરાક્રમી યુધામન્યુ અને વીર્યવાન ઉત્તમૌજા સુભદ્રાનો પુત્ર અભિમન્યુ અને દ્રૌપદી વિષે યુધિષ્ઠિર આદિથી જન્મેલા પ્રતિવિન્ધ્ય વગેરે પાંચ પુત્રો એ સઘળા મહારથીઓ છે. હે બ્રાહ્મણ શ્રેષ્ઠ આચાર્ય ! આપણામાં જે શ્રેષ્ઠ યોદ્ધાઓ છે તે યોદ્ધાઓના આપ નામ સાંભળો મારી સેનાના પ્રધાન નાયકના થોડાક નામ હું તમને કહું છું.આપ તથા ભીષ્મપિતામહ,કર્ણ તથા યુદ્ધ જીતવાવાળા કૃપાચાર્ય અને અશ્વત્થામા તથા વિકર્ણ અને સોમદત્તના પુત્ર તથા જયદ્રથ છે.
અમારી સેનામાં પહેલા કહ્યા તે શુરવીરો છે અને બીજા પણ ઘણા શુરવીરો છે કે જેમણે મારે માટે પોતાના જીવન સમર્પણ કર્યા છે.તેઓ યુધ્ધમાં વિવિધ પ્રકારના શસ્ત્રો વાપરી જાણે છે તથા તે સર્વે શુરવીરો યુદ્ધકળામાં નિપુર્ણ છે.
આપણું સૈન્ય ભીષ્મથી રક્ષાયેલું છે અને પાંડવોનું ભીમ વડે રક્ષાયેલું એમનું આ સૈન્ય માર્યાદિત છે. આમ છે માટે વ્યૂહમાં પેસવાના સઘળા માર્ગોમાં પોતાને યોગ્ય ઠેકાણે ઉભા રહીને આપ સ્રવે ભીષ્મનું જ ચારે બાજુથી રક્ષણ કરો.
સંજય બોલ્યા: પ્રતાપી તથા કુરુવંશમાં વૃદ્ધ એવા ભીષ્મે દુર્યોધનને હર્ષ ઉપજાવવા માટે સિંહનાદ કરીને મોટેથી પોતાનો શંખ વગાડ્યો.ત્યારબાદ શંખ,અનેક ભેરી,અનેક મૃદંગ,ઢોલ તથા અનેક રણશિંગા વાગવાની એકદમ શુરુઆત થઇ અને અવાજ ભયંકર થયો.પછી ધોળા ઘોડા જોડેલા એક મોટા રથમાં બેઠેલા માધવ (શ્રી કૃષ્ણ ) અને પાંડવોએ પણ પોતાના દિવ્ય શંખો વગાડ્યા.ઋષિકેશ શ્રી કૃષ્ણે પાંચજન્ય ,અર્જુને દેવદત્ત અને ભયંકર કામ કરનાર વૃકોદરે (ભીમસેન ) પૌદ્ર નામનો મહાશંખ વગાડ્યો.કુંતીપુત્ર યુધિષ્ઠિર રાજાએ અનંતવિજય અને નકુલ અને સહદેવે સુઘોષ અને મણિપુષ્પક શંખો વગાડ્યા.ઉત્તમ ધનુષ્યવાળા કાશીરાજ તથા મહારથી શિખંડી,ઘૃષ્ટદુમ્ન અને વિરાટ તથા અજિત એવા સાત્યકિ તથા.હે પૃથ્વીપતિ ! દ્રુપદ રાજા ને દ્રૌપદીના પુત્રો તથા સુભદ્રાના પુત્ર મહાબાહુ અભિમન્યુએ બધાએ પોતાના જુદા જુદા શંખો વગાડ્યા.આકાશ અને પૃથ્વી વચ્ચે ગાજી રહેલા એ પ્રચંડ અવાજે ધૃતરાષ્ટ્રના પુત્રના હૃદયને ચીરી નાખ્યા.પછી કૌરવોને યુદ્ધ માટે વ્યવસ્થિત ઉભેલા જોઈને જયારે શસ્ત્ર પ્રહાર થવાનો વખત આવ્યો ત્યાર હનુમાનની ધ્વજવાળા પાંડવે(અર્જુને) પોતાનું ધનુષ્ય ઉપાડી શ્રી કૃષ્ણને આ પ્રમાણે કહ્યું ,
અર્જુન બોલ્યો : હે અચ્યુત, બે સૈન્યોની વચ્ચે મારો રથ લઈને જરા ઉભો કરો કારણકે તેથી યુદ્ધની ઈચ્છાવાળા તૈયાર થઈને ઉભેલા આ સર્વને જોઈ લઉં અને આ યુદ્ધ ભૂમિમાં મારે કોની સાથે યુદ્ધ કરવાનું છે તે જોઈ લઉં
ધૃતરાષ્ટ્રની દુષ્ટ બુદ્ધિના પુત્રોનું પ્રિય કરવાની ઇચ્છાવાળો જેઓ યુદ્ધ કરવાને તૈયાર થઇ અત્રે ભેગા થયા છે તેમને હું નિહાળી લઉં.
સંજય બોલ્યો : હે ધૃતરાષ્ટ્ર ! આ પ્રમાણે પ્રમાદને જીતવાવાળા અર્જુને કહ્યું એટલે ભગવાન શ્રીકૃષ્ણે (અર્જુનના તે) ઉત્તમ રથને બે સૈન્યની વચમાં ઉભો કર્યો.ભીષ્મ,દ્રોણ અને સર્વ રાજાઓની સામે ,’અર્જુન ! અત્રે એકઠા થયેલા કૌરવોને જો ‘એમ તેમણે કહ્યું.અર્જુને ત્યાં કાકા,દાદાઓ,આચાર્યો,મામાભાઇયોં,પુત્રો,મિત્રો સસરાઓને બંને પક્ષમાં લડવાને ઉભેલા જોયા.તે સ્રવે ભાઈઓને પોતાની સામે ઉભેલા જોઈને કુંતીપુત્ર અર્જુન પરમ દયાવાન બનીને ખેડ પામતો આ પ્રમાણે બોલ્યો.
અર્જુન બોલ્યો : હે કૃષ્ણ ! યુદ્ધની ઈચ્છાવાળા સામે ઉભેલા આ સંબંધીઓને જોઈને મારા અવયવો ઢીલા થઇ જાય છે અને ચામડીમાં ચારે તરફથી દાહ ઉઠે છે અને હું દ્રઢતાથી ઉભો રહી શકતો નથી મારુ મન જાણે ભમતું હોય તેમ મને લાગે છે અને હે કેશવ એ સર્વ લક્ષણોને અપશુકન સુચવનાર ચિન્હો તરીકે હું જોઉં છું.અને સ્વજનને યુદ્ધમાં મારવામાં પણ મને કાંઈ કલ્યાણ થશે એવું લાગતું નથી.
હે કૃષ્ણ ! મને વિજયના સુખોની કે રાજ્યની આકાંક્ષા નથી.હે ગોવિંદ જેમન માટે અમે રાજ્ય,ભોગો તથા સુખની ઈચ્છા રાખીયે છીએ તે તો પોતાના પ્રાણો તથા ધન છોડી આ સંગ્રામ લડવાને ઉભા છે ! માટે એવા રાજ્યને,ભોગોને અને જીવીતને શું કરીએ ? હે ભગવાન ! આ સંગ્રામમાં કોઈ તો અમારા આચાર્ય છે,કોઈ પુત્ર છે,કોઈ સસરા છે,કોઈ મામા છે કોઈ પૌત્ર છે,કોઈ સાળા સંબંધી છે હે મધુસુદન ! તેમને હાથે હું હણાઉં તો પણ આ આચર્યાદિકને ત્રણ ભુવનની રાજ્યપ્રાપ્તિ માટે પણ હણવાની ઈચ્છા હું કરું નહિ તો પછી આ પૃથ્વીના રાજ્યની પ્રાપ્તિ માટે તો તેમને હણવાની ઈચ્છા જ કેમ કરું ? હે જનાર્દન ધૃતરાષ્ટ્રના પુત્રોને હણવાથી આપણને શો આનંદ મળવાનો છે ?કોઈ પણ પ્રકારે શ્રેય થવાનું નથી ઉલટું આતતાયીને હણવાથી અમને પાપ જ લાગશે.
આ કારણથી હે માધવ ! મારે મારા બાંધવો અને ધૃતરાષ્ટ્રંના પુત્રોને મારવા યોગ્ય નથી.સ્વજનોને મારીને અમે કેમ સુખી થઈએ ?લોભથી જેમની બુદ્ધિ નષ્ટ થઇ છે તેમને કુલક્ષય કર્યાનો દોષ કે મિત્રદ્રોહનું પાપ દેખાતું નથી,તો પણ હે જનાર્દન કુળનો નાશ કરવાથી લગતા દોષને અને મિત્રનો દ્રોહ કરવાથી લગતા પાપને જાણનાર અમે પાપ્માયહી દૂર રહેવા કેમ ન વિચારીએ ? કુલક્ષય થવાથી કુળના સનાતન ધર્મો નાશ પામે છે,અને કુળધર્મ નષ્ટ થતા આખું કુળ અધર્મથી પરાજિત થાય છે.હે કૃષ્ણ ! અધર્મથી હારવાથી ફૂલની સર્વે સ્ત્રીઓ વ્યભિચારિણી થઇ જાય છે.હે વાર્ષ્ણેય ! તે વ્યભિચારિણી સ્ત્રીઓથી વર્ણશંકર પ્રજા ઉત્પન્ન થાય છે.વર્ણશંકર પ્રજા કુળનો નાશ કરનાર પુરુષોને નરકમાં નાખે છે.કારણ કે પિંડ તથા તર્પણ ક્રિયાનો લોપ થવાથી તેના પિતૃઓ નરકને પામે છે.
હે ભગવાન ! કુલ ઘાતકીના આવા વર્ણસંકરકારક દોષથી સનાતન જાતિ,ધર્મ તથા કુળધર્મનો નાશ થાય છે.હે જનાર્દન,જેમના કુલજાતિ વગેરેના ધર્મો નાશ પામ્યા છે એવા મનુષ્યોનો જરૂર નરકમાં વાસ થાય છે એમ અમે સાંભળ્યું છે.અરે ! અહો ! દિલગીરીની વાત છે કે અમે રાજ્યસુખના લોભથી અમારા કુટુંબીઓને હણવાનું મોટું પાપ કરવા તૈયાર થયા છીએ.હું રણમાં મારી રક્ષા કરવા કદી પ્રયાસ નહિ કરું અને શસ્ત્રને પણ નહિ લઉં,છતાં ધૃતરાષ્ટ્રના પુત્રો હાથમાં શસ્ત્રો ધારણ કરીને મને રણમાં મારશે તો મારુ વધારે કલ્યાણ થશે.
સંજય બોલ્યા : શોકથી વ્યાકુળ એવો અર્જુન યુદ્ધ પ્રસંગમાં ઉપર પ્રમાણે કહીને બાણ સહીત ધનુષ્ય છોડી દઈને રથમાં બેસી ગયો.
ઇતિ શ્રીમદ ભાગવત ગીતા સૂપનિષત્સુ બ્રહ્મવિદ્યાયામ યોગશાસ્ત્રે શ્રીકૃષ્ણાર્જુન સંવાદે ‘અર્જુનવિષાદયોગો’નામ પ્રથમોધ્યાય:
ભાગ બીજો
અધ્યાય બીજો
સાંખ્ય યોગ
સંજય બોલ્યો :આમ આસુથી ભરેલા અને વ્યાકુળ નેત્રવાળા ખેદ કરતા,દયાળુ એવા અર્જુનને મધુસૂદને કહ્યું
શ્રી ભગવાન બોલ્યા : હે અર્જુન, આવા વિષય પ્રસંગે અનાર્ય લોકોએ સેવેલો, વર્ગને નહિ આપનારો અને અપકીર્તિ કરાવનારો મોહ તને ક્યાંથી થયો ? હે પાર્થ,તું નામર્દ થા માં,તને આ શોભતું નથી ! પામર હૃદયની દુર્બળતા છોડીને હે પરંતપ તું ઉભો થા.
અર્જુન બોલ્યો : હે મધુસુદન ! આ રણભુમીમા પુંજાવા યોગ્ય ભીષ્મ તથા દ્રોણની સામે હું શી રીતે લડી શકું,હે અરિસૂદન ! તેઓ તો પુંજવા યોગ્ય છે. મહાનુભાવ દ્રોણ,ભીષ્મ વગેરે ગુરુઓની હિંસા ન કરતા આ લોકમાં ભિક્ષા માંગીને નિર્વાહ કરવો એ સારું છે.ગુરુજનોનો નાશ કરીને લોહીથી ખરડાયેલા અર્થકાળાત્મક વૈભવો કરીને જ મારે ભોગવવા રહ્યા. વળી જય અથવા તો પરાજય એ બેમાંથી શું સારું તે અમે જાણતા નથી. શું એમ તેને જીતીશું કે શું તેઓ અમને જીતશે ? જેઓને મારીને અમે જીવવાની ઈચ્છા ન રાખીયે તે આ ધૃતરાષ્ટ્રના પુત્રો રણમાં અમારી સામે જ આવીને ઉભા છે. દીનતાને કારણે મારો મૂળ સ્વભાવ નષ્ટ થતા મારા ધર્મ-કર્તવ્ય સામે હું મુંઝાઉં છું એટલે હું તમને પૂછું છું કે નિશ્ચયપૂર્વક જે શ્રેયપૂર્વક જે શ્રેયકર હોય તે મને કહો. હું તમારો શિષ્ય છું તમારે શરણે આવેલો છું મને દોરો. આ લોકમાં પૂર્ણ સમૃદ્ધિથી ભરેલું રાજ્ય મળે અથવા સ્વર્ગનું આધિપત્ય મળે તો પણ ઇન્દ્રિયોને ચુસનારો શોક દૂર થાય એવો ઉપાય હું જોતો નથી.
સંજય બોલ્યો : નિંદ્રાનો વિજય કરનારા પરંતપ અર્જુન આ પ્રમાણે ઋષિકેશ એવા ભગવાનને ‘હે ગોવિંદ હું લડીશ નહિ .’ એવું કહી મૌન થઇ ગયા.
હે ભારત ! બંને સેના વચ્ચે ઉદાસ થઇ બેઠેલા તે અર્જુન પ્રતિ શ્રી કૃષ્ણ જરા હસતા નહિ હોય તેમ આ પ્રમાણે બોલ્યા :
શ્રી ભગવાન બોલ્યા : તું શોક ન કરવા યોગ્ય વસ્તુનો શોક કરે છે અને પંડિતના જેવી વાત કરે છે આ પંડિતો મૂઆ જીવતાનો શોક કરતા નથી.કેમકે ખરું જોતા હું,તું અને આ રાજાઓ પણ (પૂર્વે) ન હતા એમ નથી,તેમ ભવિષ્યમાં થવાના નથી તેમ પણ નથી. આ દેહમાં જેમ બાલ્ય,યૌવન અને ઘડપણ આવે છે તે પ્રમાણે જ તેને અન્ય દેહ પ્રાપ્ત થાય છે,તે બાબતમાં બુદ્ધિમાન પુરુષોને મોહ થતો નથી.હે કૌંતેય ઠંડી,ગરમી,સુખ અને દુઃખના આપનારા જે આ સૃષ્ટિના બાહ્ય પદાર્થો છે તેમનો ઇન્દ્રિય સાથેનો સંયોગ ઉદ્ભવે છે,અને નાશ પામે છે.(માટે ) તે અનિત્ય છે.હે ભારત ! તું તે સહન કરી છૂટ.કારણ હે પુરુષશ્રેષ્ઠ ! સુખ અને દુઃખમાં સમ એવા જે જ્ઞાની પુરુષને તેની વ્યથા લાગતી નથી.તે જ મોક્ષને યોગ્ય બને છે.
સત્ય વસ્તુનો નાશ નથી,શરીર જે અસત્ય છે તેનો જ નાશ છે.તે નાશવંત છે.સત્ય સ્વભાવવાળા આત્માનો કોઈ દિવસ નાશ જ નથી આ પ્રમાણે આત્માનું યોગ્ય સ્વરૂપ જાણનારા તત્વદર્શી પુરુષોએ સત્ય અને અસત્યનો નિર્ણય કર્યો છે.જેણે આ આખું જગત વિસ્તાર્યું છે તે અવિનાશી છે,અવ્યય (ક્ષય,વૃદ્ધિ વગેરે છ વિકારોથી ) રહિત, એવા આત્માનો કોઈ પણ નાશ કરી શકતું નથી.નિત્ય અવિનાશી અને અચિંત્ય એવા જે શરીરનો માલિક આત્મા તને પ્રાપ્ત થનાર આ દેહો કી વા શરીરો નાશવાન છે એમ કહેલું છે માટે હે ભારત ! તું યુદ્ધ કર. જે આત્માને હણનાર સમજે છે તથા જે એને હણાયેલો માને છે. તે બંને અજ્ઞાની છે કારણકે આત્મા કોઈને મારતોય નથી અને કોઈથી હણાતોય નથી.આત્મા કદી જન્મતો નથી અને કદી મરતો પણ નથી. આ હતો અને હવે થવાનો નથી એવો પણ નથી.તેથી તે નિત્ય,શાશ્વત અને પુરાતન છે. અને તે શરીર હણાય તો પણ હણાતો નથી.
હે પાર્થ ! જે પુરુષ આત્માને અવિનાશી,નિત્ય, અજન્મા તથા ક્ષય રહિત જાણે છે તે કોને મારે છે તથા પોતે બીજા પડે કોનો નાશ કરાવે છે ? જેમ મનુષ્ય જુના વસ્ત્રો ઉતારી બીજા નવા વસ્ત્રો ધારણ કરે છે તેમ આત્મા જીરણ થયેલા શરીરને ઉતારી બીજા નવા શરીરોમાં વાસ કરે છે.આ આત્માને શસ્ત્રો છેદી શકતા નથી. અગ્નિ બાળી શકતો નથી તેમ જ પાણી પલાળી શકતું નથી કે વાયુ સુકવી શકતો નથી.આ આત્મા છેદી શકાતો નથી.બાળી શકાતો નથી.ભીંજવી શકાતો નથી.સર્વવ્યાપી,સ્થિર,અચલ છે અને સનાતન છે.
વળી એને ઇન્દ્રિયોને પ્રત્યક્ષ થનારો,અચિંત્ય અને અવિકારી કહે છે માટે આત્માને આવો જાણીને તારે શોક કરવો જોઈએ નહિ.અથવા જો તું એને નિત્ય જન્મવાવાળો અને નિત્ય મરવાવાળો માને તો પણ હે મહાબાહુ ! તેનો શોક કરવો ઉચિત નથી.કારણ જન્મેલાંનું મૃત્ય અને મરેલાનો જન્મ નિશ્ચિત છે.એટલે અનિવાર્ય વસ્તુને માટે શોક કરવો તને ઘટતો નથી.અવ્યક્ત જેનું પૂર્વ રૂપ છે એવા આ શરીર જન્મ તથા મરણના મધ્યકાળમાં સ્પષ્ટરૂપે પ્રત્યક્ષ દેખાઈ છે અને પરિણામે તેઓનો લય પણ માયામાં જ થાય છે. માટે તેમાં ચિંતા શી કરવી ? કોઈ આને આશ્ચર્યવત જુએ છે અન્ય કોઈ આશ્ચર્યવત વર્ણવે છે અને કોઈ આત્માને આશ્ચર્યવત સાંભળે છે.તથા કોઈ આત્માને સાંભળવા છતાં પણ જાણતો નથી.સર્વના શરીરમાં રહેનાર આત્મા કાફી પણ વધ પામતો નથી તેવો છે.માટે અર્જુન તારે સર્વ પ્રાણીનો શોક કરવો યોગ્ય નથી. સ્વધર્મનો વિચાર કરીને પણ તારે પાછું પડવું યોગ્ય નથી કારણ ધર્મયુદ્ધ સિવાય ક્ષત્રિયને માટે શ્રેયકર બીજું કઈ જ નથી. હે પાર્થ ! આમ આપમેળે પ્રાપ્ત થયેલું સ્વર્ગના દ્વાર જેવું આ યુદ્ધ તો ક્ષત્રિય ભાગ્યવાન હોય તેને જ પ્રાપ્ત થાય છે. છતાં જો તું આ ધર્મપ્રાપ્ત સંગ્રામ કરીશ નહિ તો તેથી તું ક્ષત્રિયના ધર્મનો તથા કીર્તિનો ત્યાગ કરીને પાપનો ભાગીદાર થઈશ.બધા મનુષ્યો તારી અપકીર્તિ ગાશે અને માન પામેલા પુરુષને મરણ કરતા પણ અપકીર્તિ અધિક દુઃખદાયી થઇ પડે છે.જે મહારથીયોમાં તું માન પામ્યો તેઓ જ તને ભયને લીધે રણમાંથી નાશી ગયેલો માનશે અને તેઓમાં તું હલકો પડી જઈશ.તારા શત્રુઓ તારા બળની નિંદા કરતા તારું ઘણું ભૂંડું બોલશે એના કરતા બીજું વધારે દુઃખકર શું હોઈ શકે ! જો તું યુદ્ધમાં હણાઇશ તો સ્વર્ગમાં જઈશ ને વિજય કરીશ તો પૃથ્વીનું રાજ્ય ભોગવીશ.માટે હે અર્જુન ! તું લાડવાનો નિશ્ચય કરીને ઉભો થા. સુખ અને દુઃખ,લાભ અને હાનિ,જય અને પરાજય સરખા માની યુદ્ધમાં લાગી જા,એમ કરવાથી તને પાપ લાગશે નહિ.
આ તને સાંખ્ય એટલે જ્ઞાન નિષ્ઠા પ્રમાણે તારા કર્તવ્યની સમજ પાડી હવે તે પાર્થ ! તું બંધનથી છૂટીશ એવું આ યોગનું જ્ઞાન કહું છું તે સાંભળ.આ નિષ્ઠાથી આરંભાયેલા કર્મ વ્યર્થ જતા નથી પણ આવતા જન્મમાં તે ઉપયોગી થાય છે,અને ધર્મનું થોડું પણ આચરણ મોડા ભયમાંથી મનુષ્યનું રક્ષણ કરે છે.હે કુરુનંદન (યોગવાદીની) નિશ્ચયમુક્ત બુદ્ધિ એકરૂપ હોય છે,જયારે અનિશ્ચયવાળાની બુદ્ધિ એટલેકે વાસનાઓ બહુ શાખાવાળી અને અનંત હોય છે.હે પાર્થ ! વેદમાં અજ્ઞાની વેદિયા આ સિવાય ‘બીજું કઈ નથી ‘ એવું માનનારા કહે છે કે,કામનાથી ભરેલ અને સ્વર્ગને જ શ્રેષ્ઠ માનનારાઓ જન્મ,કર્મ તથા ફળને આપનારી ભોગ અને એશ્વર્યવાળી ગતિની પ્રાપ્તિ માટે નાના પ્રકારની ક્રિયાઓ કરવા- કરાવવાળી છટાદાર વાણી બોલે છે.ભોગ અને એશ્વર્યમાં આસક્ત મનવાળાની કાર્ય અકાર્યની નિશ્ચય કરનારી બુદ્ધિ સમાંશિષ્ઠ એટલે એક ઠેકાણે સ્થિર થઇ શકતી નથી.હે અર્જુન ! વેદો આ રીતે ત્રણ ગુણોથી ભરેલા છે,માટે તું ગુણાતીત નિત્ય સત્વગુણવાળી સુખદુઃખાદિ બંનેની ઈચ્છા વિનાનો યોગ ક્ષેમાંદી સ્વાર્થમાં ડૂબી ન જતા આત્માનું સ્વરૂપ સમજનાર થા.જે અર્થ કૂવાથી સરે છે તે બધો બધી રીતે સરોવરમાથી જેમ સરે છે તેમ જ સર્વ વેદોમાં જે જે કર્મના ફળ કહ્યા છે તે સર્વ કર્મફળો નિષ્ઠ પુરુષને પણ અવશ્ય મળે છે.
કર્મ પૂરતો જ તારો અધિકાર છે તેમાંથી નિપજતા ફળની તારા અધિકારની વાત નથી.(માટે તારા કર્મનું ) અમુક ફળ મને મળો એવી આસક્તિ તું ન રાખ.હે ધનંજય ! કર્મના કર્તાપણાનો ત્યાગ કરીને તથા સફળતા - નિષ્ફળતા વિષે સમબુદ્ધિ રાખીને કેવળ ઈશ્વરપરાયણ કર્મો જ કર.સમતા એ જ યોગ કહેવાય છે.હે ધનંજય ! સમત્વ બુદ્ધિ સાથે સરખાવતાં કામ્ય કર્મો અત્યંત હલકા છે. માટે જ્ઞાન સંપાદન માટે નિષ્કામ ઈશ્વરપરાયણ કર્મ કર,કારણકે સકામ પુરુષો કૃપણ ગણાય છે.બુદ્ધિથી મુક્ત થનાર પાપ અને પુણ્ય એ બંનેથી અલિપ્ત રહે છે માટે યોગનો આશ્રય લે.પાપ પુણ્ય ન લાગે તેવી રીતે જ કર્મ કરવા તેને જ કાર્ય કુશળતા જાણવી.સમત્વવાળા બુદ્ધિયુક્ત જ્ઞાનીઓ તો કર્મથી જ્ઞાની બને છે.અને જન્મના બંધનમાંથી મુક્ત થયેલા તેઓ સર્વ પ્રકારના ફળોનો ત્યાગ કરી મોક્ષ પામે છે.તારી બુદ્ધિ જયારે મોહરૂપી કીચડને તરી જશે ત્યારે સાંભળવાયોગ્ય તથા સાંભળેલા વિષયો પર તને વૈરાગ્ય ઉપજશે. નાના પ્રકારની બીજી વાતો સાંભળી સંશયી બનેલી તરી બુદ્ધિ વિક્ષેપપણાને પામી છે,તે જયારે બીજા વિષયોમાં ન જતા કેવળ પરમેશ્વરમાં નિશ્ચલ થશે ત્યારે તું યોગના ફળરૂપ તત્વજ્ઞાનને પામીશ.
અર્જુન બોલ્યો : હે કેશવ ! સ્થિતપ્રજ્ઞ અથવા સમાધિસ્થનાં લક્ષણ શું ? સ્થિર બુદ્ધિવાળો મનુષ્ય કેવી રીતે બોલે,કેવી રીતે બેસે,કેવી રીતે ચાલે તે કહો.
શ્રી ભગવાન બોલ્યા : મનની સર્વ કામનાને મનુષ્ય જયારે છોડે છે અને પોતે પોતાનામાંજ જયારે સંતુષ્ટ રહે છે ત્યારે હે પાર્થ, તે સ્થિતપ્રજ્ઞ કહેવાય છે. જેની આસક્તિ નથી,અબે રાગ,ભય અને ક્રોધ જેના છૂટી ગયેલા છે તે મુનિને સ્થિતપ્રજ્ઞ કહે છે. જે સર્વત્ર સ્નેહ વગરનો છે અને જેને સારું નરસું પ્રાપ્ત થતા આનંદ તેમ જ શોક થતો નથી તેને સ્થિર બુદ્ધિવાળો જાણવો.
જેવી રીતે કાચબો પોતાના હાથ પગ વગેરે સર્વે અંગોને સહજમાં સમેટી લે છે તેમજ પોતાની ઇન્દ્રિયોને વિષયો તરફથી પાછી ખેંચી લે છે તેને સ્થિતપ્રજ્ઞ જાણવો. દેહધારી જયારે નિરાહારી રહે છે ત્યારે તેના વિષયો મોળા પડે છે પણ સંપૂર્ણ જતા નથી. તે તો પરબ્રહ્મનો અનુભવ થયા પછીજ છૂટી જાય છે.હે કૌંતેય ! મોક્ષ માટે પ્રયત્ન કરનાર વિવેકી પુરુષના મનને પણ મંથન કરનારી ઇન્દ્રિયો બરાતકારે વિષયોના તરફ ખેંચી જાય છે. માટે તે સર્વ ઈન્દ્રિયોનું નિયમન કરી યુક્ત ( એટલે યોગ યુક્ત) અને મારામાં તન્મય થઈને રહેવું,કારણ પોતાની ઇન્દ્રિયો જેને આધીન છે તેની બુદ્ધિ સ્થિર હોય છે.ગુણબુદ્ધિથી વિષયોનું ચિંત્વન કરવાથી મનુષ્યને વિષયમાં આસક્તિ ઉત્તપન્ન થાય છે.અધિક અધિક કામના થાય છે અને તેમાંથી ક્રોધ ઉત્તપન્ન થાય છે. ક્રોધથી સંમોહઃ થાય છે.તેથી કાર્ય કર્યાનો વિચાર નાશ પામે છે.સ્મૃતિનો નાશ થવાથી બુદ્ધિનો નાશ થાય છે અને બુદ્ધિનો નાશ થવાથી જાતે નાશ પામે છે.જે પુરુષ પોતાના મનને વશ કરી રાગદ્વેષ વિનાની તથા પોતાના મનને આધીન થયેલી એવી ઇન્દ્રિયો વડે વિષયોને ભોગવે છે ત્યારે તે શાંતિ મેળવે છે.શાંતિથી જયારે માન પ્રસન્ન થાય છે ત્યારે મનુષ્યના સર્વે દુઃખો નાશ પામે છે.અને પ્રસન્ન મનવાળાની બુદ્ધિ પણ ઝટ સ્થિર થાય છે.જેને સમત્વ નથી તેને વિવેક નથી,ભક્તિ નથી અને જેને ભક્તિ નથી તેને શાંતિ નથી.શાંતિ નથી ત્યાં સુખ તો ક્યાંથી જ હોય ? વિષયોમાં ભટકતી ઇંદ્રિયોની પાછળ એનું મન ભમ્યા કરે છે.વાયુ જેમ જળમાં નાવને ખેંચી જાય તેમ તેની બુદ્ધિને હરી જાય છે.
તેથી હે મહાબાહુ ! ઇન્દ્રિયોના વિષયોમાં જેની ઇન્દ્રિયો ચારે બાજુથી વશમાં આવી ગયેલી છે તેની બુદ્ધિ સ્થિર થઇ કહેવાય છે. જેમની બુદ્ધિ અજ્ઞાનના અંધકારથી છવાયેલી છે એવા સર્વે પ્રાણીઓની આત્મનિષ્ઠા રાત્રીના જેવી છે પરંતુ ઇન્દ્રિયોનો નિગ્રહ કરનારા યોગી તે આત્મનિષ્ઠામાં જાગ્રત રહે છે. અને સર્વે પ્રાણીઓ જે વિષયોના જ્ઞાનમાં જાગ્રત રહે છે તે વિષયનું જ્ઞાન આત્મજ્ઞાની મુનિને રાત્રીના સમાન છે. પરિપૂર્ણ ભરાવા છતાં પોતાની પ્રતિષ્ઠામાં અચલ સમુદ્રમાં બીજું જળ પ્રવેશ કરે છે,તેવી રીતે સ્થિતજ્ઞ પુરુષ જ સર્વ વિક્ષેપની નિવૃત્તિરૂપ શાંતિને પ્રાપ્ત થાય છે પણ વિષયોની કામનાવાળો પુરુષ શાંતિને પ્રાપ્ત થતો નથી.સર્વ કામનાઓ છોડીને જે નિસ્પૃહ થઈને વ્યવહારમાં વર્તે છે અને જેને મમત્વ અને અહંકાર નથી તે જ શાંતિ મેળવે છે.
હે પાર્થ ! આ બ્રાહ્મી સ્થિતિ છે.પરમેશ્વરના આરાધનથી શુદ્ધ અંત:કરણવાળો પુરુષ આ બ્રહ્મ નિષ્ઠાને પ્રાપ્ત કર્યા પછી સંસારનો મોહ પામતો નથી. મનુષ્ય મરણ વેળા પણ જો એક ક્ષણ પણ આ બ્રહ્મનિષ્ઠામાં મન જોડે તો બ્રહ્મ પદ પામે છે ( મોક્ષ પ્રાપ્ત કરે છે.)
ઇતિ શ્રીમદ ભગવતગીતાસૂપનિષત્સુ બ્રહ્મવિદ્યાયામ યોગશાસ્ત્રે શ્રીકૃષ્ણાર્જુન સંવાદે ‘સાંખ્યયોગો’ નામ દ્વીતીયોધ્યાય:
ભાગ ત્રીજો
અધ્યાય ત્રીજો
કર્મયોગ
અર્જુન બોલ્યો :
હે જનાર્દન ! જો તમે કર્મ કરતા બુદ્ધિ ( જ્ઞાન ) ને અધિક શ્રેષ્ઠ માનતા હો તો તમે મને હે કેશવ ! યુદ્ધરૂપી ઘોર માર્ગે કેમ યોજો છો ? જ્ઞાન અને કર્મના દ્વિઅર્થી વાક્યથી મારી બુદ્ધિને આપ મોહમાં નાખો છો, માટે કૃપા કરીને કહો કે જેથી મારુ શ્રેય થાય.
શ્રી ભગવાન બોલ્યા : હે નિષ્પાપ ! પૂર્વે ( બીજા અધ્યાયમાં) જ્ઞાન યોગ દ્વારા સાંખ્યની અને કર્મયોગ દ્વારા યોગીઓની એવી આ લોકમાં બે પ્રકારની નિષ્ઠા છે એવું હું પહેલા કહી ગયો છું. કર્મનો આરંભ ન કરવાથી પુરુષ નિષ્ક્રિયતાને પ્રાપ્ત થાય છે એમ નથી.એકલા કર્મના સન્યાસથી જ સિદ્ધિ મળે છે એવું પણ નથી.કારણ કે ક્ષણમાત્ર પણ માણસ કર્મ કર્યા વગર રહેતો નથી પ્રકૃતિના જન્મેલ સર્વ ગુણોને લીધે સર્વ જાણો કઈ ને કઈ કર્મ કરે છે. જે મનુષ્ય પાંચ કર્મેન્દ્રિયોનું નિયમન કરીને પરમાત્માના ધ્યાનના મિષથી મનમાં ઇન્દ્રિયોના વિષયોનું ધ્યાન કરે છે તે મૂઢ અને કહેવાય છે પરંતુ હે અર્જુન ! જે માણસ મન વડે જ્ઞાનેન્દ્રિયોને નિયમમાં રાખી ઈશ્વરની આરાધનામાં લગાડે છે અને કર્મેન્દ્રિયો વડે કર્મયોગનો આરંભ કરે તે શ્રેષ્ઠ ગણાય છે.તારે માટે નિમાયેલું કર્મ તું કર કારણ કર્મ ન કરવા કરતા કર્મ કરવું તે અધિક સારું છે. નહિ તો કર્મ ન કરવાથી તો તારા શરીરનો નિર્વાહ સુદ્ધાં ચાલશે નહિ. આપણું જીવન યજ્ઞરૂપ છે. યજ્ઞને માટે જે કર્મ થાય છે તે સિવાયના બીજા કર્મો આ લોકના બંધનરૂપ છે, માટે અર્જુન ! યજ્ઞ માટે કરવાના જે કર્મ છે તે ફળની આશા છોડીને કરતો જા.
પૂર્વે સૃષ્ટિનો આરંભ કરતા યજ્ઞની સાથે પ્રજાઓને ઉત્ત્પન્ન કરી પ્રજાપતિએ કહ્યું કે યજ્ઞના યોગોથી તમારી વૃદ્ધિ થાઓ,તે તમારી ઇચ્છિત કામનાઓ પુરી કરશે.આ યજ્ઞથી દેવોની સંભાવના કરો અને દેવતાઓ વૃષ્ટિ આદિથી અન્ન ઉત્તપન્ન કરીને તમારું પોષણ કરો,આમ અન્યોન્યની વૃદ્ધિ કરતા તમે પરમ શ્રેય મેળવશો.યજ્ઞોથી પ્રસન્ન થયેલા દેવતાઓ તમને ઇષ્ટ વૈભવો અવશ્ય આપે. માટે દેવોએ આપેલા અન્નાદિક પદાર્થો પંચયજ્ઞાદિક દ્વારા દેવોને અર્પણ કર્યા વિના જે ભોગવે છે તે ચોર છે.જેઓ યજ્ઞ કર્યા પછી બાકી રહેલું અન્ન ખાય છે તેઓ પાંચ પ્રકારની હિંસાના પાપમાંથી મુક્ત થાય છે,પરંતુ કેવળ પોતાનેજ માટે તૈયાર કરે છે તે પાપ ખાય છે.યજ્ઞરૂપ કર્મ બ્રહ્મમાંથી નીકળ્યું છે વેદ અક્ષર બ્રહ્મમાંથી થયા છે માટે બ્રહ્મ સર્વવ્યાપક છે.તે યજ્ઞમાં સદાય વસે છે,એમ સમજ.આ પ્રમાણે ચલાવેલા વ્યવહારચક્ર મુજબ આ જગતમાં જે આગળ ચાલતો નથી,તેનું જીવન પાપરૂપ છે.અને તે ઇન્દ્રિયો વડે વિષયોમાં રમણ કરનારો છે પરંતુ ઈશ્વરના આઘાન કર્મમાં રમતો નથી માટે તે ફોગટ જીવે છે.પરંતુ જે મનુષ્ય પોતાના આત્મામાંજ રમનારો છે,આત્મામાંજ તૃપ્ત છે અને આત્મામાંજ સંતુષ્ટ થયો છે તેને પોતાના માટે કોઈ કર્મ હોતું નથી.કરવા ન કરવામાં તેને કોઈ સ્વાર્થ જ નથી. પ્રાણી માત્રને વિષે તેને પોતાનો કોઈ અંગત સ્વાર્થ નથી.માટે તું સંગ રહિત થઈને નૈમિત્તિક કર્મો કર,કારણકે જે પુરુષ ફલેચ્છારહિત થઈને કર્મ કરે છે તે પુરુષ ચિત્તની શુદ્ધિ દ્વારા જ્ઞાન અને જ્ઞાન દ્વારા મોક્ષ પામે છે. જનક જેવા અનેક લોકોએ કર્મથી જ સિદ્ધિ પ્રાપ્ત કરી હતી.તેવી જ રીતે લોકસંગ્રહ જોતા પણ તારે કર્મ કરવા ઘટે છે.કારણકે જે જે આચરણ શ્રેષ્ઠ પુરુષો કરે છે તે જ બીજા સામાન્ય લોક કરે છે,તેઓ જે વાતને પ્રમાણ માને છે,તેને લોક અનુસરે છે.
હે પાર્થ ! મારે ત્રણે લોકમાં કઈ કર્તવ્ય બાકી નથી કિંવા મને અપ્રાપ્ય એવી કોઈ વસ્તુ નથી કે જે મારે પ્રાપ્ત કરવાની છે તો પણ હું કર્મમાં જ પ્રવૃત રહું છું.હું સાવધ થઈને જો કોઈ કર્મ નહિ કરું તો હે અર્જુન તો હે અર્જુન સર્વે મનુષ્યો સર્વથા મારા માર્ગને જ અનુસરે.જો હું કર્મ ન કરું તો આ લોકનો નાશ થાય ને વર્ણસંકરનો કરતા થાઉં અને મારે હાથેજ આ પ્રજાનો નાશ થાય.
હે ભારત !કર્મમાં આસક્તિવાળા અજ્ઞાનીનાં જેમ કર્મ કરે છે.તેમ જ વિદ્વાનોએ કર્મમાં અશક્ત ન થતા લોકોને કર્મમાં પ્રવર્તાવવાની ઈચ્છાથી કર્મ કરવા.કર્મમાં આસક્તિ રાખનાર અજ્ઞાની લોકોની બુદ્ધિમાં જ્ઞાનીએ ભેદ ઉપજાવવો નહિ.અર્થાત કર્મ ઉપરથી તેની આસ્થા -શ્રદ્ધા ઉઠાડવી નહીં પરંતુ જ્ઞાની મનુષ્યે પોતે સાવધ રહીને કર્મ કરવા અને અજ્ઞાની પાસે પણ કરાવવા.પ્રકૃતિના (સત્વ,રજસ અને તમસ ) ગુણો વડે કર્મો કરાય છે,છતાં અહંકારથી વિમૂઢ મનુષ્ય ‘હું કર્તા છું’ એમ માને છે.પરંતુ હે મહાબાહુ ! હું ઇન્દ્રિયો નથી ,તેમ જ ઇન્દ્રિયો કરેલા કાર્ય પણ મારા નથી, આ પ્રમાણે ગુણ તથા કર્મથી પોતાને ભિન્ન જાણનાર જ્ઞાની પુરુષની ઇન્દ્રિયો ઇન્દ્રિયોના વિષયમાં વર્તે છે.હું કઈ પણ કરતો નથી આમ માનીને પોતે કર્તાપણાનું અભિમાન લેતો નથી.પ્રકૃતિ ગુણોથી મૂઢ થયેલા પુરુષો ગુણ તથા તેના વિષયોમાં બંધાય છે એવા અલ્પજ્ઞ મનુષ્યોને સર્વજ્ઞ મનુષ્યોએ ચળાવવા નહિ.માટે મારામાં આત્મવિષયક બુદ્ધિથી સર્વ કર્મનો સન્યાસ કરીને ફળની આશા અને મમતા છોડીને ની:શંક થઈને યુદ્ધ કર.મારા વાક્યો પર સંપૂર્ણ શ્રદ્ધા રાખી મારા આ મતને જે મનુષ્યો અનુસરે છે તેઓ પણ જ્ઞાનીની પેઠે કર્મો કરતા હોવા છતાં કર્મોમાં છૂટે છે.પરંતુ જે મારી આજ્ઞાનો દ્વેષ કરીને તેનું અપમાન કરે છે તેઓને હે અર્જુન ! સર્વે કર્મોના યજ્ઞમાં મૂઢ, વિવેકહીન, પુણ્યલોકમાંથી ભ્રષ્ટ થયેલા જાણવા.જ્ઞાની પુરુષ પણ પોતાની પ્રકૃતિને અનુરૂપ વર્તે છે .સર્વે પ્રાણીમાત્ર પોતપોતાની પ્રકૃતિને અનુસરે છે. પછી નિગ્રહથી શું થવાનું હતું ? ઇન્દ્રિયોને પોતાના અનુકૂળ વિષયમાં રાગ (પ્રીતિ) અને પ્રતિકૂળ વિષયમાં દ્વેષ થાય છે.મનુષ્યે રાગ દ્વેષને વશ થવું ન જોઈએ કારણકે રાગ તથા દ્વેષ એ મોક્ષના માર્ગમાં વિરોધી છે.પરાયો ધર્મ સુલભ હોવા છતાં પોતાનો ધર્મ ગુણહીન હોય તો પણ સારો છે.સ્વધર્મ પ્રમાણે વર્તતા મરણ થાય તે કલ્યાણકારી છે.પરંતુ પરધર્મ ( ગમે તેવો હોય પણ ) ભયંકર છે,
અર્જુન બોલ્યો : હે વાષ્ણેયઃપોતાની ઈચ્છા ન હોય તે પ્રમાણે મનુષ્ય પાપ કરે છે તે કોની પ્રેરણાથી ?
શ્રી ભગવાન બોલ્યા : તેનો પ્રેરક કામ છે,એ જ ક્રોધ છે.તે રજોગુણથી ઉત્તપન્ન થાય છે, તેથી તેને પૂર્ણ કરી શકાતો નથી તથા અતિ ઉગ્ર છે માટે તારે એ કામને મોક્ષના માર્ગમાં વૈરી સમજવો.ધુમાડાથી જેમ અગ્નિ અને આયનો જેમ મેલથી ઘેરાયેલા હોય અગર ઓરથી જેમ ગર્ભ ઢંકાયેલો હોય તેમ આ કામ વગેરે શત્રુથી આ જ્ઞાન ઢંકાયેલું રહે છે.હે કૌંતેય ! વિષયોથી તૃપ્ત ન થાય તેવો અગ્નિ સમાન તાપ આપનાર અને નિત્ય વૈરી એવા આ કામે જ્ઞાનીના જ્ઞાનને ઢાંકી દીધું છે,ઇન્દ્રિયો,મન અને બુદ્ધિ એ આ શત્રુનું ઘર છે,એના વડે જ્ઞાનને ઘેરીને જીવને મોહમાં નાખે છે.તેથી હે ભરતવર્ષ ! ઈન્દ્રિયોનું પહેલું નિયમન કરી તું એ પાપી,જ્ઞાન અને વિજ્ઞાનનો નાશ કરનારા કામરૂપી પાપીને હણી નાખ. ઇન્દ્રિયો સૂક્ષ્મ છે અને ઇન્દ્રિયો કરતા મન શ્રેષ્ઠ છે મનથી બુદ્ધિ પર છે કારણકે સંકલ્પ -વિકલ્પનો નિશ્ચય કરે છે.અને જે બુદ્ધિથી પણ પર છે તે આત્મા છે.એ પ્રમાણે બુદ્ધિથી પર એને જાણી આત્માને આત્માથી ટેકવી રાખી હે અર્જુન ! દુર્જન એવા જે કામરૂપ શત્રુ છે તેને તું મારી નાખ.
ઇતિ શ્રીમદ ભગવતગીતાસૂપનિષત્સુ બ્રહ્મવિદ્યાયામ યોગશાસ્ત્રે શ્રીકૃષ્ણાર્જુન સંવાદે ‘કર્મયોગો’ નામ: તૃત્તિયોધ્યાય:
ભાગ ચોથો
અધ્યાય ચોથો
કરમબ્રહ્માર્પણયોગ
શ્રી ભગવાન બોલ્યા : પૂર્વે અવિનાશી એવા આ યોગ મેં સૂર્યને કહ્યો,સૂર્યે મનુને કહ્યો,આમ પરંપરાથી આવેલો તે રાજર્ષિઓના જાણવામાં આવ્યો,પણ લંબે કાળે કરીને તે આ લોકમાંથી હે પરંતપ નષ્ટ થયો છે.તેનો તે જ આ પુરાતન કર્મયોગ આજ મેં તને કહ્યો,કારણકે તું મારો ભક્ત છે અને મિત્ર છે.
અર્જુન બોલ્યો :આપનો જન્મ તો હમણાંનો છે અને સુર્યજન્મતો આપણી પહેલા થયો છે.માટે આપે પ્રથમ સૂર્યને આ યોગનો ઉપદેશ કર્યો હતો એ કેમ બને ?
શ્રી ભગવાન બોલ્યા : હે અર્જુન ! મારા ને તારા ઘણા જન્મો થઇ ગયા.હું તે બધા જાણું છું. તું નથી જાણતો.હું અજન્મ અવિનાશી તથા સર્વે પ્રાણીઓનો ઈશ્વર છું છતાં હું મારી પ્રકૃતિને ધારણ કરીને અવતાર લઉં છું.
યદા યદા હી ધર્મસ્ય ગ્લાનિર્ભવતી ભારત
અભ્યુત્થાનમધર્મસ્ય તદાત્માનં સૃજામ્યહં
હે અર્જુન ! જ્યારે જયારે ધર્મનો નાશ થાય છે અને અધર્મનો વધારો થાય છે ત્યારે ત્યારે હું જન્મ લઉં છું.
સત્પુરુષોનું રક્ષણ કરવા અને દુષ્ટોનો નાશ કરવા માટે તથા સદ્ધર્મની સ્થાપના કરવા માટે યુગે યુગે હું જન્મ લઉં છું.મારા દિવ્ય જન્મ અને દિવ્ય કર્મને તત્વથી જે જાણે છે તે દેહ છોડ્યા પછી પુનર્જન્મ પામતો નથી પણ હે અર્જુન ! માને જ પામે છે.જેના રાગ,ભય અને ક્રોધ છૂટી ગયા છે એવા તન્મય થયેલા અને મારે આશ્રયે આવેલા અનેક લોક જ્ઞાનરૂપી તપથી પવિત્ર થયેલા મારા રૂપને પામ્યા છે. જેઓ મને જેવી રીતે ભજે છે તેને તેવી જ રીતે હું ફળ આપું છું
હે પાર્થ ! ગમે તે પ્રકારે પણ મનુષ્ય મારા જ માર્ગને અનુસરે છે.કર્મની સિદ્ધિ ઇચ્છનારા મનુષ્યો આ લોકમાં દેવતાઓને પુંજે છે તેથી ધારે;આ કર્મફળ આ મનુષ્ય લોકમાં ઉતાવળે પ્રાપ્ત થાય છે.મેં ચાર વર્ણની વ્યવસ્થા ગુણ અને કર્મના ભેદ પ્રમાણે સર્જી છે. હું તેનો કર્તા છું,અને હુ જ અકર્તા એટલે તે ન કરનારો છું તે તું લક્ષમાં રાખ.મને કર્મનો સ્પર્શ લાગતો નથી કારણ મને એમના ફળની સ્પૃહા નથી.આમ મને જે જાણે છે તે કર્મથી બંધાતો નથી.આમ જાણીને પૂર્વના મુમુક્ષુ પુરુષોએ કર્મો કરેલા છે માટે તું પણ પૂર્વજો કરતા આવ્યા છે તેમ કર્મ જ કર. કર્મ શું અને અકર્મ શું એ વિષે ડાહ્યા પુરુષો પણ ભ્રમમાં પડે છે. માટે કર્મ કયું તે હું તને કહું છું જે જાણવાથી તું પાપમાંથી મુક્ત થઈશ.કર્મ અને વિક્રમ કોને કહે છે તે તે પણ સમજવું જોઈએ. કર્મની ગતિ ગૂઢ છે. કર્મમાં જે અકર્મ જુએ છે અને અકર્મમાં કર્મ જુએ છે તે લોકોમાં બુદ્ધિશાળી ગણાય.તે યોગી છે અને સંપૂર્ણ કર્મ કરવાવાળો છે.જેના સર્વે સમારંભો કામ અને સંકલ્પો રહિત છે તે જ જ્ઞાનાગ્નિથી બળી ગયા છે. આવા કર્મવાળાને જ્ઞાનીઓ પંડિત કહે છે.કર્મોની આસક્તિ છોડીને સદા તૃપ્ત અને નિરાશ્રય કર્મમાં દટાઈ ગયેલો હોય તો પણ તે કઈ જ કરતો નથી એમ કહેવાય.ફળની આશા છોડનાર અને ચિત્ત તથા દેહનું નિયમન કરનાર સર્વ સંગથી મુક્ત થયેલો છે.કેવળ કર્મેન્દ્રિયો વડે કર્મ કરનાર પુરુષ કર્મ કરતા છતાં દોષિત થતો નથી.સહજતાથી જે પ્રાપ્ત થાય તેથી સંતુષ્ટ,સુખદુઃખાદિ દ્વંદ્વ થી મુક્ત,દ્વેષ વિનાનો અને કર્મની સિદ્ધિ થાઓ યા ન થાઓ તે બંને સરખા જ માનનારો પુશ કર્મ કરતા છતાં પણ પાપ-પુણ્યથી બાંધ્યો બંધાતો નથી.જે નિષ્કામ છે,રાગથી રહિત છે.જેનું ચિત્ત જ્ઞાનમાં મગ્ન છે,તથા ઈશ્વર નિમિત્ત કર્મો કરે છે તે મનુષ્યના ઈશ્વર નિમિત્ત કરતા સર્વે કર્મો વાસનાવાળા છતાં પણ લય પામે છે.અર્પણ (હવન) કરવાની ક્રિયા તે બ્રહ્મ,હવિ એટલે અર્પણ કરવાનું દ્રવ્ય,બ્રહ્માગ્નિમાં બ્રહ્મ જ હવન કરનાર,એ પ્રમાણે સર્વકર્મ બ્રહ્મ જ એવી જ જેની બુદ્ધિ છે તે બ્રહ્મ પદને જ પામે છે.વળી બીજા કેટલાક યોગીઓ બ્રહ્મબુદ્ધિ રાખવાને બદલે દેવાદિકના ઉપદેશથી યજ્ઞ કરે છે અને બ્રહ્માદિકમાં જ યજ્ઞ વડે યજ્ઞને હોમેં છે.વળી કેટલાક શ્રવણ. આદિ ઇન્દ્રિયોનો સંયમ રૂપ યજ્ઞ કરે છે અને કોઈ શબ્દાદિ વિષયોને ઈંદ્રિયાગ્નિમાં હોમે છે.વળી બીજા ઇન્દ્રિયોના અને પ્રાણના પણ સર્વ કર્મો આત્મસંયમરૂપ યોગના અગ્નિમાં હોમ કરે છે.આમ કોઈ યજ્ઞાર્થે દ્રવ્ય આપનારા હોય છે,કોઈ તપ કરનારા હોય છે,કેટલાક અષ્ટાંગ યોગ સાધનારા હોય છે જયારે કેટલા સ્વાધ્યાયને યજ્ઞ કહે છે.આ બધા તીક્ષણ વ્રતધારી પ્રયત્નશીલ યજ્ઞિક છે. બીજા કેટલાક આહારને સંયમિત કરીને પ્રાણને પ્રાણમાં જ હોમે છે,જેમણે યજ્ઞો વડે પોતાના પાપોને ક્ષીણ કર્યા છે એવા આ બધા યજ્ઞને જાણનારા છે હે કુરુસત્તમઃ અર્જુન ! યજ્ઞોમાંથી એક યજ્ઞ પણ કરતો નથી,તેને આ ક્ષણિક સુખવાળો મનુષ્યલોક પણ ફરીને મળતો નથી ત્યાં પરલોક તો ક્યાંથી જ મળે ? આમ વેદમાં અનેક પ્રકારના યજ્ઞોનું વર્ણન થયું છે બ્રહ્માના જ મુખમાં ચાલુ છે સર્વ કર્મથી નિષ્પન્ન થાય એમ તું જાણ,એ જાણીને તું મુક્ત થઈશ.હે પરંતપ ! દ્રવ્ય યજ્ઞ કરતા જ્ઞાન યજ્ઞ વધારે સારો છે કરણકર હે પાર્થ ! કર્મ માત્ર જ્ઞાનમાં જ પરાકાષ્ટાને પહોંચે છે. તત્વને જાણનારા જ્ઞાનીઓની સેવા કરીને અને નમ્રતાપૂર્વક વિધાન પ્રશ્નો કરીને જ્ઞાન સંપાદન કર.જ્ઞાની પુરુષો તને તે જ્ઞાનનો ઉપદેશ કરશે. તે જ્ઞાન પામ્યા પછી હે પાંડવ ! ફરીને તને આ મોહ થશે નહિ અને તે જ્ઞાનના યોગથી સર્વ ભૂતમાત્ર જે મારામાં છે તે તને જણાઈ આવશે.સર્વ પાપી મનુષ્યથી પણ વધારે પાપી હઈશ તો પણ આ જ્ઞાનરૂપી નૌકાથી તું સર્વ પાપ ટ્રાઇ જઈશ.હે અર્જુન ! જેમ પ્રગટાવેલો અગ્નિ કષ્ટોને ભસ્મ કરે છે તેમ જ્ઞાનરૂપી અગ્નિ પણ બધા કર્મોને બાળી ભસ્મ કરે છે.જ્ઞાનના જેવું પવિત્ર આ જગતમાં બીજું કાંઈ નથી.તે જ્ઞાન કાળે કરીને જેને યોગ્ય(કર્મયોગ)સિદ્ધ થયો છે તે પુરુષ પામે છે.આ જ્ઞાન શ્રદ્ધાવાન,ઈશ્વરપરાયણ અને જિતેન્દ્રિય પુરુષને થાય છે.પણ જે અજ્ઞાન અને જે શ્રદ્ધા રહિત હોઈ શંકાશીલ છે તે નાશ પામે છે.શંકાશીલને આલોક કે પરલોકમાં સુખ નથી.હે ધનંજય ! કર્મયોગના આશ્રયથી જેણે બંધન ફેંકી દીધા છે અને જ્ઞાનથી જેના શંશયો દૂર થયા છે એવા આત્માના પુરુષને કર્મ બાંધી શકતા નથી માટે મારા હૃદયમાં અજ્ઞાનથી ઉત્તપન્ન થયેલા આ શંશયને જ્ઞાનરૂપી તલવારથી કાપી નાખી કર્મયોગનો તું પણ આશ્રય કર ઊઠ ભરતપુત્ર ! ઊઠ,( યુદ્ધ) માટે ઉભો થા.
ઇતિ શ્રીમદ ભગવતગીતાસૂપનિષત્સુ બ્રહ્મવિદ્યાયામ યોગશાસ્ત્રે શ્રીકૃષ્ણાર્જુન સંવાદે ‘કર્મબ્રહ્માર્પણયોગો નામ: ચતુર્થઓધ્યાય :
ભાગ પાંચમો
કર્મસન્યાસયોગ
અર્જુન બોલ્યો: હે કૃષ્ણ ! એકવાર સન્યાસ તો બીજીવાર કર્મનો યોગ ઉત્તમ છે એમ કહો છો તો આ બેમાંથી જેમાં શ્રેય હોટ તે એક મને કહો.
શ્રી ભગવાન બોલ્યા : કર્મોનો સન્યાસ અને યોગ બંને મોક્ષદાયક છે.કર્મનો સન્યાસ કરવા કરતા કર્મયોગ વધારે શ્રેષ્ઠ છે.જે દ્વેષ કરતો નથી અને ઈચ્છા કરતો નથી તે પુરુષને સદાનો સન્યાસી સમજવો કારણકે હે મહાબાહુ ! તે સુખ દુઃખાદિથી મુક્ત થાય છે.સાંખ્ય અને યોગ એ બંને જુદા જુદા છે આમ મૂર્ખ કહે છે.પણ પંડિતો એમ કહેતા નથી,કારણકે જે મનુષ્યો તે બંનેમાંથી એકનો પણ સારી રીતે આશ્રય કરે છે તે બંનેનું ફળ પામે છે.જે સ્થાન સાંખ્ય માર્ગી પામે છે તે જ યોગી પણ પામે છે.જે સાંખ્ય અને યોગને એકરૂપ જુએ છે તે જ ખરો જોનારો છે.હે મહાબાહુ અર્જુન ! કર્મયોગ વિના કર્મનો ત્યાંગ કરવો કષ્ટસાધ્ય છે.પરંતુ કર્મ કરનારો મુનિ તો થોડા જ કાળમાં મોક્ષ પામે છે.જેણે યોગ સાધ્યો છે,જેનું અંત:કરણ શુદ્ધ છે અને જેણે માન અને ઇન્દ્રિયો જીતી છે અને સ રવ ભૂતમાત્રનો આત્મા થયો છે. એવો હોય તે કતમ કરતો હોય તો પણ અલિપ્ત રહે છે.યોગયુક્ત તત્વવેત્તાએ હું કઈ જ કરતો નથી એમ સમજવું,જોતા,સાંભળતા,સ્પર્શ કરતા,આંખ મીંચતા,ખાતા,હરતાંફરતાં,સૂતા,શ્વાસ લેતા,આંખ મીંચતા,ઉઘાડતા કેવળ ઇન્દ્રિયો પોતાનું કાર્ય કરે છે.જે સર્વ કર્મો બ્રહ્માને અર્પણ કરે છે અને તેના ફળની આશા કરતો નથી,તે પાણીમાંનું કમળપત્ર જે પાણીથી લેપાતું નથી તેમ બંધનકારક પાપ વડે લેપાતો નથી.યોગીઓ શરીર,મન,બુદ્ધિ કે કેવળ ઇન્દ્રિયોથી પણ યોગીજનો આશારહિત થઈને આત્મશુદ્ધિ અર્થે કર્મ કરે છે. સમતાવાન યોગી કર્મફળનો ત્યાગ કરીને પરમ શાંતિ પામે છે,પરંતુ બહિર્મુખ પુરુષ સકામ કર્મો કરે છે અને તેના ફળમાં આસક્ત રહે છે માટે તે નિત્ય બંધાય છે. સંયમી પુરુષ બધા કર્મોનો ત્યાગ કરીને નવ દ્વારવાળા નાગરરૂપી શરીરમાં રહેતો હોવા છતાં કઈ જ ન કરતો,ન કરાવતો સુખમાં રહે છે.જગતમાં પ્રભુ કાંઈ locknut કર્તત્વ tekna કર્મ,કર્મના જોડ પણ નિર્માણ કરતા નથી પ્રકૃતિ જ એ સર્વ કરે છે. પરમાત્મા કોઈનું પાપ કે પુણ્ય લેતા નથી. જ્ઞાન ઉપર અજ્ઞાનનું આવરણ પડ્યું છે અને તેથી (માયાથી ) લોકો મોહ પામે છે. પણ જેના અજ્ઞાનનો આત્મજ્ઞાનથી નાશ થયો છે તેને તો તેનું જ્ઞાન સૂર્યની પેઠે પરમાર્થ તત્વનો પ્રકાશ કરે છે. તે ઈશ્વર વિષે જ નિશ્ચયાત્મક બુદ્ધિ જેમની છે તેને વિષે જ દ્રઢ માન છે, તેને વિષે જ એક નિષ્ઠા છે,તે જ એક પરમ આશ્રય છે ,તથા તેની કૃપાથી મેળવેલા આત્મજ્ઞાન વડે જેમનું પાપ ધોવાઈ ગયું છે એવા પુરુષો મોક્ષ પામે છે.જ્ઞાનીઓ વિદ્યા,વિનયયુક્ત બ્રાહ્મણ,ગાય,હાથી,કુતરા અને ચંડાળએ બધાને સરખા માને છે. જેઓનું મન સમત્વને વિષે સ્થિર થયેલું છે તેઓએ આ દેહે જ સંસારને જીત્યો છે એમ સમજવું.કારણકે બ્રહ્મ,સર્વત્ર સમદ્રષ્ટિવાળું અને નિર્દોષ છે માટે તેઓ બ્રહ્મને જ પામ્યા એમ જાણવું. ઇષ્ટ વસ્તુ પ્રાપ્ત થતા હર્ષઘેલા થઇ જવું ન જોઈએ.અને અપ્રિય થાય તો ઉદ્વેગમાં ન જવું જોઈએ.આ પ્રમાણે જેની બુદ્ધિ થઇ છે અને જેણે મોહ થતો નથી તે જ બ્રહ્મમાં રહેનાર કહેવાય.બાહ્ય વિષયોમાં આસક્ત નથી એવો જે પુરુષ આત્મામાં સુખ પ્રાપ્ત કરે છે.અને બ્રહ્મતજી મળીને યુક્ત થઇ તે અક્ષય સુખ ભોગવે છે.ભોગો વિષય જ દુઃખના કરણ જ નીવડે છે તેથી સમજુ પુરુષો હે કૌંતેય એમાં ન રાચે.શરીર છૂટે તે પહેલા જ જેમનુષ્ય કામ,અને ક્રોધના વેગને રોકી શકે છે તે જ ખરો યોગી છે.જેણે અંતર્જ્ઞાન થયું છે,તે યોગી બ્રહ્મરૂપ બની બ્રહ્મ નિર્વાણ પામે છે.જેમના પાપ નાશ પામ્યા છે ,જેની શંકા શમી ગઈ છે મન પર કાબુ મેળવ્યો છે અને પ્રાણીમાત્રના હિતમાં જ પરોવાયેલો રહે છે એવા ઋષિયો બ્રહ્મ-નિર્વાણ મેળવે છે.કામક્રોધ વિનાના આત્મસંયમથી અને આત્મજ્ઞાનવાળા જે યતિઓ જેમને મોક્ષ સામે કરી મૂક્યું હોય તે પ્રમાણે પ્રબળ થાય છે.બહારના વિષયભોગોનો બહિષ્કાર કરીને દ્રષ્ટિ એ ભ્રમરો વચ્ચે રાખી નાકની અંદર આવતા પ્રાણ અને અપાનને સમ કરી ઇન્દ્રિય,મન,બુદ્ધિને કબજામાં રાખી છે અને ઈચ્છા, ભય અને ક્રોધ જેના હઠી ગયા છે તે મોક્ષપરાયણ મુનિ સદા સર્વદા મુક્ત જ છે.યજ્ઞ અને તપને ભોગવનાર,સર્વ લોકનો મહેશ્વર,ભૂતમાત્રનો મિત્ર એવો મને જાણીને તે શાંતિ પામે છે.યજ્ઞ અને તપના ભોક્તા અને સર્વ પ્રાણમાં ભોગવનાર સર્વ લોકના મહેશ્વર,મિત્ર એવો મને જાણીને તે શાંતિ પામે છે.
ઇતિ શ્રીમદ ભગવદ્દગીતાસૂપનિષત્સુ બ્રહ્મવિદ્યાયામયોગશાસ્ત્રે શ્રીકૃષ્ણાર્જુનસંવાદે કર્મસન્યાસયોગો નામ પાંચમોધ્યાય :
ભાગ છઠ્ઠો
અધ્યાય છઠ્ઠો
આત્મસંયમયોગ
શ્રી ભગવાન બોલ્યા : કર્મફળનો આશ્રય ન કરતા જે શાસ્ત્ર પ્રમાણે વિહિત કર્તવ્ય કર્મો કરે છે તે સંન્યાસીઅને કર્મયોગી છે,અગ્નિહોત્રાદિક કર્મ છોડનારને ક્રિયા matron ત્યાગ કરનાર નહિ. હે પાંડવ ! જેને સંન્યાસ કહે છે તેને તું યોગ સમજ.મનમાં સંકલ્પોનો ત્યાગ કર્યા સિવાય કોઈ પણ કર્મયોગી થતો નથી.યોગ સાધનારને માટે કર્મ સાધન છે,જેણે તે સાધ્યો છે તેને માટે ઉપરામ એટલે વિરતિ,શાંતિ જ સાધન છે. જયારે મનુષ્ય ઇન્દ્રિયોના વિષયોમાં અને કર્મમાં આસક્ત થતો નથી તથા સર્વ સંકલ્પોનો ત્યાગ કરે છે ત્યારે જ યોગારૂઢ કહેવાય છે.મનુષ્યે પોતાની મેળે જ પોતાનો ઉદ્ધાર કરવો,પોતાના આત્માની કદીય અધોગતિ થવા દેવી નહિ.આત્મા જ આત્માનો બંધુ છે,અને પોતે જ પોતાનો શત્રુ છે. જેણે પોતાને જીત્યો છે તે પોતે પોતાનો બંધુ છે, પણ જે પોતાને ઓરખતો નથી ke પોતા પ્રત્યે શત્રુની પેઠે વર્તે છે.જેણે પોતાનું મન ટાઢ તડકો,વગેરેથી જીત્યું છે અને જેને શાંતિ પ્રાપ્ત થઇ છે તેનો આત્મા સુખદુઃખ તથા માન અપમાન વિષે એકસરખો રહે છે. ઉપદેશથી મળેલા જ્ઞાન વડે તથા સાક્ષાત અનુભવ જ્ઞાન વડે જેનું મન અનાસક્ત થયું છે,જેણે ઇન્દ્રિયોનો વિજય કર્યો છે,જેને માટીના કટકા ઉપર,પાષાણ ઉપર અને સુવર્ણ ઉપર સાન બુદ્ધિ છે અથવા સર્વને સમાન ગણે છે તે યોગી ઈશ્વરપરાયણ કહેવાય છે.હિતેચ્છુ,મિત્ર,શત્રુ,તટસ્થ,મધ્યસ્થ,અળખામણો અને બાંધવ તેમ જ સાધુ-પુરુષમાં અને દુષ્ટમાં સમભાવ રાખનાર શ્રેષ્ઠ યોગી છે.ચિત્ત સ્થિર કરીને, વાસના અને સંગ્રહનો ત્યાગ કરીને યોગીએ સદાય એકાંતમાં રહેવું અને મનને સમાધિમાં જોડવું. પવિત્ર સ્થાનમાં આસન બહુ ઊંચું નહિ,બહુ નીચું નહિ પરંતુ સમાન તેની નીચે દર્ભ,મૃગચર્મ અને ઉપર વસ્ત્રાસન એમ પોતાને માટે સ્થિર આસન કરવું.ઇંદ્રિયોની ક્રિયાને નિયમમાં રાખી આસન ઉપર બેસીને મનને એકાગ્ર કરવું અને તે પછી મનની શુદ્ધિને માટે યોગ સાધવો.કાયા,ડોક અને મસ્તકને સરખી રીતે સ્થિર રાખીને દ્રઢ પ્રયત્નવાળા થવું.દિશાઓમાં આડીઅવળી દ્રષ્ટિ નહિ કરતા પોતાની નાકની દાંડી તરફ નજર રાખવી. પૂર્ણ શાંતિથી ભયરહિત થઇ બ્રહ્મચર્ય વિષે દ્રઢ થઇ મનનો નિગ્રહ કરી, પરમેશ્વર વિષે પારાયણ થઇ મારુ ધ્યાન ધરતો બેસે.આ પ્રમાણે મનને સદાય સમાધિમાં જોડનારો તથા મનને નિયમમાં રાખનારો યોગી મોક્ષરૂપ શાંત સ્થિતિને પામે છે.હે અર્જુન ! છેક અકરાંતિયાને યોગ સિદ્ધ થતો નથી કે છેક ભોજન નહિ કરનારને યોગ સિદ્ધ થતો નથી,કે નથી થતો ઉપવાસીને,કે નથી થતો અતિ ઊંઘનારને કે જાગનારને.જેનો આહાર તથા વિહાર નિયમિત છે એવા પુરુષનો સમાધિરૂપ યોગ દુઃખનો નાશ કરનારો થાય છે.સારી રીતે નિયમમાં રાખેલું મન આત્મામાં જ સ્થિર થાય છે અને તે આલોકના અને પરલોકના ભોગની તૃષ્ણાનો ત્યાગ કરે છે ત્યારે તે પુરુષ આત્મયોગને પ્રાપ્ત થયો કહેવાય છે.જેમ વાયુ વિનાના સ્થલમ રહેલો દીપક ચલિત થતો નથી,તે જ પ્રમાણે સ્થિર ચિત્તવાળા તથા યોગનું અનુષ્ઠાન કરવાવાળા યોગી પુરુષના અંત:કરણનું કથન કર્યું છે. યોગના સેવનથી અંકુશમાં આવેલું મન શાંતિ પામે છે.જે શુદ્ધ મન વડે આત્માના જ દર્શન કરતો હોવા છતાં વિષયોને પ્રસન્ન કરતો નથી,પરંતુ આત્મા વિષે જ સંતોષ પામે છે.જે સુખ અનંત છે,ઇન્દ્રિયોને અવિષય છે તથા કેવળ શુદ્ધ બુદ્ધિ વડે ગ્રહણ થાય છે તે સુખનો અનુભવ કરે છે તથા જેને વિષે સ્થિર થયા પછી વિદ્વાન પોતાના આત્મસ્વરૂપથી કદાચિત પણ ચલિત થતો નથી તેનો યોગ અર્થરૂપ જાણવો.આત્મસુખરૂપી લાભને મેળવ્યા પછી બીજા લાભને તે અધિક માનતો નથી અને ટાઢ,તડકા વગેરે મોટા સંકટો નડ્યા છતાં પણ તેમાંથી ચલાયમાન થતો નથી.વળી જે અવસ્થામાં લેશમાત્ર પણ દુઃખનો સંયોગ થતો નથી તે અવસ્થાને યોગ જાણવો અને તે યોગ આ પ્રમાણે ફળ આપનારો છે.માટે શાસ્ત્ર ને આચાર્યના ઉપદેશથી દ્રઢતાપૂર્વક યોગાભ્યાસ કરવો.સંકલ્પથી થતી સર્વ કામનાઓ વાસના રહિત ત્યાગ કરી તથા મન વડે ઇન્દ્રિયોના સમૂહને સર્વ વિષયોથી રોકી મનનો સંયમ કરવો.યોગી પુરુષે અડગ બુદ્ધિબળે ધીમે ધીમે મનનો નિરોધ કરવો તથા પ્રત્યેક આત્મા વિષે રહેલ મન વડે બીજા કશાનું ચિંતન કરવું નહિ.ચંચળ એવા મનને સ્થિર કર્યા છતાં પણ તે જો સ્થિર ન રહે તો જે જે વિષય તરફ જાય તે તે વિષયમાંથી તેને પાછું વાળીને આત્માને વિષે જ સ્થિર કરવું.જે રજોગુણ રહિત થાય છે,પાપ રહિત થાય છે અને બ્રહ્મસ્વરૂપ થાય છે તે યોગીને સમાધિનું. ઉત્તમ સુખ પ્રાપ્ત થાય છે આ રીતે મનને સ્વાધીન કરનારા સર્વ પાપરહિત યોગી,સહેલાઈથી અવિદ્યાનો નાશ કરનારા એવા. જ્ઞાનરૂપી સર્વોત્તમ સુખને પામે છે.બધે સમભાવ રાખનારો યોગી પોતાને ભૂતમાત્રમાં અને ભૂતમાત્રને પોતાનામાં જુએ છે.જે મને બધે જુએ છે તથા બધાને મારે. વિષે જુએ છે તે મનુષ્યને હું અદ્રશ્ય નથી અને મારી દ્રષ્ટિ આગળથી તે ખાસતો નથી.જે સર્વ પ્રાણીઓમાં રહેલા એવા મને એકત્વ બુદ્ધિ થી ભજે છે,તે જ્ઞાની સર્વથા કર્મનો ત્યાગ કરે છે તો પણ તે મારે વિષે જ મોક્ષને પામે છે. હે અર્જુન ! જે મનુષ્ય સર્વને પોતાના જેવા જ ગણીને સુખ તેમજ દુઃખને તુલ્ય દેખે છે તે યોગી શ્રેષ્ઠ ગણાય છે.
અર્જુન બોલ્યો : મનના લયને તથા તેની ચંચળતાને અટકાવીને તેને કેવળ આત્મસ્વરૂપે રાખવાથી સમાધિયોગ થાય છે તે તમે કહ્યો, પણ મન ચંચળ હોવાથી એ યોગ લાંબા વખત સુધી ટકી રહે એમ હું જોતો નથી.કેમકે હે કૃષ્ણ ! આ મન જે ચંચળ છે,પ્રમાદી છે,બળવાન છે,તથા દ્ઢ છે તેને વશ કરવાનું કામ હું વાયુના નિગ્રહની માફક અત્યંત કઠિન માનું છું.
શ્રી ભગવાન બોલ્યા : હે મહાબાહુ ! આ મન દુનિગ્રહી તથા ચંચળ છે તેમ chahta હે કૌંતેય ! આ મનનો નિગ્રહ અભ્યાસ તથા વૈરાગ્ય વડે થઇ શકે છે. જેણે અભ્યાસ તથા વૈરાગ્યથી મનને વશ કર્યું નથી તે આ યોગ મેળવવા માટે અશક્તિમાન છે.પરંતુ અંત:કરણને વશમાં રાખી પ્રયત્ન કરતા કરતા ઉપાય વડે તે સાધી શકે છે.
અર્જુન બોલ્યો : હે કૃષ્ણ ! જે અલ્પ પ્રયત્નવાળા છે, શ્રદ્ધા વડે યુક્ત છે તથા જે મંદ પ્રયત્ન હોવાથી યોગભ્રષ્ટ થાય છે તે સફળ ન થવાથી કઈ ગતિને પામે છે ? હે કૃષ્ણ ! મારા આ સંદેહને દૂર કરવા તમે જ સમર્થ છો. તમારા સિવાય આ સંદેહને દૂર કરવા બીજો કોઈ સમર્થ નથી.
શ્રી ભગવાન બોલ્યા : હે પાર્થ ! યોગભ્રષ્ટ પુરુષનો આલોક કે પરલોક વિષે પણ વિનાશ થતો નથી કારણકે કલ્યાણ કર્મ કોઈ પણ પુરુષ દુર્ગતિને પ્રાપ્ત થતો નથી.યોગમાંથી ભ્રષ્ટ થયેલો પુરુષ અશ્વમેધ આદિક યજ્ઞ કરનારા પવિત્ર ઘરમાં અવતરે છે.અથવા બ્રહ્મવિદ્યાવાળા બ્રાહ્મણોના કુળમાં જન્મ લે છે કરણકર આ જગતમાં આ પ્રકારનો જન્મ અત્યંત દુર્લભ છે. હે અર્જુન ! ત્યાંથી તેને પૂર્વ જન્મના સંસ્કાર મળે છે અને ત્યાંથી તે યોગને માટે પ્રગતિ કરે છે.પૂર્વના અભ્યાસને લીધે તે અવશ્ય યોગ તરફ ખેંચાય છે . યોગનો કેવળ જિજ્ઞાસુ પણ સકામ વૈદિક કર્મ કરનારની સ્થિતિને ઓરંગી જાય છે.જયારે આ પ્રમાણે અલ્પ પ્રયત્નવાળો યોગી પરમ ગતિને પામે છે ત્યારે યોગમાર્ગમાં પાપરહિત થયેલો યોગી અનેક જન્મોમાં સેવાથી વૃદ્ધિ પામેલા યોગ વડે સારો થઈને શ્રેષ્ઠ ગતિને પામે છે.તપસ્વીઓ કરતા યોગીને અધિક માન્યો છે, શાશ્ત્રના જ્ઞાન ધરાવનારા પુરુષો કરતા પણ યોગીને અધિક માન્યો છે તેમજ કર્મકાંડી કરતા પણ યોગીને અધિક માન્યો છે માટે હે અર્જુન ! તું યોગી થા.સર્વ યોગિયોંમાં પણ જે શ્રદ્ધાયુક્ત થઈને મારે વિષે મનને લગાડે છે તથા આસક્તિવાળા મન વડે મારુ ભજન કરે છે તેને જ હું ઉત્તમ યોગી માનું છું.
ઇતિ શ્રીમદ ભગવદ્દગીતાસૂપનિષત્સુ બ્રહ્મવિદ્યાયામયોગશાસ્ત્રે શ્રીકૃષ્ણાર્જુનસંવાદે ‘આત્મસંયમયોગો’ નામ
ષષ્ઠોધ્યાય:
ભાગ સાતમો અધ્યાય સાતમો જ્ઞાનવિજ્ઞાનયોગ
શ્રી ભગવાન બોલ્યા : હે અર્જુન ! મારામાં મન પરોવીને મારો આશ્રય લઈને યોગમાં જોડાવાથી તું મને નિશ્ચયપૂર્વક ને સંપૂર્ણ kek ઓરખી શકે તે સાંભળ.હે અર્જુન ! અનુભવવાળું આ જ્ઞાન હું તને યથાર્થ સમયે કહું છું. ચૈતન્યરૂપ જ્ઞાનને જાણી પછી તારે માટે બીજું જાણવાનું બાકી રહેશે નહિ.હે અર્જુન ! સિદ્ધિને માટે હજારો મનુષ્યોમાંથી કોઈક જ પ્રયાસ કરે છે અને તે પ્રયાસ કરનારામાંથી કોઈક જ મને વાસ્તવ સ્વરૂપે પિછાણે છે. પૃથ્વી,પાણી,અગ્નિ,વાયુ,આકાશ,મન,બુદ્ધિ અને અહંકાર આઠ પ્રકારની મારી પ્રકૃતિ છે.
હે મહાબાહુ ! આ પ્રકૃતિને અપરા કહેવામાં આવે છે.હવે આ અપરા પ્રકૃતિથી શ્રેષ્ઠ એવી મારી પરા પ્રકૃતિને જીવ રૂપે રહેલી જાણ, જેના વડે આ સર્વ જગત નભી રહ્યું છે.આ બે પ્રકારની પ્રકૃતિ સર્વ પ્રાણીઓની ઉત્તપત્તિરૂપ છે અને તે દ્વારા જ મને સર્વ જગતની ઉત્તપત્તિ તથા પ્રલયનો કારણભૂત માન.હે ધનંજય ! મારાથી ઉત્તમ હોય eve કઈ પણ નથી. જેવી રીતે diorama મણકા પરોવાયેલા હોય છે તેવી રીતે મારામાં આ બધું પરોવાયેલું છે.હે કૌંતેય ! પાણીમાં હું રસ છું.સૂર્ય-ચંદ્રમા જે પ્રકાશ છે તે હું છું. તથા સર્વ વેદોમાં ૐકાર હું છું.આકાશમાં શબ્દ હું છું.અને મનુષ્યોમાં જે પરાક્રમ તે પણ હું છું. હે અર્જુન ! પૃથ્વીમાં સુગંધ હું છું. અગ્નિમાં તેજ હું છું.પ્રાણીમાત્રનું જીવન હું છું અને તપસ્વીઓનું તપ તે પણ હું છું.હે અર્જુન ! સ્થાવર જંગમરૂપી જે સનાતન બીજ તે મને જ જાણ,બુદ્ધિમાન પુરુષોની જે બુદ્ધિ તે હું જ છું અને તેજસ્વીઓનું તેજ પણ હું જ છું .કામ અને તૃષ્ણા વિનાના બળવાનોમાં રહેલું બળ હું છું અને હે ભરતર્ષભ ! પ્રાણીઓમાં ધર્મ વિરુદ્ધ ન હોય એવો કામ પણ હું જ છું. વળી જગતમાં સાત્વિક,રાજસ તથા તામસ ભાવો છે તે મારાથી ઉપજેલા જાણ.વળી તેઓ બધા મારામાં રહેલા છે પણ હું તેઓમાં રહેલો નથી.હે અર્જુન ! આ ત્રણ ગુણમય નાશવંત પદાર્થોમાં જ આ સર્વ જગતમાં મોહ પામેલું હોવાથી એનાથી શ્રેષ્ઠ એવા મને-અવિનાશીને તે જાણતું નથી.મારી આ અલૌકિક અને ત્રિગુણાત્મક માયા તરવી કઠણ છે, પણ જેઓ મારે શરણે આવે છે તેઓ તેને સહેજે તરી શકે છે.હે અર્જુન ! એ માયામાં અટવાતા મૂઢ અને કુકર્મી,દુરાચારી,આસુરી સ્વભાવમાં પડવાથી મારે શરણે થતા નથી.હે અર્જુન ! દુઃખી,જિજ્ઞાસુ,વિષયી અને જ્ઞાની આ ચાર પ્રકારના સદાચારી મનુષ્યો મને ભજે છે.તેઓમાં પણ નિત્ય સમભાવી અને એકનેજ ભજનાર જ્ઞાની શ્રેષ્ઠ છે.આવા જ્ઞાનીને હું અત્યંત પ્રિય છું અને એવા જ્ઞાની મને બહુ પ્રિય છે. આ બધાજ ભક્તો સારા છે. તેમાં જ્ઞાનીને તો હું મારો આત્મા જ માનું છું.કેમકે તે મને જ ઉત્તમ ગતિરૂપ માની જે મારા વિષે સમાહિત ચિત્તવાળો થઇ સર્વથી શ્રેષ્ઠ પરમ ફળરૂપ એવા હું -પરમેશ્વરનો જ આશ્રય લઉં છું.અનેક જન્મોને અંતે જ્ઞાની ‘આ સર્વ વાસુદેવ રૂપ જ ‘ છે એમ જાણીને મારે આશ્રયે હોય છે.પરંતુ એવા મહાત્મા અતિ દુર્લભ છે.વિવિધ કામનાઓને લીધે જેઓનું તે જ્ઞાન દબાઈ રહ્યું છે એવા મનુષ્યો પોતપોતાની પ્રકૃતિને આધીન થઈને તે પ્રકારના નિયમોનું પ્લાન કરીને અન્ય દેવતાઓને ભજે છે.હે અર્જુન ! જે જે પુરુષ ભક્તિયુક્ત જે દેવતા અથવા મૂર્તિને શ્રદ્ધા વડે ભજવા પ્રવુત્ત થાય છે તે પુરુષને દેવતા- મૂર્તિ પ્રતિ હું સ્થિર કરું છું.પછી તે શ્રદ્ધાબળેતે તે દેવતાની આરાધના કરવા લાગી જાય છે અને પછીમે જ નીમેલા કામ ફળ તેને મળે છે.પણ તે અલ્પ બુદ્ધિવાળાનું ફળ નાશવંત હોય છે જેથી દેવતાનું આરાધન કરનારો પુરુષ દેવતાઓને જ પામે છે.તથા મારો અર્થાત પરમેશ્વરનો ભક્ત મને જ પામે છે.મારા પરમ અવિનાશી અને અનુપમ સ્વરૂપને ન જાણનારા બુદ્ધિહીન લોકો ઇન્દ્રિયોથી અતીત એવા મને ઇન્દ્રિયગમ્ય થયેલો માને છે. હું જગતની રક્ષા કરવા માટે અનેક જાતના શુદ્ધ અને સાત્વિક સ્વરૂપો ધારણ કરું છું.આમ હું મારી યોગરૂપ માયાથી ઢંકાયેલો હોવાથી સર્વને પ્રકટ દેખાતો નથી.હું આ જ છું અને અવ્યય છું એવું મૂઢ લોકો જાણતા નથી.હે ભારત ! હે પરંતપ ! પ્રાણીમાત્ર ઈચ્છા તથા દ્વેષથી ઉત્પન્ન થયેલા સુખ અને દુઃખ રૂપી ધર્મના કારણ રૂપ મોહે કરી જગતમાં ભુલાવામાં પડે છે.પણ જે પુણ્યકર્મવાળાનું પાપ નાશ પામ્યું છે તે પુરુષ દ્વંદ્વ ધર્મરૂપ મોહથી રહિત થવાથી તથા દ્ઢ સંકલ્પવાળો થવાથી પરમેશ્વરને જ ભજે છે.જેઓ જરા ને મરણથી મુક્ત થવા માટે મારો આશ્રય લે છે તેઓ પરમાત્માને તથા તેના સાધનભૂત સર્વ કર્મોને જાણે છે.જેઓ અધિભૂત,અધિદૈવ abe અધિયજ્ઞ સહીત મારા સ્વરૂપને જાણે છે તે મારે વિષે આસક્ત મનવાળા પુરુષો મરણવેળા પણ મને ભજે છે માટે મારા ભક્તો યોગભ્રષ્ટ થાય છે એવી શંકા જ કરવી નહિ.
ઇતિ શ્રીમદ ભગવદ્દગીતાસૂપનિષત્સુ બ્રહ્મવિદ્યાયામયોગશાસ્ત્રે શ્રીકૃષ્ણાર્જુનસંવાદે ‘જ્ઞાનવિજ્ઞાનયોગો’નામ
સપ્તમોધ્યાય :
ભાગ આઠમો અક્ષરબ્રહ્મયોગ
અર્જુન બોલ્યો :
હે પુરુષોત્તમ ! ઉપર જે બ્રહ્મ કહ્યું તેનું સ્વરૂપ શું ? અધ્યાત્મ એટલે શું ? કર્મ એટલે શું ? અધિભૂત શાને કહે છે ? અને અધિદૈવ શું કહેવાય છે ? હે મધુસુદન ! આ દેહને વિષે અધિયજ્ઞ શું અને કઈ રીતે છે ? અને સંયમી તમને મરણ વખતે શી રીતે જાણી શકે ?
શ્રી ભગવાન બોલ્યા : બ્રહ્મને અવિનાશી તથા પરમ કહેવામાં આવે છે.સ્વભાવને અધ્યાત્મ કહેવામાં આવે છે તથા ભૂતોની ઉત્ત્પત્તિ તથા વૃદ્ધિ કરનાર સૃષ્ટિ વ્યાપારને કર્મ કહેવામાં આવે છે. હે મનુષ્ય શ્રેષ્ઠ અર્જુન ! મારુ નાશવંત સ્વરૂપ અધિભૂત કહેવાય છે.તેને વિષે રહેલું મારુ જીવંત સ્વરૂપ અધિદેવ કહેવાય છે.અધિયજ્ઞ આ મનુષ્ય દેહ વિષે રહે છે.પણ યજ્ઞ વડે શુદ્ધ થયેલું જીવસ્વરૂપ છે.મરણ વેળા મારુ સ્મરણ કરતા દેહત્યાગ કરીને જે પુરુષ ઉત્તમ એવો અર્ચિરાદિક માર્ગે જાય છે તે મારા રૂપને પામે છે એ વાત શંકા વિનાની છે.હે અર્જુન ! સર્વકાળે દેવતાના વિષે ભાવવાળો પુરુષ મરણકાળે જે જે દેવતાનું સ્મરણ કરતા શરીરત્યાગ કરે છે તે દેવભાવને -ભગવાનને પામે છે.માટે હંમેશા મારુ સ્મરણ કર તથા યુદ્ધ કર,મારે વિષે મન તથા બુદ્ધિ રાખવાથી અવશ્ય મને જ પામીશ.હે પાર્થ ! સર્વદા પરમાત્માનું ચિંતન કરનારો પુરુષ અભ્યાસરૂપ યોગ વડે યુક્ત તથા અન્ય વિષયોમાં નહિ ગમન કરવાવાળા ચિત્ત વડે પરમ દિવ્ય એવા પુરુષને પામે છે.સર્વજ્ઞ,અનાદિ,સર્વના નિયંતા,સૂક્ષ્મ,સર્વના પાલનહાર,અચિંત્ય ,સૂર્યની માફક તેજસ્વી તથા અજ્ઞાનથી પર રહેલા એવા દિવ્ય પુરુષનું જે કોઈ ચિંતન કરે છે તે પુરુષ દિવ્ય પુરુષને પામે છે.જે પુરુષ મરણકાળે એકાગ્ર મન વડે દિવ્ય પુરુષનું સ્મરણ કરે છે,ભક્તિ વડે યુક્ત છે તે પુરુષ બે ભૃકુટિ વચ્ચે પ્રાણને સારી સ્થાપના કરી પરમ દિવ્ય પુરુષને પ્રાપ્ત થાય છે.વેદ જાણનાર પુરુષ જે અક્ષરનું કથન કરે છે,નિ:સ્પૃહ સન્યાસી જે અક્ષરને પ્રાપ્ત થાય છે તથા જે સાધુ પુરુષ અક્ષરને ઈચ્છતો હોય છતાં બ્રહ્મચર્ય વ્રતનું આચરણ કરે છે તે અક્ષરનું કથન હું તને ટૂંકમાં આપીશ. ઇન્દ્રિયના સર્વ દ્વારને નિયમમાં સ્થિર કરીને નિયમમાં રાખીને,મનને હૃદયમાં સ્થિર કરીને ,પ્રકરણને મસ્તકમાં સ્થિર કરીને,સમાધિસ્થ થઈને,ૐ એવા એક અક્ષરરૂપી બ્રાહ્મણો ઉચ્ચાર કરતા કરતા તથા મારુ સ્મરણ કરતા શરીરનો ત્યાગ કરી જાય છે તે મારી શ્રેષ્ઠ ગતિને પામે છે.હે પાર્થ, જે યોગી બીજી વસ્તુમાં નિરંતર મન રાખ્યા વિના મારુ સ્મરણ કરે છે તે નિત્ય- યુક્ત મને સહેજે પ્રાપ્ત થાય છે. ઉપાસક પુરુષ મને પ્રાપ્ત થઇ ફરીથી સર્વ દુઃખોના સ્થાનભૂત નાશવાન જન્મને પ્રાપ્ત થતો નથી,કારણકે મહાત્મા સર્વથી ઉતકૃષ્ટ મોક્ષને પ્રાપ્ત થાય છે. હે કૌંતેય ! બ્રહ્મ લોકથી મંડી બધા લોક ફરી આવવાવાળા છે. એક પરમેશ્વરને જ પ્રાપ્ત થવાથી પુનર્જન્મ થતો નથી. જે પુરુષ હજાર યુગ લગીના દિવસને તથા રાત્રિને જાણે છે તે યોગીજન જ દિવસ તથા રાત્રિનો જાણવાવાળો છે.બ્રહ્માનો દિવસજે ઉગતા જ અવ્યક્તથી આ સર્વ વ્યક્તિઓ ઉત્તપન્ન થાય છે તથા રાત્રી પડતાજ તે સર્વ વ્યક્તિઓ અવ્યક્તમાં લય થાય છે.હે અર્જુન ! આ પ્રાણીઓનો સમુદાય આમ અનેક વાર ઉત્તપન્ન થઇ તથા પરતંત્ર થઇ બ્રહ્માનો દિવસ ઉગતા ઉત્તપન્ન થાય છે તથા રાત્રી પડતા લય થાય છે.જે સતત ભાવ આ વ્યક્તથી પર છે,અત્યંત વિલક્ષણ છે,ઇન્દ્રિયોનો અવિષય છે તે સનાતન ભાવનો,સર્વ ભૂતનો નાશ થવા છતાં પણ નાશ થતો નથી.અવ્યક્ત અને અક્ષર -અવિનાશી એવા જ કહેવાય છે તેને જ પરમ ગતિ કહે છે. ગતિને પ્રાપ્ત થયા પછી પુન:જન્મ પામતો નથી તે મારુ જ પરમ ધામ છે.હે પાર્થ ! જગતના કારણભૂત એવા જે પરબ્રહ્મ તેમાં સર્વ પ્રાણીઓ રહ્યા છે અને તે કારણભૂત પુરુષથી આ સર્વ જગત વ્યાપ્ત છે અને તે પરમપુરુષના દર્શન અન્ય ભક્તિ વડે થાય છે.હે ભરતવંશમાં શ્રેષ્ઠ ! જે કાલાભિમાની દેવતાવાળા માર્ગ ઉપર ગયેલા યોગિયોં તથા કર્મ કરનાર ક્રમ પ્રમાણે મોક્ષને તથા જન્મ મરણ રૂપ સંસારને પામે છે.તે કાલાભિમાનીનો માર્ગ હું તને કહીશ. જે માર્ગ વિષે જ્યોતિરૂપી અગ્નિ,દિવસ,શુક્લપક્ષ તથા માસ રૂપ ઉત્તરાયણ ઇત્યાદિ રહેલા છે તેવાના માર્ગ વિષે ગમન કરનારો સગુણ બ્રહ્મનો ઉપાસક પુરુષ સગુણ બ્રહ્મને જ પ્રાપ્ત થાય છે. જે માર્ગ વિષે ધૂમરાત્રી,કૃષ્ણપક્ષ તથ્ય છ માસ રૂપ દક્ષિણાયન ઇત્યાદિ રહેલા છે. તે માર્ગ વિષે જવાવાળો કર્મી પુરુષ ચંદ્રમાંથી પ્રાપ્ત થયેલા કર્મના ફળને પ્રાપ્ત થઇ પુનર્જન્મને પ્રાપ્ત થાય છે.આ લોકના પ્રસિદ્ધ શુક્લ તથા૫ કૃષ્ણ બેઉ માર્ગો અનાતિ સિદ્ધ છે. આ બે માર્ગો વિષે શુક્લ માર્ગ વડે કોઈક ઉપાસક પુરુષ મોક્ષ પામે છે તથા બીજા કૃષ્ણ માર્ગ વિષે તો પુનર્જન્મને જ પ્રાપ્ત થાય છે.આ પૂર્વોક્ત બંને માર્ગને જાણતા છતાં એવો કોઈ ધ્યાનપરાયણ પુરુષ મોહને પ્રાપ્ત થયો નથી તેથી હે અર્જુન ! સર્વ કાળ વિષે તું ધર્મપરાયણ થા.વેદો વિષે,યજ્ઞો વિષે,તપ વિષે તથા દાન વિષે જે પુણ્ય નું ફળ કહ્યું છે તે સર્વને ઓળંગીને યોગી ઉત્તમ આદિ સ્થાન પામે છે.
ઇતિ શ્રીમદ ભગવદ્દગીતાસૂપનિષત્સુ બ્રહ્મવિદ્યાયામયોગશાસ્ત્રે શ્રીકૃષ્ણાર્જુનસંવાદે ‘અક્ષરબ્રહ્મયોગો
’નામાંષ્ટમોધ્યાય :
અધ્યાય નવમો
રાજવિદ્યા રાજગુહ્ય યોગ
શ્રી ભગવાન બોલ્યા :હે અર્જુન! તું દ્વેષરહિત હોવાથી હું અગત્ય ગુહ્ય તથા અનુભવવાળા જ્ઞાનનું કથન કરું છું.જે જ્ઞાનને પ્રાપ્ત કરી તું સંસાર બંધનથી મુક્ત થઈશ.આ આત્મજ્ઞાન સર્વ વિદ્યાના રાજા રૂપ છે.સર્વ ગુહ્ય પદાર્થોમાં શ્રેષ્ઠ છે,સર્વથી ઉત્તમ પવિત્ર છે. તેને વિષે પવિત્ર પ્રમાણ રહેલ છે તે સર્વધર્મના ફળરૂપ છે. આચારમાં તે શક્ય છે તથા અવિનાશી છે.હે અર્જુન! આ ધર્મની શ્રદ્ધાથી રહિત પુરુષ મને પ્રાપ્ત ન થતા મૃત્યુયુક્ત સંસાર રૂપ માર્ગ વિષે નિરંતર ભ્રમણ કરે છે.હે અર્જુન ! અવ્યક્ત મૂર્તિવાળા મેં આ સર્વ જગત વ્યાપ્ત કર્યું છે, આથી સર્વભૂત મારા વિષે રહેલ છે.પણ હું તે ભૂતો વિષે રહેલ નથી.હે અર્જુન ! આ સર્વ ભૂત મારે વિષે સ્થિત નથી.મારા અદભુત પ્રભાવને તું જો.મારુ સચ્ચિદાનંદ સ્વરૂપ જો કે ભૂતોનું ઉત્તપત્તિ કારણ છું ,છતાં તે ભૂતોને વિષે નથી.સર્વ દિશાઓમાં વિચરનારા મહાન વાયુ જેમ આકાશ વિષે રહેલો છે તેમ આ બધા પ્રાણી મારે વિષે સ્થિત છે એમ માન.હે કૌંતેય ! પ્રલયવેળા સર્વ પ્રાણીઓ મારી નિર્ગુણ કાયા વિષે લિન થાય છે અને ફરી સૃષ્ટિ વેળા હું સર્વ પ્રાણીઓને સર્જુ છું.પ્રકૃતિના તાબામાં હોવાથી પરવશ એવા પ્રાણીઓના આ તમામ સમુદાયને મારી જ એ માયા પ્રકૃતિને હાથમાં લઈને હું ફરી ફરી ઉત્તપન્ન કરું છું,હે અર્જુન ! ઉદાસીન પુરુષની માફક રહેલા કર્મો વિષે આસક્તિથી રહિત એવા મને સૃષ્ટિ આદિ
કર્મો બંધનકર્તા થતા નથી.હે કૌંતેય ! પ્રકાશરૂપ મેં પ્રકાશિત કરેલી માયારૂપ પ્રકૃતિ જ સ્થાવર અને જંગમ જગતની ઉત્તપત્તિ કરે છે.આ પ્રકાશ વડે જગત વિવિધ પ્રકારે પરિવર્તન પામે છે.આ વિવેકી માણસ મારા સર્વભૂતોનાં મહાન ઈશ્વરરૂપ સર્વથી ઉત્કૃષ્ટ પરમાર્થિક તત્વને જાણતા નહિ હોવાથી આ મનુષ્યમૂર્તિને ધારણ કરવાવાળા મારો અનાદર કરે છે.જેમની આશા નિષ્ફળ છે.જેમનું કર્મ નિષ્ફળ છે એવા વિચારહીન પુરુષો રાક્ષસી,આસુરી તથા મોહ ઉપજાવનારી પ્રકૃતિનો જ આશ્રય લે છે.હે અર્જુન ! દૈવી પ્રકૃતિનો આશ્રય કરનાર એકનિષ્ઠ મહાત્મા તો મને સર્વભૂતોનાં કારણરૂપ તથા નારાથી રહિત જાણી મને ભજે છે.હે અર્જુન ! તે મારુ હંમેશા કીર્તન કરતો હોવા છતાં દ્રઢ વ્રતવાળો છતાં મને મને નમસ્કાર કરતા છતાં મારી ભક્તિ વડે નિત્ય મારુ ધ્યાન ધરી મારુ ચિંત્વન કરે છે.વળી બીજા અદ્વૈત રૂપે કે અનેકરૂપે દ્વૈત રૂપે બધે રહેલા મને જ્ઞાન વડે ઉપસે છે.હે અર્જુન ! હું સંકલ્પ છું,હું જ યજ્ઞરૂપ છું,હું જ સ્વધારુપ છું,હું જ ઔષધ રૂપ છું,હું જ મંત્રરૂપ છું,હું જ ઘીની આહુતિરૂપ છું,હું જ અગ્નિરૂપ છું તથા હું જ હવનરૂપ છું.આ જ જગતનો પિતા,માતા,ધારણ કરનાર તથા પિતામહરૂપ હું પરમેશ્વર જ છું તેમજ વેધ વસ્તુરૂપ,પવિત્ર વસ્તુરૂપ,ૐકારરૂપ,ઋગવેદરૂપ તથા યજુર્વેદરૂપ હું જ છું.હું ગતિરૂપ,પોષકરૂપ,પ્રભુરૂપ,સાક્ષીરુપ,નિવાસરૂપ,શરણરૃપ,સહ્રદયરૂપ,પ્રજારૂપ,પ્રલયરૂપ,સ્થાનરૂપ,નિધાનરૂપ તથા નારાથી રહિત બીજરૂપ પણ છું.હે અર્જુન ! હું તાપને કરું છું,વરસાદને રોકુ કે પડવા દઉં છું,અમૃત રૂપ છું,મૃત્યુરૂપ સતરૂપ છું તથા અસતરૂપ પણ હું જ છું.ત્રણ વેદમાં કહેલા કર્મ કરીને સોમરસનું પાન કરનારા અને શુદ્ધ થયેલા એવા જે પુરુષો એ સ્વર્ગની યાચના કરે છે તેઓ પોતાન ફળરૂપ એવા ઇંદ્રલોકમાં જઈને ત્યાં દેવતાઓના દિવ્ય ભોગ ભોગવે છે.આ વિશાળ સ્વર્ગલોકને ભોગવી પુણ્યનો નાશ થતા તેઓ ફરી આ લોકને પ્રાપ્ત થાય છે.આ -રામને ત્રણ વેદના કર્મો કરનારા ફળના લોભીઓને જન્મમરણના ફેરા ફરવા પડે છે.જે અધિકારી જન્મ અનન્ય થઇ ચિંતન કરતા છતાં મારો પરબ્રહ્મનો સાક્ષાત્કાર કરે છે તે પુરુષના યોગક્ષેમને હું પરમેશ્વર જ વહન કરું છું.હે કૌંતેય ! અન્ય દેવતાઓને પણ જે ભક્ત શ્રદ્ધાયુક્ત થઇ ભજે છે,ભક્ત પણ ભલે વિધિ વિના પણ મારુ પૂજન કરે છે.હું સર્વ યજ્ઞનો ભોક્તા છું.છતાં ફળપ્રદાતા છું.આ વાત પ્રસિદ્ધ છે.સકામ પુરુષ મને તે રીતે કદી ન જાણતો હોવાથી પુનર્જન્મને પ્રાપ્ત થાય છે.દેવતાઓનો પૂજક દેવતાઓને જ પામે છે.પિતૃઓનો પૂજક પિતૃઓને પામે છે,ભૂતોનો પૂજક ભૂતોને પામે છે તથા મારો પૂજક મને જ પામે છે.જે કોઈ મને ભક્તિ વડે પત્ર,પુષ્પ,ફળ,જળ આપે છે તે શુદ્ધ બુદ્ધિવાળા પુરુષના ભક્તિપૂર્વક અર્પણ કરેલ પત્ર પુષ્પાદિકનો હું સ્વીકાર કરું છું.તેથી હે કૌંતેય ! તું જે કરે છે,જે ભોજન કરે છે ,જે હોમ કરે છે,દાન કરે છે તથા જે તપ કરે છે,તે બધું તું મને અર્પણ કર.આ રીતે તું શુભાશુભ ફળવાળા કર્મબંધનનો પરિત્યાગ કરી શકીશ,તથા ફળત્યાગ રૂપ સમત્વને પામી જન્મમરણથી મુક્ત થઇ મને પામીશ.હે અર્જુન ! હું સર્વ પ્રાણી વિષે સમભાવ રાખું છું,જેથી કોઈ પણ મને પ્રિય કે અપ્રિય નથી,તો પણ જે મારુ ભક્તિ વડે સેવન કરે છે,તે મારે વિષે વર્તે છે,તથા હું પણ તેને વિષે વર્તુ છું.મોટા દુરાચારી પણ અનન્ય ભાવે મને ભજે તો તેને સાધુ માનવો,કારણકે તે સાચા નિશ્ચયવાળો છે.તે તરત જ ધર્માત્મા થાય છે તથા નિરંતર શાંતિને પ્રાપ્ત થાયછે.હે કૌંતેય ! મારો ભક્ત નાશ પામતો નથી એ તું જરૂર જાણ.હે પાર્થ ! મારો આશ્રય કરી જે પુરુષ પાપીયોંનીવાળો હોય છે,તે સ્ત્રી હોય છે,વેશ્યા હોય છે તથા શુદ્ર હોય છે તે પણ પરંગતીને પ્રાપ્ત થાય છે. આ વાત ની:શંશયી છે.હે અર્જુન ! મારો ભક્ત જો ઉત્તમ જાતિવાળો બ્રાહ્મણ કે ક્ષત્રિય હોય છે તો પરમગતિ પ્રાપ્ત થાય તેમાં શું જ કહેવું,માટે તું આ અનિત્ય તથા દુઃખયુક્ત મનુષ્ય દેહને પામી મને ભજ.હે અર્જુન ! તું મારામાં મન રાખ,મારો ભક્ત થા.મારા પૂજન વિષે પરાયણ થા,તથા મને નમસ્કાર કર.આ પ્રકારે મારા શરણને પ્રાપ્ત થયેલો આ તારા અંત:કરણને મારે વિષે યોજવાથી મને પામીશ.
ઇતિ શ્રીમદ ભગવદ્દગીતાસૂપનિષત્સુ બ્રહ્મવિદ્યાયામયોગશાસ્ત્રે શ્રીકૃષ્ણાર્જુનસંવાદે ‘રાજવિદ્યારાજગુહ્યયોગો’
નામ નવમોધ્યાય:
ભાગ દસમો
અધ્યાય દસમો
વિભુતિયોગ
શ્રી ભગવાન બોલ્યા : હે અર્જુન ! તું ફરી પણ પરમાત્મા સંબંધી મારુ કહેવું સાંભળ કે જે પરમ વચન હું મારા વાંચનામૃતોથી પ્રસન્ન થાય એવા તને હિત કરવાની ઈચ્છાથી કહીશ.મારા પ્રભાવને ઇન્દ્ર વગેરે દેવતા જાણતા નથી, માટે હું તે દેવતાઓના તથા મહાન પુરુષોના સર્વ પ્રકારે કારણરૂપ છું.અજન્મા કારણથી રહિત તથા સર્વ લોકના મહાન ઈશ્વર એવા મને જે જાણે છે તે સર્વ મનુષ્યોની વચમાં સંમોહથી રહિત થયેલો છતાં સર્વ પાપમાંથી મુક્ત થાય છે.બુદ્ધિ,જ્ઞાન,અમૂઢતા,ક્ષમા,સત્ય,ઇન્દ્રિયનિગ્રહ,સમતા,તૃપ્તિ,તપ,દાન,યશ તથા અયશએ પ્રાણીઓના જુદા જુદા ભાવો સારા વડે ઉત્ત્પન્ન થાય છે.સપ્તર્ષિ તેમનીં પૂર્વેના ચાર,તેવા જ મનુ ,જેમનાથી જગતની આ પ્રજા થઇ તે મારા જ સંકલ્પથી ઉત્ત્પન્ન થયેલા છે.જે મારી આ વિભૂતિને તથા યોગને યથાવત જાણે છે તે અચલ સમતાને પામે છે એમાં સંશય નથી.હું બધાની ઉત્તપત્તિનો કારણરૂપ છું તથા બધું મારાથી જ પ્રવૃત્તિ થાય છે,આમ મણિ બુદ્ધિમાન લોકો ભાવપૂર્વક મને ભજે છે.જેમનું ચિત્ત મારે વિષે છે,જેમનો પ્રાણ મને પ્રાપ્ત થયો છ,પરસ્પર મારુ જ બોધન કરે છે તથા નિત્ય કથન કરે છે તેવી રીતનો મારો ભક્ત સંતોષને પામે છે તથા સુખનો અનુભવ કરે છે.મારા વિષે તન્મય રહેનાર તથા પ્રીતિપૂર્વક મારુ ભજન કરનાર ભક્તજનને હું જ્ઞાન આપું છું જેથી તેઓ મને પામે છે.એમ મને પ્રેમપૂર્વક ભજતાં મારામાં સતત યુક્ત રહેનારા તેઓને હું એવો બુદ્ધિયોગ આપું છું કે જરથી તેઓ મને પામે છે.તે ભક્તજનોના અનુગ્રહ અર્થે તેના હૃદયમાં રહેલો છતાં હું બ્રહ્મચિદાભાસયુકત વૃત્તિ જ્ઞાનરૂપ દીપકે કરી તેઓના અજ્ઞાનરૂપ અંધકારનો નાશ કરું છું.આ
અર્જુન બોલ્યો : ભગવાન,પરબ્રહ્મ,પરમધામ,પરમપવિત્ર આપ જ છો જેથી ભૃગુ આદિ ઋષિ એવા દેવર્ષિ નારદ,અસિત,દેવલ તથા વ્યાસ,અવિનાશી,દિવ્ય,આદિ દેવ તથા અજ તથા વિભુરૂપે કહે છે તથા સાક્ષાત આપ કહો છો.હે કેશવ ! જે વચન આપ કહો છો તે સર્વ હું સત્ય મનુ છું કારણકે હે ભગવાન ! દેવો તેમજ દાનવો પણ તમારા પ્રભાવને જાણી શકતા નથી.હે પુરુષોત્તમ ! હે ભૂતભાવન ! હે ભૂતેશ ! હે દેવાધિદેવ ! હે જગત્પતિઃ ! તમે પોતેજ પોતા વડે પોતાને જાણો છો.હે ભગવાન ! જે વિભૂતિ વડે આ સર્વ લોકને તમે વ્યાપી રહેલા છો તે દિવ્ય વિભૂતિઓ કૃપા કરી પુરેપુરી કહો.હે યોગી ! હું હંમેશા કઈ વિભૂતિઓથી તમારું ચિંતન કરું તો તમને જાણું ! અને મારે તે વિભૂતિરૂપે વિચાર કરવા યોગ્ય કયા કયા રૂપે તમને પ્રાર્થવા ? હે જનાર્દન ! તમારી શક્તિ અને તમારી વિભૂતિઓનું વર્ણન મારી પાસે વિસ્તારથી ફરીથી કરો.તમારી અમૃતમય વાણીને સાંભળતા હું કદી પણ ધરાતો જ નથી.
શ્રી ભગવાન બોલ્યા : હે કુરુશ્રેષ્ઠ ! હું મારી મુખ્ય મુખ્ય દિવ્ય વિભૂતિઓ તને કહીશ,પણ મારા વિસ્તારનો તો અંત છે જ નહિ.હે ગુડાકેશ ! હું બધા પ્રાણીઓના અંત:કરણમાં સર્વજ્ઞત્વ સર્વ શક્તિત્વ આદિ ગુણ વડે રહેલો આત્મા છું તેમ સર્વ પ્રાણીઓની ઉત્તપત્તિ સ્થિતિ અને લય કરનાર પણ હું જ છું.હે અર્જુન ! આદિત્યોમાં વિષ્ણુ હું છું.પ્રકાશક પદાર્થોમાં વિશ્વવ્યાપક કિરણોવાળો સૂર્ય હું છું ( આવહ,પ્રવહ,ઉદહ અને સંવહ એ સાત ) વાયુ ગુણોમાં હું મરીચ નામનો વાયુ છું.નક્ષત્રોમાં હું ચંદ્ર છું.વેદોમાં હું સામવેદ છું.દેવતાઓમાં હું ઇન્દ્ર છું.ઇન્દ્રિયોમાં હું મન છું.પ્રાણીઓમાં હું ચેતનશક્તિ છું.રુદ્રમા હું શંકર છું.રાક્ષસોંમાં હું કુબેર છું.ને વસુઓમાં હું અગ્નિ છું.અને પર્વતોમાં હું મેરુ પર્વત છું.હે પાર્થ,પુરોહિતોમાં હું મુખ્ય બૃહસ્પતિ છું.દેવના સેનાપતીયોમાં હું કાર્તિકસ્વામી છું ને સરોવરમાં હું સાગર છું.મહર્ષિઓમાં હું ભૃગુ છું,વાણીઓમાં હું એક અક્ષરરૂપી ૐકાર છું,શ્રોત તથા સ્માર્ત યજ્ઞમાં હું જપયજ્ઞ છું અને સ્થવારોમાં હું હિમાલય છું.સર્વ વૃક્ષોમાં હું પીપળો છું,દેવર્ષિઓમાં હું નારદ છું ગંધર્વોમાં ચિત્રરથ છું તથા સિદ્ધોમાં કપિલ મુનિ છું.ઘોડાઓમાં અમૃતમંથન વખતે ઉત્તપન્ન થયેલા ઉચ્ચૈ:શ્રવાને મારી વિભૂતિ જાણજે,સર્વ હાથીઓમાં ઐરાવત હાથીને મારી વિભૂતિ જાણજે અને સર્વે મનુષ્યોમાં મને રાજા જાણજે.હથિયારોમાં હું વ્રજ છું,ગાયોમાં હું કામના પૂરનારી કામધેનુ ગાયહું છું,સર્વ પ્રજાને ઉત્તપન્ન કરનાર હું કામદેવ દેવ છું અને સર્પ માત્રમાં હું વાસુકી નામનો સર્પ છું.ઝેર રહિત નાગોમાં શેષનાગ છું,જળચરોમાં હું વરુણ છું,પિતૃઓમાં હું અર્યમાં છું અને શિક્ષા આપીને નિયમોમાં રાખનારાઓમાં હું યમરાજ છું.દૈત્યોમાં હું પ્રહલાદ છું,ગણના કરનારાઓમાં કાલસ્વરૂપ છ,પશુઓમાં હું સિંહ છું,અને પક્ષી માત્રમાં હું ગરુડ છું.પાવન કરનારાઓમાં હું પવન છું ,શસ્ત્રધારીયોમાં( પરશુરામ ) છું,અને મત્સ્યોમાં હું મગરમચ્છ છું,તથા નદીઓમાં ગંગા હું છું.હે અર્જુન ! સૃષ્ટિનો આદિ મધ્ય તથા અંત હું જ છું વિદ્યાઓમાં હું અધ્યાત્મ વિદ્યા છું અને વિવાદ કરનારાઓમાં વાળ પણ હું છું.અક્ષરમાં હું અકાર છું,સમાસોમાં હું દ્વંદ્વ સમાસ છું,કાળમાં અવિનાશી કાળ હું છું તથા સર્વવ્યાપક એવા વિધાતા પણ હું છું.સર્વનો સંહાર કરનાર મૃત્યુ હું છું,ભવિષ્યમાં ઉત્ત્પન્ન થનારું ઉત્તયત્તિકરણ હું છું,અને નારીઓના નામોમાં કીર્તિ,લક્ષ્મી,વાણી,સ્મૃતિ,મેઘા,ધૃતિ અને ક્ષમા હું છું. સામમાં બૃહત્સામ હું છું,છંદોમાં ગાયત્રી છંદ હું છું મહિનાઓમાં માર્ગશીર્ષ હું છું તથા ઋતુઓમાં વસંત હું છું.છળ કરનારાઓમાં તે દ્યૂત હું છું,તેજસ્વી પુરુષોમાં તેજ હું છું,જય હું છું,નિશ્ચય હું છું,તથા સાત્વિક ભાવવાળું સત્વ હું છું.યાદવોમાં વાસુદેવ હું છું,પાંડવોમાં ધનંજય હું છું,મુનિઓમાં વ્યાસ મુનિ હું છું,તથા કવિઓમાં ઉશનસ કવિ હું છું.રાજ્યકર્તાઓમાં દંડ હું છું,વિજ્યેચ્છુ મનુષ્યોની નીતિ હું છું,ગુહ્ય વાતોમાં મૌન હું છું,અને તત્વજ્ઞાનીઓનું જે જ્ઞાન તે પણ હું છું.સ્થાવર તથા જંગમમાં એવો કોઈ પણ પદાર્થ નથી કે જે મારા વિનાનો હોય માટે હે અર્જુન ! સર્વ પ્રાણીઓનું કાઈ કારણ તે હું છું.હે પરંતપ, મારી દિવ્ય વિભૂતિઓનો અંત નથી તેથી વિભૂતિઓનો આ વિસ્તાર મેં તને ટૂંકમાં કહ્યો.જે કઇ પણ વિભૂતિવાન,સંપત્તિ અને પ્રભાવશાળી વસ્તુ માત્રને મારા તેજના અંશમાંથી ઉત્તપન્ન થયેલી જાણવી.અથવા હે અર્જુન ! જુદી જુદી વસ્તુઓમાં રહેલા મને ભિન્ન ભિન્ન રૂપે જાણવાનું તને શું પ્રયોજન છે ? હું આ જગતને એક અંશ વડે ધારણ કરીને રહેલો છું
ઇતિ શ્રીમદ ભગવદ્દગીતાસૂપનિષત્સુ બ્રહ્મવિદ્યાયામયોગશાસ્ત્રે શ્રીકૃષ્ણાર્જુનસંવાદે ‘વિભૂતીયોગો’ નામ
દસમોધ્યાય:
ભાગ અગિયારમો
અધ્યાય અગિયારમો
વિશ્વરૂપ દર્શનયોગ
અર્જુન બોલ્યો : હે ભગવાન ! મારા પર કૃપા કરીને આપે અધ્યાત્મજ્ઞાનમાં જે પરમ ગુહ્ય વચનો કહ્યા છે તેથી મારો આ મોહ ટળ્યો છે.હે કમલપત્રાક્ષઃ ! તમારી પાસેથી મેં આ ભૂતોની ઉત્તપત્તિ તથા પ્રલય બંને સાંભળ્યા છે. તેમજ આપના અવિનાશી માહાત્મ્યનું તથા નિરુપાધિક અવ્યય રૂપ માહાત્મ્ય પણ સાંભળ્યું છે. હે પુરુષોત્તમ ! હે પરમેશ્વર ! જેવી રીતે આપ પોતાને ઓળખાવો છો તે યથાર્થ જ છે.છતાં આપના એ આશ્ચર્યયુક્ત સ્વરૂપને હું જોવા ઈચ્છા રાખું છું. હે પ્રભો ! તે રૂપ જોવાનું મારાથી શક્ય છે એમ આપ માનતા હો તો હે યોગીના ઈશ્વર ! આપ મને તે અવ્યય રૂપના દર્શન કરાવો.
શ્રી ભગવાન બોલ્યા : હે પાર્થ મારા નાના પ્રકારના અનેક વર્ણ તથા આકૃતિ છ,એવા નાના પ્રકારના અદભુત રૂપોને તું જો. હે ભારત ! આદિત્યો,વસુઓ,રુદ્રો, અશ્વનીકુમારો તથા મરુતોને જો. તેમજ પૂર્વે નહિ જોયેલા એવા અદભુત રૂપોને તું જો.હે ગુડાકેશ ! મારા આ દેહ વિષે એકરૂપે રહેલા સ્થાવર જંગમ સહીત સમસ્ત જગતને તેમ જ બીજું જે કઇ જોવા ઈચ્છતો હોય તે તું આજે જો.પણ તું આ તારા સામાન્ય ચક્ષુ વડે મને નહિ જોઈ શકે માટે હું તને દિવ્ય ચક્ષુ આપું છું તે વડે તું મારુ ઈશ્વરી યોગ સામર્થ્ય જો.
સંજય બોલ્યો : હે ધૃતરાષ્ટ્ર ! ત્યાર પછી મહાયોગેશ્વર એવા શ્રી કૃષ્ણે એ પ્રમાણે કહીને અર્જુનને પોતાનું પરમ ઈશ્વરી રૂપ બતાવ્યું.જેને અનેક મુખ તથા નેત્ર છે,જેને અનેક અદભુત વસ્તુઓનું દર્શન છે,જેને અનેક આભૂષણો છે તથા જેણે અનેક દિવ્ય આયુધો ધારણ કરેલા છે એવા રૂપનું શ્રી ભગવાન દર્શન કરાવવા લાગ્યા. જેણે દિવ્ય માળા તથા વસ્ત્ર ધારણ કરેલા છે. દિવ્ય સુગંધીવાળી વસ્તુઓનું લેપન છે.તથા આશ્ચર્યમય પ્રકાશરૂપ અનંત સર્વવ્યાપી દેવ હતા. આકાશમાં એક સાથે હજાર સૂર્યનો પ્રકાશ પ્રકટ થાય તો જ તે મહાન રૂપની કાંતીને મળતો આવે. અનેક રીતે વિભક્ત થયેલું આખું જગત,અર્જુને ત્યાં એ દેવોના દેવના શરીરમાં એક રૂપે રહેલું દીઠું.પછી અર્જુન આશ્ચર્યચકિત તથા રોમાંચિત થઇ નારાયણ દેવને પોતાના મસ્તક વડે નમસ્કાર કરી બે હાથ જોડી નીચે પ્રમાણે કહેવા લાગ્યો.
અર્જુન બોલ્યો : આપના આ દેહમાં હું સર્વ દેવોને,અનેક પ્રકારના પ્રાણીઓના સમૂહને કમળાસન પર બેઠેલા દેવેશ્વર બ્રહ્માને અને સર્વ ઋષિયોને તથા દિવ્ય સર્પોને હું જોઉં છું.હે વિશ્વેશ્વર ! હે વિશ્વરૂપ ! તમને હું અનેક બાહુ,ઉદર તથા મુખ અને નેત્રવાળા અને સર્વત્ર તથા અનંત રૂપ છે એવા તમને હું જોઉં છું અને આપના અંત,મધ્ય કે આદિને હું ક્યાંય પણ દેખતો નથી.હે ભગવાન ! મુકુટ,ગદા અને ચક્રધારી, તેમના સમૂહરૂપ સર્વ બાજુથી પ્રકાશમાન જોઈ ન શકાય એવા દૈદિપ્યમાન,અગ્નિ તથા સૂર્ય સમાન કાંતિવાળા- હે ભગવાન ! આપ જ પરમ અક્ષર રૂપે છો આપ જ જાણવા યોગ્ય છો.આપ જ આ જગતના પરમ આધાર છો.અને નિત્ય અવિનાશી ધર્મના રક્ષક તથા સનાતન પુરુષ છો.હે ભગવાન! ઉત્તપત્તિ ,સ્થિતિ તથા નાશથી રહિત અનંત શક્તિવાળા,અનંત બાહુવાળા,ચંદ્ર સૂર્યરૂપી આંખોવાળા,પ્રજ્વલિત અગ્નિ જેવા મુખવાળા અને પોતાના તેજ વડે આ વિશ્વને તપાવનારા એવા આપના સ્વરૂપને હું જોઉં છું.હે મહાત્મન ! આકાશ તથા પૃથ્વી વચ્ચેના આ અંતરને અને દિશાઓને આપે વ્યાપ્ત કર્યું છે.આપણું આ અદભુત ઉગ્ર રૂપ જોઈને ત્રણે લોક થરથરે છે,હે ભગવાન ! આ દેવતાઓનો સંઘ આપનામાં પ્રવેશ કરે છે.ભયભીત થયેલા કેટલાક બે હાથ જોડી પ્રાર્થના કરે છે.મહર્ષિ અને સિદ્ધ પુરુષો ‘જગતનું કલ્યાણ હો ‘ એમ બોલતા અનેક પ્રકારે તમારો યશ ગાય છે.રુદ્રો,આદિત્યો,વસુઓ,સાધ્યો,વિશ્વદેવો,અશ્વનીકુમારો,મરુતો,પિતૃઓ,તેમજ ગંધર્વ,યક્ષ,અસુર તથા સિધ્ધોના સંઘો, એ સર્વ વિસ્મય પામતા આપને જોઈ રહ્યા છે.હે મહાબાહો ! ઘણા મુખ અને આંખોવાળું ઘણા હાથ,જાંગ અને પગવાળું,ઘણા પેટવાળું,ઘણી દાઢોને લીધે અતિ ભયાનક એવા આપના આ વિશ્વરૂપને જોઈ સર્વ પ્રાણી તથા હું પણ વ્યાકુળ થઇ ગયો છું.હે વિષ્ણુ ભગવાન ! આકાશને અડતા ઝળહળતા અનેક રંગવાળા,ઉઘડેલા મુખવાળા,અને તેજસ્વી વિશાળ આંખોવાળા એવા આપને જોઈને મારુ અંતર વ્યાકુળ થઇ ગયું છે.અને મને ધૈર્ય તેમ જ શાંતિ રહેતી નથી.વિકરાળ દાઢોવાળા અને પ્રલાયકાળના અગ્નિ જેવા આપના મુખોને જોઈને જ હું દિશાઓ ભૂલી જાઉં છું.અને મને ચેન પણ પડતું નથી માટે હે દેવેશ ! હે જગન્નિવાસઃ ! પ્રસન્ન થાઓ.સઘળા રાજાઓના સમૂહ સહીત,ધ્રુરાષ્ટ્રંના આ પુત્રો,ભીષ્મ,દ્રોણાચાર્ય,આ સૂતપુત્ર કર્ણ,અને અમારા મુખ્ય યોદ્ધાઓ,બધા જ વિકરાળ દાઢોવાળા તમારા ભયાનક મુખમાં વેગથી પ્રવેશ કરે છે.કેટલાકના માથા ચૂરો થઈને તમારા દાંતો વચ્ચે જોવામાં આવે છે.જેમ નદીઓના મોટા ધોધ સમુદ્ર તરફ જોરથી વહે છે તેમ આ લોક્નાયાકો તમારા પ્રજ્વલિત મુખોમાં વસે છે.જેમ પતંગિયા પોતાના નાશને માટે સળગતા અગ્નિમાં પ્રવેશ કરે છે.તેમ જ આ સર્વલોક પોતાના નાશને માટે જ આપના મુખમાં પણ પ્રવેશ કરે છે.ચારે તરફથી પ્રકાશથી મુખો વડે આપ સર્વ લોકોને પકડીને ચાંટો છો. અને હે વિષ્ણુ ! આપણા તેજ વડે તપાવો છો.આવા ઉગ્ર રૂપવાળા આપ કોણ છો તે મને કહો.હે દેવવર ! આપણે મારા નમસ્કાર હો,આપ પ્રસન્ન થાઓ. આપને હું પ્રથમના જ રૂપમાં જોવા ઈચ્છું છું,કારણ apni પ્રવૃત્તિ હું કરી શકતો નથી.
શ્રી ભગવાન બોલ્યા : હે અર્જુન ! સર્વ લોકોનો સંહારકર્તા અત્યંત વૃદ્ધિને પ્રાપ્ત થયેલો કાળરૂપ પરમેશ્વર છું.આ સમયે હું દુર્યોધનાદિકને ભક્ષણ કરવા માટે પ્રવૃત્ત થયો છું.અને તું નહિ લડે તો પણ ઉભય સેનાઓમાંના સૌ યોદ્ધાઓ જીવતા રહેવાના નથી.માટે હે અર્જુન ! ઉભો થા,યશ મેળવ શત્રુઓને જીતી નિષ્કંતક રાજ્ય ભોગવ,એઓને મેં પ્રથમથી જ હણી રાખેલા છે ,તું તો નિમિત્ત માત્ર જ થા. દ્રોણાચાર્ય,ભીષ્મપિતામહ,જયદ્રથ,કર્ણ તથા બીજા જે યોદ્ધાઓને મેં હણી રાખેલા છે તે સર્વ યોદ્ધાઓને તું નામ માત્ર હણજે.વ્યાકુળ થા માં,યુદ્ધ કર, રણમાં તું શત્રુઓને જીતવાનો જ છે.કેશવના આ વચન સાંભળી મુકુટધારી અર્જુન ધ્રુજતા ધ્રુજતા બે હાથ જોડી વારંવાર નમસ્કાર કરી ફરી બીતા બીતા પ્રણામ કરીને ગદ ગદ સ્વરે આમ બોલ્યો :
અર્જુન બોલ્યો : હે હૃષીકેશ ! જગત તમારું ગુણકીર્તન કરીને અતિહર્ષ પામીને પ્રીતિ કરે છે. રાક્ષસો આપથી ભય પામીને દિશાઓમાં નાસે છે,અને સર્વ સિધ્ધોના સમૂહો તમને નમસ્કાર કરે છે તે સર્વ યોગ્ય જ છે. હે મહાત્મન ! હે અનંત,હે દેવેશ ! હે જગન્નનીવાસ બ્રહ્માથી પણ મોટો આદિકર્તા એવા આપને સર્વદેવતા શા માટે નમસ્કાર નહી કરે? હે ભગવાન ! આપ સત અસતથી પર એવા અક્ષર બ્રહ્મરૂપ છો. હે અનંતરૂપ ! આપ આદિદેવ છો,પુરુષપૂરાણ છો. આપ જ આ વિશ્વના આશ્રયસ્થાન છો,સર્વના જાણનારા છો,આપને સર્વ દ્રશ્ય રૂપ છે, આપ પરમધામ છો,તથા આપે જ આ સર્વ વિશ્વ વ્યાપ્ત કર્યું છે. વાયુ ,યમ,અગ્નિ,વરુણ,ચંદ્ર,બ્રહ્મ તથા પ્રપિતામહ પણ તમે છો,આપને હજારો વાર નમસ્કાર હો. વળી ફરીથી પણ આપને નમસ્કાર હજો.હે સર્વ ! આપણે આગળ પાછળ સર્વ બાજુઓથી નમસ્કાર.આપણું સામર્થ્ય,અનંત તથા પરાક્રમ અપાર છે.આપે સર્વ જગતને વ્યાપ્ત કર્યું છે. માટે આપ સર્વ છો. હે ભગવાન ! આપણા મહિમાને નહિ જાણવાથી મેં આપને મિત્ર માનીને સ્નેહ વડે પણ હે કૃષ્ણ ! હે યાદવ ! આ રીતના ભૂલથી જે વચનો કહ્યા છે તે સર્વ આપ ક્ષમા કરો. તથા મશ્કરીને વિષે વિહારમાં સુતા બેસતા કે ખાતા એકલો હતો ત્યારે અથવા કદાચિત સખાઓની સન્મુખ હતો ત્યારે આપનો મેં જે પરાભવ કર્યો છે તે સર્વ અપરાધને માટે હું આપણી ક્ષમા યાચું છું.હે અજોડ પ્રભાવવાળા ! આ સ્થાવર જંગમ સર્વ લોકના તમો પિતા છો,puny છો,આ લોકમાં તમારા જેવું કોઈ પણ નથી તો પછી આપનાથી અધિક તો ક્યાંથી જ હોય ? તેથી આપ પૂજ્ય પ્રભુને સાષ્ટાંગ પ્રણામ કરીને પ્રસન્ન થવા પ્રાર્થના કરું છું.જેમ પિતા પુત્રનો,મિત્ર મિત્રનો and પતિ પ્રિયાનો અપરાધ ક્ષમા કરે છે ten હે દેવ ! આપ મારા અપરાધ ક્ષમા કરો. પૂર્વે કદી નહિ જોયેલા આપના આ રૂપને જોઈને હું હર્ષ પામ્યો છું તથા ભયને લીધે મારુ મન વ્યાકુળ થયું છે.માટે મને આપ પહેલાનું રૂપ જ બતાવો. હે દેવ ! હે દેવેશ ! હે જગન્નનીવાસ ! આપ મારા પર કૃપા કરો. હું કિરીટવાળા ! ગદાવાળા તથા હાથમાં ચક્રવાળા આપને પૂર્વની માફક જોવાની ઈચ્છા રાખું છું.માટે હે સહસ્ત્ર બહુવાળા ! હે વિશ્વમૂર્તિ ! હવે આપ આપના પૂર્વના ચતુર્ભુજ સ્વરૂપે ફરી પ્રગટ થાઓ.
શ્રી ભગવાન બોલ્યા :હે અર્જુન ! પૂર્વે બીજા કોઈએ ન જોયેલું તેજોમય ,અનંત,આઘ અને પરમ eve મારુ આ વિશ્વ રૂપ તારા પર પ્રસન્ન થઇને મારા યોગબળ વડે મેં તને બતાવ્યું.હે કુરુપ્રવીર ! વેદના અભ્યાસથી,યજ્ઞથી,બીજા શાસ્ત્રોના અભ્યાસથી,દાનથી,ક્રિયાઓથી,કે ઉગ્ર તપોથીતારા સિવાય બીજું કોઈ આ મારુ રૂપ જોવા સમર્થ નથી.આ મારુ વિકરાળ રૂપ જોઈને તું અકળા નહિ,મૂંઝા નહિ,ભયને ત્યજી પ્રસન્ન મનવાળો થઇ તું ફરીથી મારુ પરિચિત રૂપ જો.
સંજય બોલ્યો : હે ધૃતરાષ્ટ્ર ! વાસુદેવ આમ કહીને અર્જુનને પોતાનું રૂપ ફરી બતાવ્યું અને ફરીથી સૌમ્ય શરીરવાળા થઇ અર્જુનને આશ્વાસન આપ્યું.
અર્જુન બોલ્યો : હે જનાર્દન ! આપના સૌમ્ય માનવ સ્વરૂપને જોઈ હું shan’t થયો છું અને સ્વસ્થ થયો છું.
શ્રી ભગવાન બોલ્યા : મારા જે વિશ્વરૂપને તું હમણાં જોતો હતો તે બહુ દુર્લભ છે,કારણ દેવતાઓ પણ નિત્ય આ વિશ્વરૂપના દર્શનની ઈચ્છા કરે છે.તે મને જોયો તે રૂપે હું વેદથી,તપથી,દાનથી,હોમથી પણ જોઈ શકાઉ એમ નથી.હે અર્જુન ! હે પરંતપ ! આ રીતના વિશ્વવાળો હું અનન્ય ભક્તિ વડે જ જાણવા શક્ય છું.હે પાંડવ ! જે પુરુષ સત્કર્મકૃત છે, મારો ભક્ત છે, મત્પર છે,સંગથી રહિત તથા સર્વ ભૂતોમાં નિર્વૈર છે,તે પુરુષ જ મને અભેદરૂપે પામે છે.
ઇતિ શ્રીમદ ભગવદ્દગીતાસૂપનિષત્સુ બ્રહ્મવિદ્યાયામયોગશાસ્ત્રે શ્રીકૃષ્ણાર્જુનસંવાદે ‘વિશ્વરૂપદર્શનયોગો ’ નામ
એકડાશોધ્યાય:
ભાગ બારમો
અધ્યાય બારમો :ભક્તિયોગ
અર્જુન બોલ્યો : આ રીતે જે ભક્તો નિરંતર દયાન ધરતા આપને ઉપાસે છે અને જેઓ આપના અવિનાશી અવ્યક્ત સ્વરૂપને ધ્યાન ધરે છે તેમના કયા શ્રેષ્ઠ ગણાય ?
શ્રી ભગવાન બોલ્યા : જે નિત્ય ધ્યાની પોતાના મનને મારે વિષે પરમ શ્રદ્ધા સહીત જોડે છે તેઓ મારા મનથી ઉત્તમ યોગી છે. હે અર્જુન ! અનિર્દેશ્ય,અવ્યક્ત,સર્વવ્યાપક,અચિંત્ય,દઢ,અચલ તથા ધ્રુવ એવા બ્રહ્મરૂપ અક્ષરની જે ઉપાસના કરે છે,જે અધિકારી પુરુષ ઇન્દ્રિયોને નિયમમાં રાખી સર્વત્ર સમત્વ જાળવી સર્વે ભૂતોના હિતમાં પ્રીતિવાળો થઇ નિરંતર ચિંતન કરે છે.તે પણ સર્વ પ્રાણીઓના હિતમાં પરોવાયેલા મને જ પામે છે. જેનું ચિત્ત અવ્યક્તને વિષે આસક્ત હોય છે તેને અધિક કષ્ટ જ હોય છે કારણ દેહાભિમાની પુરુષથી નિર્ગુણ બ્રહ્મ અત્યંત કષ્ટ વડે જ પ્રાપ્ત થાય છે.પણ હે પાર્થ ! જે મારામાં પરાયણ થઇ અનન્ય સમાધિરૂપ યોગે કરી મારુ જ ચિંતન - ઉપાસના કરે છે તે મારામાં ચિત્ત રાખનારને હું મૃત્યુયુક્ત સંસારસાગરમાંથી જલ્દી ઉદ્ધાર કરું છું. માટે તું મારામાં જ મન રાખ અને બુદ્ધિને પણ મારામાં જ જોડી રાખ એટલે આ જન્મ પછી તું ની:સંશય મને જ પામીશ.હે ધનંજય ! જો તું મારામાં ચિત્તને સ્થિર કરવામાં અસમર્થ હોય તો અભ્યાસ યોગ વડે મને પામવાની ઈચ્છા રાખ. એવા અભ્યાસ કરવાને પણ જો તું અસમર્થ હોય તો પછી કર્મમાત્ર મને અર્પણ કર.મારે માટે કર્મો કરવાથી તું મોક્ષને પામીશ.અને જો તું મારે નિમિત્તે કર્મ કરવાને પણ અશક્ત હોય તો મારા યોગનો આશ્રય કરતો તથા યતાત્મવાન થયેલો એવો તું સર્વ કર્મના ફળનો ત્યાગ કર. અભ્યાસ કરતા જ્ઞાનમાર્ગ શ્રેષ્ઠ છે,જ્ઞાનથી ધ્યાનમાર્ગ શ્રેષ્ઠ છે,અને ધ્યાનથી કર્મફળનો ત્યાગ શ્રેષ્ઠ છે,કારણકે એ ત્યાગ પછી મોક્ષરૂપ શાંતિ જ પ્રાપ્ત થાય છે.પ્રાણી માત્ર માટે જે દ્વેષથી રહિત છે,મૈત્રીવાળો છે,દયાવાળો છે,નિરહંકાર છે.જેને સુખ યા દુઃખ સરખા છે તથા જે ક્ષમાવાળો છે.જે સદાય સંતોષી છે.સમાહિત ચિત્તવાળો છે,જેણે સંઘાત ને વશ કર્યો છે,જેનો નિશ્ચય દઢ છે તથા જેણે બુદ્ધિને મારામાં અર્પણ કરી છે,એવો જે મારો ભક્ત તે મને પ્રિય છે.જેનાથી લોકો ઉદ્વેગ પામતા નથી,અને જે લોકોથી ઉદ્વેગ પામતો નથી,તથા જે હર્ષ,શોક,ભય,ખેદથી મુક્ત છે તે મને પ્રિય છે.જે ઈચ્છા રહિત છે,પવિત્ર છે,દક્ષ એટલે સાવધાન છે,ફળ પ્રાપ્તિ વિષે તટસ્થ છે,ભય કે ચિંતા વિનાનો છે,જેણે સંકલ્પ માત્રનો ત્યાગ કર્યો છે તે મારો ભક્ત છે મને તે પ્રિય છે.વળી જે શત્રુ-મિત્ર,માન-અપમાન,ટાઢ-તડકો,સુખ-દુઃખ,એ બધા વિષે સમતાવાન છે.જેણે આસક્તિ છોડી દીધી છે.જે નિંદા અને સ્તુતિમાં સરખો વર્તે છે ને મૌન ધારણ કરે છે જે કઈ મળે તેનાથી જેને માટે પોતાને કોઈ એવું આશ્રય સ્થાન નથી જે સ્થિર ચિત્તવાળો છે એવો ભક્ત મને પ્રિય છે.જેઓ મારામાં જ પરાયણ થઇ ઉપર કહેલા અમૃતતુલ્ય ધર્મને શ્રદ્ધાથી આચરે છે,તેવા ભક્ત મને અત્યંત પ્રિય છે.
ઇતિ શ્રીમદ ભગવદ્દગીતાસૂપનિષત્સુ બ્રહ્મવિદ્યાયામયોગશાસ્ત્રે શ્રીકૃષ્ણાર્જુનસંવાદે ‘ભક્તિયોગો ’ નામ
દ્વાદશોધ્યાય:
ભાગ તેરમો
અધ્યાય તેરમો
ક્ષેત્રક્ષેત્રજ્ઞ યોગ
અર્જુન બોલ્યો : હે કેશવ ! પ્રકૃતિ,પુરુષ,ક્ષેત્ર,ક્ષેત્રજ્ઞ તથા જ્ઞાન અને જ્ઞેય એ વિષે હું જાણવા આતુર (ઈચ્છું) છું.
શ્રી ભગવાન બોલ્યા : હે કૌંતેય ! આ શરીરને ક્ષેત્ર કહે છે અને એને જે જાણે છે તેને ક્ષેત્રજ્ઞ કહે છે.હે ભારત ! વળી સર્વ ક્ષેત્રમાં (શરીરમાં ) રહેલા એવા મને તું ક્ષેત્રજ્ઞ જાણ અને ક્ષેત્ર અને ક્ષેત્રનું જે જ્ઞાન તે જ્ઞાન છે એવો મારો મત છે.ક્ષેત્ર એટલે શું ,કેવું છે તે કેવા પ્રકારનું છે,તેના પ્રકારો શા છે અને તે શાથી ઉત્ત્પન્ન થયું છે ? વળી ‘ક્ષેત્રજ્ઞ ‘ક્ષેત્રજ્ઞ કોણ છે અને તેનો શો પ્રભાવ છે તે બધું હું તને ટૂંકમાં કહું છું તે તું સાંભળ.આ સ્વરૂપને ઋષિઓએ વિવિધ છંદથી ગાયુ અને મંત્રો વડે અનેક રીતે વર્ણવ્યું છે અને પૂર્ણ નિશ્ચિત્ત અર્થને દર્શાવનારા બ્રહ્મસુત્રના વાક્યોમાં દર્શાવ્યું છે. હે અર્જુન ! મહાભુતો,અહંકાર,બુદ્ધિ,પ્રકૃતિ,દાસ ઇન્દ્રિયો તથા એક મન,ઇન્દ્રિયોના પાંચ વિષયો,સુખ દુઃખ સંઘાત ચેતના તથા વૃત્તિ આ સર્વેને તેના વિકાર ક્ષેત્રરૂપ કહેવામાં આવે છે.અભિમાનીપણું,અદંભીપણું,અહિંસા,ક્ષમા,સરળતા,આત્માનો અને સર્વ જ્ઞાનના સાધનો હોવાથી તેઓ જ્ઞાનરૂપ છે.ઇન્દ્રિયોના વિષયોમાં જે વૈરાગ્ય છે,અહંકારથી જે રહિતપણું છે,તથા જન્મ,મૃત્યુ,જરા,વ્યાધિ,દુઃખ,તથા દોષ આ સર્વનું જે ફરી ફરી દર્શન છે.પુત્ર,સ્ત્રી તથા ગૃહાદિ પદાર્થોમાં આસક્તિથી રહિત થવું,મોહ-મમતાથી રહિત થવું,તથા. પ્રિય અને અપ્રિયની પ્રાપ્તિમાં સર્વદા સમચિત્ત રહેવું મારે વિષે અનન્ય ધ્યાનપૂર્વક એકનિષ્ઠ એવી ભક્તિ,એકાંત સ્થળનું સેવન,તથા વિષયી જનોના સમૂહમાં જેની અપ્રીતિ છે.અધ્યાત્મ જ્ઞાનમાં નિષ્ઠા,આત્મદર્શન,આ બધું તે જ્ઞાન કહેવાય,આથી ઉલટું તે અજ્ઞાન.મોક્ષની ઇચ્છાવાળાને જે વસ્તુ જાણવા યોગ્ય છે તે જ્ઞેય વસ્તુ હું તને કહું છું આ જ્ઞેય વસ્તુને જાણી મુમુક્ષુ અમૃત ભાવને પામે છે,જ્ઞેય વસ્તુ અનાદિ પરબ્રહ્મ છે.આ બ્રહ્મને સત તેમજ અસત પણ કહેવામાં આવતું નથી.તેને હાથ,પગ,નેત્ર ,શિર,મુખ,અને સર્વત્ર તેને કાન છે અને એવા સર્વજ્ઞ,સર્વશક્તિમાન રૂપે આ લોકમાં તે સર્વત્ર વ્યાપી રહ્યું છે.સર્વ ઇન્દ્રિયોના ગુણનો આભાસ છે,સર્વ બંધનથી તેના વડે થાય તે રહિત છે,સર્વને ધારણા કરવાવાળા છે,સતવાદી ગુણોથી રહિત છે તથા તે સતવાદી ગુણોના ભોક્તા પણ છે.તે સર્વભૂતોની બહાર છે અંદર છે સ્થાવર તથા સ્થિર પણ છે.સૂક્ષ્મ હોવાથી અવિજ્ઞેય છે,તેમજ આજ્ઞેય બ્રહ્મ સત્યન્તં દૂર તેમજ અત્યંત સમીપ છે.તે અખંડ અવિભક્ત હોવા છતાં ભૂતોમાં વિભક્તની પેઠે રહેલું દેખાય છે. વળી તે જાણવા યોગ્ય સર્વ ભૂતોમા હું પોષક,સંહારક,ઉત્ત્પન્નકર્તા છે.તે જ્યોતિના પણ જ્યોતિરૂપ છે,તેને અંધકારથી પર કહ્યા છે,તે જ્ઞાનરૂપ છે,જ્ઞેય રૂપ છે,જ્ઞાને કરી પ્રાપ્ત થાય છે.તથા સર્વ પ્રાણીઓની બુદ્ધિમાં રહેલા છે.એ પ્રમાણે ક્ષેત્ર,જ્ઞાન,અને જ્ઞેયનું મેં ટૂંકમાં વર્ણન કર્યું તે યથાવર જાણવાથી મારો ભક્ત મરા સ્વરૂપની પ્રાપ્તિ માટે યોગ્ય થાય છે.પ્રકૃતિ અને પુરુષ બંને અનાદિ છે,પરંતુ આગળ કહેલા સર્વ વિકારો તથા ગુણોને આ પ્રકૃત્તિથી ઉત્ત્પન્ન થયેલા તું જાણ.કાર્યકરણના કર્તાપણામાં પ્રકૃતિ જ હેતુ કહેવાય છે,જયારે સુખદુઃખ ભોક્તાપણામાં પુરુષ જ હેતુ મનાય છે.પ્રકૃતિને વિષે રહેલો પુરુષ પ્રકૃતિથી ઉત્તપન્ન થતા ગુણોને ભોગવે છે માટે સત તથા અસત યોનિના જન્મવામાં પુરુષની ત્રિગુણાત્મક પ્રકૃતિ સાથેનું તાદાત્મ્ય જ કારણ છે.આ દેહમાં રહેલ એ પરમ પુરુષ,સર્વ સાક્ષી,ભર્તા અને ભોક્તા, એવો પરમ પુરુષ તે મહેર એને ‘પરમાત્મા ‘પણ કહેવાય છે.જે પુરુષ આ પૂર્વોક્ત પ્રકારો કરી ક્ષેત્રજ્ઞ પુરુષને તથા પોતાના વિકારો સહીત અવિદ્યારૂપી પ્રકૃત્તિને જાણે છે,તે પુરુષ સર્વ પ્રકારે વર્તમાન છતાં પણ પુન:જન્મને પ્રાપ્ત થતો નથી.કેટલાક ધ્યાન યોગ વડે,કેટલાક જ્ઞાન યોગ વડે,ને કેટલાક કર્મ યોગ વડે ચિત્તને શુદ્ધ કરી તેનો પોતાનાથી જ પોતામાં સાક્ષાત્કાર પામે છે.અન્ય તો પૂર્વોક્ત ઉપાયે કરી આત્માને નહિ ઓરખતા છતાં બીજાઓ પાસેથી સાંભળી શ્રદ્ધાથી તેને ઉપાસે ચ્યે.તેઓ પણ આ જન્મ મૃત્યુમય સંસારને તરી જાય છે.ભરતવર્ષ ! જેટલી સ્થાવર જંગમ રૂપ વસ્તુ ઉત્તપન્ન થાય છે તે સર્વને ક્ષેત્ર તથા ક્ષેત્રજ્ઞ આ બંને સંયોગથી ઉત્તપમન થયેલી જાણ.જે મનુષ્ય આ સર્વ નાશવંત પ્રાણીઓમાં તે અવિનાશી પરમેશ્વરને સમાનપણે રહેલા જુએ છે તે જ યથાર્થ જુએ છે.જે મનુષ્ય ઈશ્વરને સર્વત્ર સમભાવ રહેતો જુએ છે તે પોતે પોતાનો ઘાત કરતો નથી અને તેથી તે પરમ ગતીને પ્રાપ્ત થાય છે.માયારૂપ પ્રકૃતિ વડે જ સર્વ પ્રકારે કરી સર્વ કર્મ કરવામાં આવે છે.આ પ્રકારે જે વિવેકી પુરુષ જુએ છે તથા જે ક્ષેત્રંજ્ઞ આત્માને અકર્તા જુએ છે તે ખરો જાણકાર છે.જયારે મનુષ્યને આ સર્વ જુદા જુદા પ્રાણીઓ એક જ આત્મામાં રહેલા જણાય છે અને તે એકમાંથી જ સર્વ વિસ્તાર થયેલો સમજાય છે ત્યારે જ તેને બ્રહ્મની પ્રાપ્તિ થાય છે. હે કૌંતેય ! અનાદિ તથા નિર્ગુણ હોવાથી પરમાત્મા અવ્યય છે,અને તેથી તે આ શરીરમાં હોવા છતાં પણ કશું કરતા નથી.તથા કશાથી લોપાયમાન થતા નથી.જેમ આકાશ સર્વમાં રહેલું છતાં સૂક્ષ્મ હોવાને લીધે કશાથી લોપાતું નથી,તેમ આત્મા પણ સર્વ દેહમાં રહેલો હોવા છતાં અતિશય સૂક્ષ્મ હોવાથી પ્રકૃતિના ગુણો વડે લેપાતો નથી.હે ભારત ! જેમ એક જ સૂર્ય આ આખા જગતને પ્રકાશિત કરે છે તેમ ક્ષેત્રપ આ સર્વક્ષેત્રને પ્રકાશિત કરે છે.આ પ્રમાણે જેઓ જ્ઞાનચક્ષુ વડે શરીર અને આત્મા વચ્ચે રહેલા ભૂત માત્રની ઉત્તપત્તિના કારણરૂપ પ્રકૃતિમાંથી છૂટવાના ઉપાયને યોગ્ય રીતે જાણે છે. તે બ્રહ્મને પામે છે.
ઇતિ શ્રીમદ ભગવદ્દગીતાસૂપનિષત્સુ બ્રહ્મવિદ્યાયામયોગશાસ્ત શ્રીકૃષ્ણાર્જુનસંવાદે ‘ક્ષેત્રક્ષેત્રજ્ઞ યોગ’ નામ
ત્રયોદશોધ્યાય :
ભાગ ચૌદમો
અધ્યાય ચૌદમો
ગુણત્રયવિભાગ યોગ
૧શ્રી ભગવાન બોલ્યા : જ્ઞાનોમાંનું જે ઉત્તમ જ્ઞાન છે અને જે અનુભવીને બધા મુનિઓ આ દેવ-બંધનથી છૂટીને પરમગતિ પામ્યા તે હું તને ફરીથી કહીશ.આ જ્ઞાનનો આશ્રય લઈને મારા સ્વરૂપને પામનારાઓ જગતની ઉત્તપત્તિ કાળેઉત્તપમન થતા નથી અને પ્રલયકાળે કદી મરતા નથી.હે ભારત ! ત્રિગુણાત્મક માયા મારુ યોની સ્થાન છે,આ માયા વિષે હું ગર્ભને ધારણ કરું છું તથા આ ગર્ભાધાનથી જ સર્વ પ્રાણીઓની ઉત્તપત્તિ થાય છે.હે કૌંતેય ! દેવાધી સર્વ યોનિઓમાં જે શરીર ઉત્તપન્ન થાય છે,શરીરોની માયા,માં રૂપ છે તથા હું ગર્ભાધાનનો પિતા છું.હે મહાબાહુ ! સત્વ,રજ તથા તમ આ માયાથી ઉત્તપન્ન થયેલા ત્રણ ગુણો આ દેહધારી જીવાત્માને દેહને વિષે બાંધેલ છે.
હે નિષ્પાપ ! તેમાં સત્વગુણ અને નિર્મળતાને લીધે પ્રકાશક તથા આરોગ્યકર હોવાથી જીવનને સુખ અને જ્ઞાનની સંગ બાંધે છે.હે કૌંતેય ! જેનાથી તૃષ્ણા તથ્ય સંગની ઉત્તપત્તિ થાય છે એવા રજોગુણને તું આસક્તિનું મૂળ જાણ,આ રજોગુણ દેહાભિમાની જીવને કર્મના પાશમાં બાંધે છે હે ભારત ,સર્વ જીવોને મોહમાં ફસાવનસરો તમોગુણ અજ્ઞાનથી જ ઉપજેલો જાણ. જીવને તે અસાવધતા ,આળસ તથા નિંદ્રામાં બાંધે છે. હે ભારત ! સત્વગુણ સુખ વિષે જોડે છે,રજોગુણ કર્મ વિષે જોડે છે તથા તમોગુણ તો જ્ઞાનને ઢાંકી પ્રમાદ વિષે જોડે છે.હે ભારત ! રજોગુણ અને તમોગુણ દબાતા સત્વગુણ પ્રબળ થાય છે.સત્વગુણ તથા તમોગુણ દબાતા રજોગુણ પ્રબળ થાય છે,અને સત્વગુણ અને રજોગુણ દબાતા તમોગુણ પ્રબળ થાય છે.હે અર્જુન ! આ દેહ વિષે સર્વ ઇન્દ્રિયો દ્વારા પ્રકાશ ઉત્તપન્ન થાય છે તે વખતે સત્વગુણ વૃદ્ધિ પામ્યું છે તેમ તારે જાણવું.હે ભરતર્ષભ ! રજોગુણની પ્રવૃત્તિ,કર્મનો આરંભ અશાંતિ તથા ઈચ્છા સર્વ ઉત્તપન્ન થાય છે. હે કુરુનંદન ! તમોગુણની વૃદ્ધિ થતા જ અપ્રકાશ,અપ્રવૃત્તિ,પ્રમાદ તથા મોહ આટલા ચિન્હો ઉત્તપન્ન થાય છે.સત્વગુણની વૃદ્ધિ થઇ હોય ત્યારે દેહ છૂટવાથી પ્રાણી ઉત્તમ જ્ઞાનીઓના પવિત્ર લોકને પામે છે.રાજસની વૃદ્ધિ થાય ત્યારે દેહ છૂટતા તે કર્મના અધિકારી મનુષ્યોમાં ઉત્તપન્ન થાય છે. તથા તમોગુણોમાં મૃત્યુ પામનાર મૂઢ યોનિમાં જન્મે છે. સારા કર્મોનું ફળ સાત્વિક અને નિર્મલ હોય છે,રજોગુણી કર્મોનું ફળ દુઃખ છે,અને તમોગુણી કર્મોનું ફળ અજ્ઞાન છે. સત્વગુણથી જ્ઞાન ઉત્ત્પન્ન થાય છે રજોગુણથી લોભ,પ્રમાદ ,મોહ તેમજ અજ્ઞાન ઉત્તપન્ન થાય છે. સાત્વિક પ્રકૃતિવાળા ઉચ્ચ ગતિને પામે છે.રજોગુણી માધ્યમ રહે છે અને કનિષ્ઠ ગુણવાળા તામસી લોકો અધોગતિને પામે છે.જે સમયે તત્વદર્શી સતવાદી અન્ય ગુણોથી કર્તાને દેખતો નથી તથા તે ગુણોથી આત્માને પણ જાણે છે તે સમયે બ્રહ્મભાવને પામે છે.દેહના સંગથી ઉત્તપન્ન થતા આ સાત્વિક ત્રણે ગુણોનો પરિત્યાગ કરી જન્મ,મૃત્યુ,જરા તથા દુઃખ આ સર્વથી મુક્ત થયેલો મોક્ષને પામે છે.
અર્જુન બોલ્યો : હે પ્રભો ! આ ગુણોને તરી જનારો ક્વચિત જ ઓરખાય છે ? તેના આચાર કેવા હોય ? અને તે ત્રણે ગુણોને કેવી રીતે તરી શકે ?
શ્રી ભગવાન બોલ્યા : હે અર્જુન ,જે પ્રવૃત્તિવાળો છતાં પ્રવૃત્તિનો તથા મોહનો કદાપિ દ્વેષ કરતો નથી તથા નિવૃત્તિવાળો છતાં તેની ઈચ્છા કરતો નથી તે ગુણાતીત કહેવાય છે.જે ઉદાસીન છે જે સતવાદી ગુણો વડે ચલિત થતો નથી તથા ‘ગુણ જ પરસ્પર વર્તનારો છે ‘ આ રીતનો નિશ્ચય કરી જે વિચલિત થતો નથી તે ગુણાતીત કહેવાય છે.જેને સુખ તથા દુઃખ સમાન છે જે સ્વસ્થ રહે છે,જેને લોઢું,પ્થથત તથા સોનુ સમાન છે.જેને પ્રિય તથા અપ્રિય બેઉ સરખા છે.એવો ધીર પુરુષ ગુણાતીત કહેવાય છે.જેને માન અપમાન બંને સરખા છે જે મિત્ર તથા જેણે સર્વ આરંભનો પરિત્યાગ કર્યો છે તે ગુણાતીત કહેવાય છે.જે વ્યભિચારી,એકનિષ્ઠ,ભક્તિયોગ વડે મને સેવે છે તે જ એ ગુણોને સારી રીતે તરી શકીને એવા બ્રહ્મરૂપ થવા યોગ્ય બને છે.કેમકે અવિનાશી અને નિર્વિકારી બ્રહ્મનું,શાશ્વત ધર્મનું અને પરમાવધિ ઉપમારહિત સુખનું સર્વોત્તમ સ્થાન પણ હું જ છું.
ઇતિ શ્રીમદ ભગવદ્દગીતાસૂપનિષત્સુ બ્રહ્મવિદ્યાયામયોગશાસ્ત શ્રીકૃષ્ણાર્જુનસંવાદે ‘’ગુણત્રયવિભાગ યોગો’નામ
ચતુર્દશોધ્યાય :
અધ્યાય પંદરમો
પુરૂષોત્તમયોગ
શ્રી ભગવાન બોલ્યા : શ્રુતિ તથા સ્મૃતિ વિષે આ સંસાર વૃક્ષને ઊંડા મૂળવાળું અશ્વત્થ એટલે ક્ષણિક તથા અવયવ કહેવામાં આવ્યું છે.ગુણોના સ્પર્શ વડે વૃદ્ધિ પામેલી અને વિષયરૂપી કુંપણોવાળી તેની ડાળીયો ઉપર-નીચે પ્રસરેલી છે,કર્મોના બંધન કરનારા તેના મૂળ મનુષ્યલોકમાં નીચે ફેલાયેલા છે.આનું યથાર્થ સ્વરૂપ જોવામાં આવતું નથી. તેનો અંત નથી,આદિ નથી તેમજ મધ્ય પણ નથી.આવા દઢ મૂળવાળા અશ્વત્થરૂપ સંસાર વૃક્ષનું અત્યંત દઢ વૈરાગ્યરૂપ શસ્ત્ર વડે છેદન કરી મનુષ્ય આ પ્રાર્થના કરે.જે પદને પ્રાપ્ત થયેલો વિદ્વાન પુરુષ પુનર્જન્મને પ્રાપ્ત થતો એવા બ્રહ્મપદને ત્યાર પછી જાણવા યોગ્ય છે તથા તે પુરુષની આ સંસારવૃક્ષની પ્રવૃત્તિ અનાદિ કાળથી પ્રસરેલી છે. તે આદ્યં પુરુષને જ શરણ હું જાઉં છું.જેણે માન મોહને છોડ્યો છે,સંગ દોષને ત્યજ્યો છે,સદા અધ્યાત્મ અભ્યાસમાં જે લિન રહે છે અન્ય સર્વ કામનાઓને ત્યજી રહે છે,અને સુખ દુઃખાદિ જોડકાથી મુક્ત થાય છે,તે અવિનાશી પદને પહોંચી શકે છે.ત્યાં સુધી સૂર્ય,ચંદ્ર,કે અગ્નિને પ્રકાશવાપણું નથી હોતું. જ્યાં જનારને ફરી જન્મવું નથી પડતું,એ મારુ પરમ ધામ છે.મારો સનાતન અંશ આ જીવલોકમાં જીવ બનીને પ્રકૃતિમાં રહેલી પાંચ ઇન્દ્રિયો તથા છઠ્ઠા મનને પોતાના તરફ આકર્ષે છે.જે સમયે આ જીવાત્મા શરીર ધારણ કરે છે,તે સમયે ઈન્દ્રિયોનું આકર્ષણ કરે છે તથા જેમ પુષ્પાદિક સ્થાનથી વાયુ ગંધ લઇ જાય છેતેમ જે સમયે તે બીજા શરીરને પ્રાપ્ત થાય છે તે સમયે મન સહીત ઇન્દ્રિયોને પણ લઇ જાય છે.આ જીવાત્મા કાન,આંખ,ચામડી,જીભ,નાક તથા મનનો આશ્રય લઇ વિષયોને ભોગવે છે.મૂઢ લોકો તેને શરીરમાં રહેતા,નીકળી જતા,તેમજ ઇન્દ્રિયોથી યુક્ત થઈને ભોગ ભોગવતા જોઈ શકતા નથી, પણ જ્ઞાનચક્ષુવાળાઓ જ જોઈ શકે છે.યત્ન કરનારા યોગીઓ પોતાના વિષે આત્મામાં રહેલો જોઈ શકે છે,મલિન બુદ્ધિવાળા અવિવેકી યત્ન કરવા છતાં પણ તેને જોઈ શકતા નથી.સૂર્યમાં રહેલું જે તેજ આખા જગતને પ્રકાશ આપે છે અને જે તેજ ચંદ્રમા તથા અગ્નિમાં રહેલું છે તે જ મારુ જ છે એમ જાણ.પૃથ્વીમાં પેસી હું જ સર્વ પ્રાણીઓને મારા તેજ વડે ધારણ કરું છું તથા રસદાયક ચંદ્ર બનીને હું જ સર્વ વનસ્પતિઓને પોષું છું.જઠરાગ્નિ બની હું જ પ્રાણીમાત્રના શરીરમાં રહીને પ્રાણ તથા અપાનની સાથે ભળીને ચારે પ્રકારના અન્નને પચાવું છું.સર્વના હૃદયમાં સ્મૃતિ,જ્ઞાન,અને તેનો અભાવ એ સર્વ મારા વડે જ થાય છે,વળી સર્વ વેદોમાં જે જાણવા યોગ્ય છે તે પણ હું જ છું.વળી વેદોનો કર્તા તથા વેદવેત્તા પણ હું જ છું.સંસાર વિષે બે જ પુરુષ છે,એક ક્ષર એટલે નાશવંત તથા બીજો અક્ષર એટલે અવિનાશી છે.સર્વ ભૂતો ક્ષર કહેવાય છે તથા માયા અક્ષર કહેવાય છે.પરંતુ ‘પરમાત્મા. નામથી શાસ્ત્રીએ કહેલો ઉત્તમ પુરુષ તો બંનેથી જુદો જ છે કે જે અવિનાશી ત્રણે લોકમા પ્રવેશ કરીને સર્વનું પોષણ કરે છે.કારણકે હું ક્ષરથી પર છું અને અક્ષરથી પણ ઉત્તમ છું માટે આ લોક વિષે તથા વેદ વિષે હું પુરુષોત્તમ એવા નામ વડે પ્રખ્યાત છું.હે ભારત, જે પુરુષ સંમોહથી રહિત થઇ મને પરમેશ્વરને આ રીતે પુરુષોત્તમ જાણે છે તે પુરુષ સર્વજ્ઞ થાય છે.તથા ભક્તયોગો કરી મારુ સેવન કર.હે ભારત,મેં તને આ અત્યંત રહસ્યરૂપ અને શાસ્ત્રરૂપ જ્ઞાન કહ્યું,આને જાણવાથી મનુષ્ય આત્મજ્ઞાનવાળો થાય છે તથા પોતાનું જીવન સફળ કરે છે.
ઇતિ શ્રીમદ ભગવદ્દગીતાસૂપનિષત્સુ બ્રહ્મવિદ્યાયામયોગશાસ્ત શ્રીકૃષ્ણાર્જુનસંવાદે ‘’પુરુષોત્તમયોગો’નામ
પંચદશોધ્યાય :
ભાગ પંદરમો
અધ્યાય સોળમો
દેવાસુરસંપદ્વિભાગયોગ
શ્રી ભગવાન બોલ્યા : હે અર્જુન,અભય,અંત:કરણની શુંદ્વિશાહ તથા યોગને વિષે નિષ્ઠા,દાન,દમ,યજ્ઞ,સ્વાધ્યાય,તપ તથા સરળતા આ સર્વે દૈવી સંપદરૂપ છે.અહિંસા,સત્ય,અક્રોધ,ત્યાગ,શાંતિ,અપૈશુન,સર્વ ભૂતો વિષે દયા,અલોલુપતા,મૃદુતા,અચંચળતા,દૈવી સંપદરૂપ છે.હે ભારત ! તેજ,ક્ષમા,ધૃતિ,શૌચ,અદ્રોહ તથા નિરાભિમાન આ સર્વે ગુણો જે દૈવી સંપદરૂપ લઈને જન્મ્યો હોય તેનામાં હોય છે.હે પાર્થ,આસુરી સંપત વડે જન્મેલા દંભ,દર્પ,અભિમાન,ક્રોધ,કઠોરતા તથા અજ્ઞાન આ સર્વે દોષ પ્રાપ્ત થાય છે.દૈવી સંપદ મોક્ષ આપનારી તથા આસુરી સંપદ બંધન આપનારી છે. હે પાંડવ ! તું વિષાદ ન કર,તું દૈવી સંપદ લઈને જન્મ્યો છે. આ જગતમાં દૈવી અને આસુરી એમ બે પ્રકારના જીવ પેદા થાય છે, તેમાં દૈવી જીવો વિષે આગળ વિસ્તારથી કહ્યું હવે હે પાર્થ ! આસુરી જીવો વિષે સાંભળ.આસુરી સ્વભાવવાળો માણસ પ્રવૃત્તિ શું અને નિવૃત્તિ શું અને કરવા જેવું છે અને શું ન કરવા જેવું શું,તે જાણતો નથી, વળી તેનામાં શૌચ,આચાર કે સત્ય પણ હોતા નથી.તે જગતને અસત્ય નિરાધાર, ઈશ્વર વિનાનું તથા પરસ્પર કાર્ય કારણના સંબંધ વિના જ બનેલું માને છે,અને વિષયભોગ વિના બીજો હેતુ એમાં શો હોય ? એમ કહે છે.એવા ઉલ્ટા વિચારો પકડીને અહિતકારી,ઉગ્ર કર્મ કરવાવાળો તથા અલ્પબુદ્ધિ નષ્ટાત્માઓ જગતને જાણે કે લૂંટીને નષ્ટ કરવા સારું જ વસે છે.તૃપ્ત ન થાય તેવી કામનાના આશ્રય વડે દંભ ,માન તથા મદે કરી યુક્ત તથા અશુચિવ્રતવાળો આસુરી પુરુષ અવિવેકને લીધે અશુભ નિશ્ચય વડે વેદ વિરુદ્ધ કર્મમાં પ્રવૃત્ત થાય છે. ‘ભોગવિલાશ જ સર્વશ્રેષ્ઠ વસ્તુ છે ‘ એવા નિશ્ચયવાળા હોવાથી તેઓ મરતા સુધી તેને લગતી જ અપાર ચિંતાઓમાં ડૂબ્યા રહે છે. જેઓ આશાના પાશમાં બાંધાયેલા છે જેઓને કામ ક્રોધનો આશ્રય છે એવા આસુરી મનુષ્યો વિષય ભોગ માટે અન્યાય વડે ધનાદિ પદાર્થની ઈચ્છા કરે છે. આ ધન આ સમયે મને પ્રાપ્ત થયું છે, આ મનોરથને હું જલ્દીથી પાર પાડીશ આ ધન મારા ઘરમાં વિદયમાંન છે તથા આ ધન ભવિષ્યમાં મને ઘણું થશે. મેં શત્રુનો નાશ કર્યો,વળી બીજા શત્રુઓનો હું નાશ કરીશ,હું ઈશ્વર છું,હું ભોગી છું,હું સિદ્ધ છું,હું બળવાન છું તથા હું સુખી છું, હું ધનવાન તથા કુળવાન છું,માટે મારા સમાન બીજો કોણ છે ? હું યોગ કરીશ,હું દાન કરીશ તે વડે હું હર્ષ પામીશ,આ રીતે આસુરી અવિવેકથી મોહિત થાય છે. અનેક દુષ્ટ સંકલ્પ વડે ભ્રમિત થયેલા મોહરૂપ જાળ વડે ઢંકાયેલા તથા વિષયભોગમાં અત્યંત આસક્ત એવા આસુરી પુરુષો અપવિત્ર એવા નરકમાં પડે છે પોતાના વખાણ કરનાર,સ્તબ્ધ,તેમ જ ધન,માન તથા મદ વડે યુક્ત પુરુષ નામ માત્ર યજ્ઞ અવિધિપૂર્વક નામ અને પોતાની મોટાઈ બતાવવા માટે જ કરે છે. આ પ્રમાણે સદાય અહંકાર,બળ,ગર્વ,કામ,ક્રોધને વશ રહીને તેઓ પોતાના તથા પરાયા દેહમાં જે હું તેનો દ્વેષ કરનારા હોય છે.એવો નીચ,દ્વેષી,ક્રૂર અને સદા અશુભ કાર્ય કરનારા નરાધમોને હું આસુરી યોનિમાં નાખું છું.હે કૌંતેય ! એ પ્રમાણે જન્મોજન્મ આસુરી યોનિમાં પડવાથી તે મૂઢાત્માઓ મને ન પામતા ઉત્તરોત્તર અધમ ગતિને પામે છે.આ પ્રમાણે કામ, ક્રોધ અને લોભ એ ત્રણ પોતાનાથી જ પોતાનો નાશ કરાવનારા નરકના જ દ્વાર છે માટે મનુષ્યે એ ત્રણેનો ત્યાગ કરવો.હે કૌંતેય ! નરકના એ ત્રણ દ્વારથી દૂર રહેનાર મનુષ્ય જ પોતાના શ્રેયને સિદ્ધ કરે છે તથા તે પરમ ગતિને પામે છે.જે પુરુષ શાશ્ત્રવિધિનો ત્યાગ કરી સ્વચ્છંદે વર્તે છે તેને અંત : કરણની શુદ્ધિ મળતી નથી,કે તે સુખને પ્રાપ્ત થતો નથી તેમ પરમ ગતિને પણ પામતો નથી.માટે કરવા યોગ્ય શું અને ન કરવા યોગ્ય શું તેનો નિર્ણય કરવામાં શાસ્ત્રને જ પ્રમાણ ગણીને તથા શાસ્ત્રે કહેલા વિધિને જાણીને તું યજ્ઞાદિક કર્મ કરવા યોગ્ય છે.
ઇતિ શ્રીમદ ભગવદ્દગીતાસૂપનિષત્સુ બ્રહ્મવિદ્યાયામયોગશાસ્ત શ્રીકૃષ્ણાર્જુનસંવાદે ‘’દેવાસુર સંપદ્વિભાગયોગો ’નામ
ષોડશોધ્યાય :
અધ્યાય સત્તરમો
શ્રદ્ધાત્રયવિભાગયોગ
અર્જુન બોલ્યો : હે કૃષ્ણ ! શ્રદ્ધાવાન છતાં માત્ર અજ્ઞાનને લીધેજ શાસ્ત્રવિધિ રહિત યજ્ઞ કરે છે તેમની કેવા પ્રકારની નિષ્ઠા હોય છે ? સાત્વિકી,રાજસી કે તામસી ?
શ્રી ભગવાન બોલ્યા : મનુષ્યને સ્વભાવથી જ સાત્વિકી,રાજસી અને તામસી એમ ત્રણ પ્રકારની શ્રદ્ધા હોય છે,તે વિષે સાંભળ.હે ભારત ! બધાની શ્રદ્ધા તેમના અંત :કરણ અનુસાર હોય છે. મનુષ્યને કૈકને કૈક શ્રદ્ધા તો હોય જ ,જેની જેવી શ્રદ્ધા તેવો તે થાય છે. સાત્વિકી દેવોને પુંજે છે,રાજસી યક્ષ રાક્ષસોને પુંજે છે અને બીજા તામસી ભૂત પ્રેતોને પુંજે છે.ઈચ્છા અને આસક્તિના બળથી ઘેરાયેલા જે દંભી તથા અહંકારીયો શાસ્ત્ર વિરુદ્ધ ઘોર તપ કરે છે તથા શરીરમાંના ઇન્દ્રિયસમુહને તેમ જ આત્માને કષ્ટ કરે છે.તેવા વિવેક રહિત છે,અને તેમને આસુરી બુદ્ધિવાળા જાણવા.વળી સર્વ પ્રાણીઓના પ્રિય આહાર પણ ત્રણ પ્રકારના જ હોય છે તેમાં યજ્ઞ,તપ,દાન આ ત્રણ પ્રકારના જ હોય છે.તું આહારદીકોના આ સાત્વીકાદિ ભેદો સાંભળ.આયુષ્ય,બુદ્ધિ,બળ,આરોગ્ય,સુખ અને રુચિને વધારનારા ધૃતાદિ સ્નેહયુક્ત,સ્વાદિષ્ટ,પોષક અને હૃદયને પ્રિય લાગે એવા હાર સાત્વિકી પુરુષને પ્રિય લાગે એવા આહાર સાત્વિકી પુરુષને પ્રિય છે.કડવા,ખાટાં,ખારા,ઘણા ઊના લૂખા,દાહક,તથા દુઃખ,શોક અને રોગ-આ ત્રણ પ્રાપ્ત કરવાવાળો આહાર રાજસી મનુષ્યોને પ્રિય હોય છે.એક પહોર વીતેલું,સ્વાદ ઉડી ગયેલું,દુર્ગંધવાળું,ટાઢું,એઠું અને અપવિત્ર ભોજન તામસી મનુષ્યોને પ્રિય હોય છે.ફળની ઈચ્છાથી રહિત પુરુષ પોતાનું કર્તવ્ય સમજીને તથા શાંત ચિત્તથી જે શાસ્ત્રોક્ત યજ્ઞનું અનુષ્ઠાન કરવામાં આવે છે,તે યજ્ઞ સાત્વિક યજ્ઞ કહેવાય છે.હે ભરતશ્રેષ્ઠ,ફળની ઈચ્છાથી કે દંભથી જે યજ્ઞનું અનુષ્ઠાન કરવામાં આવે છે તે યજ્ઞને તું રાજસ જાણ.જે યજ્ઞ શાશ્ત્રના વિધિથી રહિત,અન્નદાન રહિત,મંત્ર રહિત,દક્ષિણા રહિત છે,એને તામસ યજ્ઞ કહે છે.દેવ,બ્રાહ્મણ,અને જ્ઞાનીનું પૂજન,તથા શરીરની શુદ્ધિ સરળતા,બ્રહ્મચર્ય તથા અહિંસા આ સર્વ શરીરનું તપ કહેવાય છે.દુઃખ ન દેવું,સત્ય પ્રિય અને હિતકાર બોલવું તથા પારમાર્થિક વિષયોનો અભ્યાસ કરવો એને વાણીનું તપ કહે છે.મનની પ્રસન્નતા,શાંત સ્વભાવ, મૌન,મનનો નિગ્રહ,તથા હૃદયની શુદ્ધિ આ રીતનું સર્વ તપ માનસિક તપ કહેવાય છે. ફળની ઈચ્છા નહિ રાખનારા એકાગ્ર ચિત્તવાળા પુરુષોએ પરમ શ્રદ્ધા વડે કરેલું ત્રણ પ્રકારનું તપ સાત્વિક કહેવાય છે. વળી જે તપ સત્કાર,માન તથા પુંજા દંભ વડે જ કરવામાં આવે છે,તે તપને રાજસ તપ કહે છે.આ તપ આ લોકમાં જ ફળ દેવાવાળું છે,ચલ છે,તથા અસ્થિર છે.દુરાગ્રહથી પીડા ખમીને અથવા પારકાના નાશને માટે તપ કરવામાં આવે છે તે તપને તામસ તપ કહે છે પોતાનું કર્તવ્ય માનીને દેશ,કાળ તથા પાત્રનો વિચાર કરીને અને પોતાના પર ઉપકાર ન કરનારા તથા બદલો ન વાળી શકે એવાને આશા વિના જે દાન અપાય તેને સાત્વિક દાન કહ્યું છે.ઉપકાર વાળવાને ફળની ઈચ્છાથી કે કચવાટથી જે દાન અપાય છે તેને રાજસી દાન કહ્યું છે. અયોગ્ય સ્થળે અકાળે અથવા અપાત્ર મનુષ્યને અને સત્કાર રહિત તથા તિરસ્કારપૂર્વક જે દાન અપાય છે તેને તામસી કહ્યું છે.બ્રહ્મનું વર્ણન ૐ તત સત એમ ત્રણ પ્રકારે થયેલું છે અને એ વડે પહેલા બ્રાહ્મણો વેદો અને યજ્ઞો નિમિત્ત થાય છે.માટે જ ૐ શબ્દનો ઉચ્ચાર કરી બ્રહ્મવાદી નામ,વિધિ,શાસ્ત્રોક્ત યજ્ઞ,દાન તથા તપરૂપ ક્રિયા નિરંતર થયા કરે છે. વળી મોક્ષની ઈચ્છાવાળા તત શબ્દનો ઉચ્ચાર કરી ફળની ઈચ્છા નહિ રાખી વિવિધ પ્રકારના યજ્ઞ તથા તપરૂપ ક્રિયા તેમ જ દાનરૂપ ક્રિયા કરે છે. સત્યને કલ્યાણના અર્થમાં સત શબ્દનો પ્રયોગ થાય છે અને હે પાર્થ ! શુભ કર્મમાં પણ સત શબ્દ વપરાય છે. યજ્ઞમાં,તપમાં તથા દાન વિષે દઢતા તે પણ સત કહેવાય છે અને તે અર્થે કરતા કર્મને પણ સત કહેવાય છે.હે પાર્થ ! શ્રદ્ધા વિના જે કઈ હોમાય, દાનમાં અપાય,તપ કરાય,કે બીજું કઈ પણ કરાય ,તે પૂર્વ અસત્ય કહેવાય છે.તે અહીં તેમજ પરલોકમાં પણ લાભ આપતું નથી.
ઇતિ શ્રીમદ ભગવદ્દગીતાસૂપનિષત્સુ બ્રહ્મવિદ્યાયામયોગશાસ્ત શ્રીકૃષ્ણાર્જુનસંવાદે ‘શ્રદ્ધાત્રયવિભાગયોગો’નામ
સપ્તદશમોંધ્યાય :
અધ્યાય અઢારમો
મોક્ષસંન્યાસયોગ
અર્જુન બોલ્યો : હે મહાબાહુ ! હે હૃષીકેશ ! હે કેશિનીષૂદન ! સંન્યાસના તથા ત્યાગના સ્વરૂપને હું જુદા જુદા જાણવાની ઈચ્છા રાખું છું,માટે કૃપા કરીને મને કહો.
શ્રી ભગવાન બોલ્યા : કામનાથી ઉત્ત્પન્ન થયેલાને જ્ઞાનીઓ સંન્યાસ જાણે છે તથા વિચાર વિષે ડાહ્યા પુરુષ સર્વ કામના ત્યાગને ત્યાગ કહે છે.કેટલાક વિચારના પુરુષો કહે છે,રાગદ્વેષાદિ દોષની માફક કર્મ પણ પરિત્યાગ કરવા યોગ્ય છે તથા યજ્ઞ દાન તથા તપ પણ કર્મ ત્યાગ કરવા યોગ્ય નથી,બીજા કહે છે.હે ભારત શ્રેષ્ઠ ! ત્યાગ અંગેનો મારો નિશ્ચય સાંભળ,હે પુરુષ શ્રેષ્ઠ ! ત્યાગ પણ ત્રણ પ્રકારનો કહેલો છે.યજ્ઞ,દાન,અને તપ આ કર્મો ત્યાંજ નથી પણ કરવા જેવા છે,કેમકે યજ્ઞ,દાન અને તપ એ તો વિવેકીને પણ પાવન કરનારા છે.હે પાર્થ ! આ કર્મ પણ અશક્તિ તેમ જ ફલેચ્છાને ત્યજીને જ કરવા જોઈએ એવો મારો ઉત્તમ અને નિશ્ચિત મત છે.વળી નિત્ય કર્મનો ત્યાગ કરવો એ યોગ્ય નથી છતાં મોહથી તેનો ત્યાગ કરવામાં આવે તો તે ત્યાગ તામસી કહેવાય છે.દુઃખરૂપ સમજીને કાયાના કષ્ટના ભયથી જે કઈ કર્મો ત્યજે તેનો ત્યાગ રાજસ હોઈને ત્યાગના ફળને પ્રાપ્ત થતો નથી.હે અર્જુન ! આ કર્મ કરવા યોગ્ય જ છે એમ મણિ જે નિત્ય કર્મ સંગ તથા ફળનો ત્યાગ કરી કરવામાં આવે છે તે ત્યાગ સાત્વિક માન્યો છે.જે ત્યાગ અમંગળ કર્મનો દ્વેષ કરતો નથી તેમ શુભ કર્મમાં આસક્ત થતો નથી તે જ સત્વગુણી,બુદ્ધિમાન અને અસંશયી છે.દેહાભિમાની પુરુષ માટે સંપૂર્ણપણે કર્મત્યાગ કરવો શક્ય નથી માટે જે કર્મફળનો ત્યાગી છે તે જ ત્યાગી કહેવાય છે.ત્યાગ નહિ કરનારને કર્મનું ફળ આગળ જતા ત્રણ રીતે મળે છે,અશુભ,શુભ,અને શુભાશુભ. જે સંન્યાસી છે તેને કદી નથી થતું.હે મહાબાહુ ! સર્વ કક્ષાની સિદ્ધિ માટે સાંખ્યશાસ્ત્રોમાં જે પાંચ કારણો આવશ્યક કહ્યા તે હવે તું મારી પાસેથી સાંભળ.ક્ષેત્ર,કર્તા,નાના પ્રકારના ભિન્ન ભિન્ન ચેષ્ટા તથા તેમાં પાંચમું દૈવ,આ પાંચ કર્મના કારણ છે. Sharif,વાણી કે મન આ ત્રણ વડે જે મનુષ્ય ધર્મરૂપ અથવા અધર્મરૂપ ધર્મનો પ્રારંભ કરે છે તે સર્વ કર્મના અધિષ્ઠાનાદિ વડે ઉત્તપન્ન થયેલો જે જીવ અશુદ્ધ બુદ્ધિને લીધે કેવળ મૂઢમતિને કારણે પોતાને જ કર્તા સમજે છે.હે અર્જુન ! ‘હું કર્તા છું.’આ રીતની જેની વૃત્તિ નથી તથા જેની બુદ્ધિ લેપાતી નથી તે આ સમગ્ર લોકોને પણ હણીને નથી હણતોકે નથી બંધનમાં પડતો.જ્ઞાન,જ્ઞેય તથા પારીજ્ઞાતા આ ત્રણ કર્મના તત્વો છે તથા કરણ,કર્મ તથા કર્તાઆ ત્રણ કર્મના અંગરૂપ છે.જ્ઞાન કર્મ તથા કર્તા એને પણ ગુણભેદથી ત્રણ પ્રકારના કહ્યા છે તે હવે કથાવત સાંભળ.પરસ્પર ભેદવાળા સર્વ પ્રાણીઓમાં સર્વ વ્યાપક સત્તારૂપ ભાવનો જે જ્ઞાન વડે પુરુષ સાક્ષાત્કાર કરે છે,તે જ્ઞાનને તું સાત્વિક જાણ.જે જ્ઞાનથી જુદા જુદા સર્વ ભૂતોમાં જુદા જુદા સર્વ પ્રકારના આત્મા રહેલા સમજાય,તે જ્ઞાનને રાજસ જાણવું.જે જ્ઞાન એક કાર્યરૂપ શરીરમાંજ સર્વસ્વની પેઠે આસક્ત થાય છે અને જે યુક્તિરહિત અને તાત્પર્ય રહિત અને અલ્પ છે,તેને તામસ કહેલું છે.ફળની ઈચ્છાથી રહિત મનુષ્યે આસક્તિ અને રાગદ્વેષ વિના કરેલું કર્મ સાત્વિક કહેવાય છે.વિષેચ્છુ કિંવા અહંકારી મનુષ્યને હાથે બહુશ્રમથી જે કાર્ય કરાય તેને રાજસ કહ્યું છે.જે કર્મ ક્ષય,હિંસા,સામર્થ્ય અને પરિણામનો વિચાર ન કરતા માત્ર મોહથી જ આરંભાય તે કર્મ તામસ કહેવાય છે.જે આસક્તિ અને અહંકાર રહિત છે,જેનામાં ધૈર્ય અને ઉત્સાહ તથા કાર્યની સિદ્ધિ તેમ અસિદ્ધિમાં હર્ષ શોકાદિ વિકાર નથી તે સાત્વિક કર્તા કહેવાય છે.રાગી,કર્મફળનો ઇચ્છનારો,લોબબિંગ,ઘાતકી,અપવિત્ર તથા સિદ્ધિમાં હર્ષ- શોકવાળો કર્તા રજોગુણી કહેવાય છે.જે અવ્યવસ્થિત,અવિવેકી,ઘમંડી,આળસુ,ખેદ પામનારો અને દીર્ઘસૂત્રી છે તે તામસી કર્તા કહેવાય છે.હે ધનંજય ! ગુણભેદને અનુસરીને બુદ્ધિ તથા ધીરજના પણ ત્રણ ત્રણ પ્રકાર છે તે સર્વ તને જુદા જુદા કહું તે સાંભળ.હે પાર્થ ! જે પ્રવૃત્તિ નિવૃતિને ભયાભયને તથા બંધમોક્ષને જાણે છે તે બુદ્ધિ સાત્વિકી કહેવાય છે.હે પાર્થ ! બુદ્ધિ ધર્મ તથા અધર્મને અને કાર્ય તથા અકાર્યનો વિવેક અશુદ્ધ રીતે કરે છે,તે બુદ્ધિને રાજસી કહેવામાં આવે છે.હે પાર્થ ! જે બુદ્ધિ અજ્ઞાનમય હોઈને અધર્મને ધર્મ મને છે,અને સર્વ અર્થોને તેથી ઉલ્ટા જ માને છે તે બુદ્ધિ તામસી છે.હે પાર્થ ! જે ધીરજ વડે મન,પ્રાણ અને ઇંદ્રિયોની ક્રિયાઓ એકનિષ્ઠાથી યોગને અનુકૂળ બનાવાય તે ધીરજ સાત્વિકી કહેવાય છે.હે અર્જુન ! ધૈર્ય વડે ફલાંકાંક્ષિ મનુષ્ય પ્રસંગને અનુસરીને ધર્મ,અર્થ અને કામ એની જ ઈચ્છા તથા પ્રયત્ન કર્યાં કરે છે તે ધૈર્ય રાજસી કહેવાય છે.હે પાર્થ ! જે ધીરજ વડે દુર્બુધ્ધિ મનુષ્ય નિંદ્રા,ભય,શોક,ખેદ તથા મદને છોડતો નથી તે તામસી વૃત્તિ કહેવાય છે.હે ભરતર્ષભ ! હવે ત્રણ પ્રકારના સુખનું વર્ણન મારી પાસેથી સાંભળ.જેનામાં અભ્યાસથી મનુષ્ય જો રાચે તો દુઃખનો અંત પામે છે.જે સુખ પ્રથમ પ્રારંભમાં વિષની માફક હોય છે તે પરિણામમાં અમૃતની બરાબર હોય છે.તથા આત્મવિષયક બુદ્ધિના પ્રસાદ વડે ઉત્તપન્ન થયેલું હોય છે તે સુખને યોગી સાત્વિક સુખ કહે છે.જે સુખ વિષયો અને ઇન્દ્રિયોના સંયોગથી ઉપજે છે અને જે પ્રથમ અમૃત જેવું પણ છેવટે ઝેર જેવું હોય છે તેને રાજસ કહ્યું છે.જે સુખ શરૂઆતમાં બુદ્ધિને મોહ કરવાવાળું છે તથા નિંદ્રા,આલસ્ય પ્રમાદથી ઉત્તપન્ન થયું છે તે સુખને તામસ કહ્યું છે.જે પદાર્થ પ્રકૃતિજન્ય ગુણોથી રહિત હોય તે પદાર્થ આ પૃથ્વી વિષે અથવા સ્વર્ગ વિષે દેવોમાં નથી.હે પરંતપ ! બ્રાહ્મણ,ક્ષત્રિય તથા વૈશ્ય અને શુદ્ર એમના કર્મો પણ તેઓના સ્વભાવના ગુણો પ્રમાણે જુદા જુદા હોય છે.શમ(મનોનિગ્રહ) દમ ( ઇન્દ્રિયનિગ્રહ ),તપ,પવિત્રતા,ક્ષમા,સરળતા,શાસ્ત્રજ્ઞાન,અનુભવજ્ઞાન અને આસ્તિકતા એ બ્રાહ્મણના સ્વભાવજન્ય કર્મ છે.શૌર્ય,તેજ,ધૈર્ય,ચાતુર્ય,યુદ્ધમાંથી નાસવું નહિ,દાન અને પ્રભુત્વ એ ક્ષત્રિયના સ્વભાવજન્ય નહિ દાન અને પ્રભુત્વ એ ક્ષત્રિયના સ્વભાવજન્ય કર્મ છે.ખેતુ,પશુપાલન અને વેપાર એ વૈશ્યના સ્વાભાજન્ય કર્મ છે,વળી શુદ્રને માટે સેવા સ્વાભાવિક છે.આ મનુષ્યલોકમાં પોતપોતાના કર્મમાં નિષ્ઠાવાન એવો પુરુષ જે રીતે મોક્ષને પ્રાપ્ત થાય છે તે પ્રકાર તું સાંભળ.જે ઈશ્વરથી પ્રાણીઓની ઉત્ત્પત્તિ થાય છે તથા જે ઈશ્વરને આ સર્વ વિશ્વ વ્યાપ્ત કર્યું છે તે ઈશ્વરને સ્વકર્મ વડે ભજીને અંત:કરણની શુદ્ધિને પ્રાપ્ત થાય છે.માટે સુખથી આચરી શકાય એવા પરધર્મ કરતા ઓછા ગુણવાળો અથવા કઠિન દેખાય તેવો હોય તો પણ સ્વધર્મ જ વધારે શ્રેયકારક છે.વળી સ્વભાવ-નિયત કર્મ કરવાથી પાતક પણ લાગતું નથી.તેથી હે કૌંતેય ! સ્વભાવજન્ય કર્મ દોષવાળું હોય તો પણ તેને ત્યજવું નહિ કેમકે ધુમાડાથી ઢંકાયેલા અગ્નિ પેઠે બધા જ કર્મ દોષથી ઘેરાયેલા હોય છે.એ પ્રમાણે સ્વધર્મને આચરતા મનુષ્ય જયારે સર્વત્ર અનાસક્ત બુદ્ધિવાળો,જિતાત્મા અને નિ:સ્પૃહ થાય છે,ત્યારે તે અજ્ઞાન નિષ્ઠાવાળો થઇ સન્યાસના વડે શ્રેષ્ઠ નિષ્કર્મ સિદ્ધિને પામે છે.હે કૌંતેય ! એ સિદ્ધિને પામ્યા પછી મનુષ્ય જ્ઞાનની પરાકાષ્ઠા રૂપ બ્રહ્મને જે પ્રકારે પામે છે તે હવે મારી પાસેથી ટૂંકમાં સાંભળ.વિશુદ્ધ બુદ્ધિવાળો પુરુષ ધૈર્ય વડે મનને નિયમમાં રાખી શબ્દાદિ વિષયનો તથા દ્વેષનો પરિત્યાગ કરી બ્રહ્મભાવને પ્રાપ્ત થાય છે.જે એકાંતને સેવનારો,આહાર કરનારો,મન,વાણી,કાયાને નિયમમાં રાખનારો,નિત્ય ધ્યાન યોગ પરાયણ છે અને વૈરાગ્યને પ્રાપ્ત થયેલો છે તે બ્રહ્મસાક્ષાત્કાર માટે શક્તિમાન થાય છે.જે અહંકારનો,બળનો,અભિમાનનો,કામનો,ક્રોધનો તથા પરિગ્રહનો ત્યાગ કરી મમતા રહિત થાય છે તે બ્રહ્મપ્રાપ્તિને યોગ્ય થાય છે.બ્રહ્મ જિજ્ઞાસુ આ પ્રમાણે જયારે પ્રસન્ન ચિત્તવાળો બનીને કશાનો શોક કે ઈચ્છા કરતો નથી અને સર્વ પ્રાણીમાં સમદ્રષ્ટિવાળો થાય છે ત્યારે તે મારી પરમ ભક્તિને પામે છે. હું જેટલી મહત્તાવાળો છું અને જે કઈ છું,તે વાત તે એવી પરમભક્તિ વડે જ તત્વથી બરાબર જાણી શકે છે,અને એમ તત્વથી જાણ્યા પછી જ તે મારામાં પ્રવેશી શકે છે.હંમેશા મારે જ આશ્રયે રહીને પોતાના સર્વ કર્મ કર્યા કરનાર ઉપરોક્ત કર્મથી મારો કૃપાપાત્ર બનીને અનાદિ તથા અવિનાશી એવી પરમસિદ્ધિ પામે છે.માટે તું મન વડે સઘળા કર્મો સદા મને અર્પણ કરતો રહીને મને જ સર્વસ્વ માનનારો થા તથા બુદ્ધિયોગનો આશ્રય લઈને સદા મારામાં જ ચિત્ત રાખવાવાળો થા.એ પ્રમાણે મારામાં ચિત્ત રાખવાથી તું મારી કૃપા વડે સર્વ અંતરાયોને તરી જઈશ અને જો તું અહંકારથી મારુ કહેવું નહિ સાંભળે તો વિનાશ પામીશ.અભિમાનથી તું માને છે કે યુદ્ધ નહિ કરું પણ તારોએ નિશ્ચય મિથ્યા થશે અને તરી ક્ષાત્ર પ્રકૃતિ જ તને યુદ્ધમાં ખેંચી જશે.હે કૌંતેય ! સર્વની પેઠે તું પણ તારા સ્વભાવજન્ય કર્મ સાથે બંધાયેલો હોવાથી મોહને લીધે અત્યારે જે કરવા ઈચ્છતો નથી તે છેવટે પ્રકૃતિને વશ થઈને પણ તુ કરશે જ .હે અર્જુન ! સઘળા પ્રાણીઓના હૃદયમાં ઈશ્વર વાસ કરે છે અને પોતાની માયાને બળે તેમને ચાક ચઢેલા ઘડા માફક ગોળગોળ ફેરવે છે. હે ભારત ! સર્વ પ્રકારે કરી આ ઈશ્વરરૂપ અશ્રયનો જ તું આશરો લે ઈશ્વરની કૃપાથી તું પરમ શાંતિને તથા શાશ્વત સ્થાનને પ્રાપ્ત થશે.આ પ્રમાણે મેં તને ગુહ્યતર જ્ઞાન કહ્યું હવે તેનો પુરેપુરો વિચાર કરીને જેમ ઇચ્છામાં આવે તેમ કર.ફરી પણ સર્વથી અત્યંત ગુહ્ય એવું મારુ સારભૂત વચન સાંભળ,તું મને અત્યંત પ્રિય -પ્રિય હોવાથી તારું હિત હું તને કહું છું.તું મારા વિષે માનવાવાળો,મારા પર ભક્તિવાળો,મારા પર ભક્તિવાળો તથા યજ્ઞ કરનારો થા, તું મને જ પામીશ.તું મારો પ્રિય હોવાથી તરી આગળ આ સત્ય પ્રતિજ્ઞા હું કહું છું.માટે સર્વ ધર્મોનો ત્યાગ કરીને મને એકને જ શરણ થા હું તને સર્વ પાપોથી મુક્ત કરીશ,શોક ન કર.આ ગુહ્ય જ્ઞાન અતપસ્વીને,અભક્તને,સેવરહિતને,સાંભળવાની ઈચ્છા વગરનાને તથા મારો દ્વેષ કરનારને કદી પણ કહીશ નહિ.આ પરમ ગુહ્ય જ્ઞાન જે કોઈ મારા ભક્તોને સમજાવશે,તે પણ નિ:સંશય મારી પરમ ભક્તિ કરીને મને પામશે.મનુષ્યોમાં તેના કરતા મારુ વધારે પ્રિય કરનાર કોઈ નથી,અને મને પણ આ પૃથ્વી વિષે તેનાથી વધારે પ્રિય કોઈ નથી.આપણા બંનેના આ ધર્મવર્ધક સંવાદનું જે સદભાવથી અધ્યયન marshes,તેણે જ્ઞાનયજ્ઞ વડે મારુ પૂજન કર્યું એમ હું મનુ છું.જે દ્વેષરહિત અને શ્રદ્ધાવાન થઈને આ ગીતાશાસ્ત્ર સાંભળશે,તે પણ સર્વ પાપોથી મુક્ત થઈને પુણ્ય કર્મવાળાઓને પ્રાપ્ત થનારા શુભ લોકોને પામશે.હે પાર્થ ! તે એકાગ્ર ચિત્તે આ ગીતાશાસ્ત્રમાંથી શું શ્રવણ કર્યું ? હે ધનંજય ! અજ્ઞાનકૃત કયો સંદેહ નાશ થયો તે તું મને કહે.
અર્જુન બોલ્યો : હે અચ્યુત ! આપની કૃપાથી મને કર્તવ્યનું ભાન થયું છે અને મારો મોહ નાશ પામ્યો છે. હવે હું સંદેહ રહિત થયો છું અને આપના વચન પ્રમાણે જ કરીશ.
સંજય બોલ્યો : હે ધૃતરાષ્ટ્ર ! મેં મહાનુભાવ વાસુદેવનો તથા અર્જુનનો આ અદભુત તથા રૂંવાં ઉભા કરે એવો સંવાદ સાંભળ્યો. હે રાજન ! શ્રી વ્યસની કૃપાથી આ પરમ ગુહ્ય યોગને પોતે જ કથન કરતા એવા યોગેશ્વર શ્રી કૃષ્ણ કહેતા હતા તે મેં સાંભળ્યો.હે ધૃતરાષ્ટ્ર રાજન ! કેશવ અર્જુનના આ અદભુત અને પુણ્યદાયક સંવાદને સંભારી સંભારીને હું વારંવાર આનંદ પામું છું.હે ધૃતરાષ્ટ્ર ! વળી પણ ભગવાનના આ અતિ અદભુત વિશ્વરૂપનું વારંવાર સ્મરણ કરી મને ખુબ આશ્ચર્ય થાય છે ને રહી રહીને હું આનંદ પામું છું.
જે પક્ષમાં યોગેશ્વર કૃષ્ણ ભગવાન છે,અને જે પક્ષમાં અર્જુન જેવો ધનુર્ધારી છે,ત્યાં જ સંપત્તિ,તથા વિજય ઐશ્વર્ય અને અચળ નીતિ છે એવો મારો અભિપ્રાય છે.
ઇતિ શ્રીમદ ભગવદ્દગીતાસૂપનિષત્સુ બ્રહ્મવિદ્યાયામયોગશાસ્ત શ્રીકૃષ્ણાર્જુનસંવાદે ‘મોક્ષસન્યાસયોગો ’નામઅષ્ટાદશોધયાય:
શ્રી કૃષ્ણાર્પણમસ્તુ || શુભમ ભવતુ ||
શ્રીમદ ભગવદ ગીતા સમાપ્ત
શ્રી ગીતાજીની આરતી
જય ગીતા માતા શ્રી જય ગીતા માતા |
સુખ કરની દુઃખ હરની તુમકો જગ ગાતા ||
મમતા,મોહ,અજ્ઞાન કો છિનમેં નાશ કરે |
સત્ય જાનકા મનમેં હી તું પ્રકાશ કરે ||જય.||
શરણ તેરી જો આવે તેરી મતિ ગ્રહણ કરે |
પાપ તાપ મિટ જાવે નિર્ભય સિંધુ તરે ||જય.||
જબ અર્જુન રણક્ષેત્રમેં શોકાધીર હુઆ |
કર્તવ્ય કર્મ તબ બૈઠા બહુત મલીન હુઆ ||જય.||
તબ શ્રી કૃષ્ણચંદ્ર કે મુખસે તુમ અવતાર લિયા |
તત્વ બાત સમજા ઉસકા ઉદ્ધાર કિયા ||જય.||
શરીર જન્મતે મરતે આત્મા અવિનાશી |
શરીરકો દુઃખ વ્યાપે આત્મા સુખરાશી ||જય.||
શરીરકી મમતા મન હે ત્યાગ કરો |
આત્મા બ્રહ્માકી ચિન્હી ઉસસે અનુરાગ કરો ||જય.||
જગમેં બ્રહ્માકો જાનો સબસે પ્રીત કરો |
બૈર -ભાવ મમતા બ્રહ્મ ન અનરીત કરો ||જય.||
નિત નિષ્કામ કર્મ કરકે જગ ઉપકાર કરો |
ફલ બાંચ્છાકો ત્યાગો,સદ્વ્યવહાર કરો ||જય.||
મનકો વશમે કરકે ઈચ્છા ત્યાગ કરો |
નિષ્કામ જગતમેં રહ હરિ અનુરાગ કરો ||જય.||
યહ ઉપદેશ જો તેરે નર મનમેં આવે |
ભગવાન ભવસાગર સે વહ નર તર જાવે ||જય.||
ભાગ સોળમો
ગીતાજીના વાંચન આપને સાંભળવું ગમ્યું હશે તે અંગે આપનો અભિપ્રાય જણાવશો તો આનંદ થશે આપ મિત્રો તેમજ આપ સહુના કુટુંબીજનોને શુભકામના સાથે મહેન્દ્ર ભટ્ટના જય શ્રી કૃષ્ણ
( જો આપને આ ગીતાજીનું વાંચન ગમ્યું હોય અને ગિફ્ટ રૂપે જો ડીવીડી કોઈને આપવા ઇચ્છતા હોય તો હું મારા કોમ્પ્યુટર ઉપરથી બે ભાગમાં ડીવીડી બનાવી ડોલર-૫ + શિપિંગ (ખાલી યુ.એસ.એ. માં ) મારા પે- પાલ ખાતામાં જમા કરાવતા આપને મોકલી શકીશ.મારુ ઈ -મેલ સરનામું ompainting@gmail.com છે આભાર.)
જય શ્રી કૃષ્ણ